જાહેરાત
તાજા સમાચાર
શેરબજારમાં મંદીનો માહોલ: સેન્સેક્સ 250 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 81 પોઈન્ટ ઘટ્યો; IT, FMCG અને મીડિયા શેરોમાં ભારે વેચવાલી. | ગુજરાત એસટી કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, હવે 58 ટકા DA સાથે એરિયર્સનો પણ લાભ. | ફરી ગુજરાતના પ્રવાસે આવશે વડાપ્રધાન મોદી, સાણંદમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટનું કરશે લોકાર્પણ | જનરલ ધીરજ સેઠે સંભાળ્યો ભારતીય સેનાના નવા આર્મી ચીફનો કાર્યભાર, સમૃદ્ધ લશ્કરી અનુભવ સાથે નવી જવાબદારીની શરૂઆત | દીકરી સાથે વાતચીત અને અભ્યાસમાં મદદ કરવાનો મુદ્દો બન્યો વિવાદનું કારણ, જામનગરમાં યુવક પર માતા સહિત ત્રણ શખ્સ સામે હુમલાનો ગુનો નોંધાયો. | ધોરાજીમાં મહિલાના ઘર સુધી પહોંચી પાંચ શખ્સોનો જીવલેણ હુમલો, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના... | આસારામને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો: મેડિકલ જામીનની અરજી ફગાવી, કોઈ વચગાળાની રાહત નહીં | "ઓખા નગરપાલિકાની ઘોર બેદરકારી" : સુરજકરાડી-આરંભડામાં 8થી 10 દિવસે પાણી, ઉનાળામાં પાણી માટે લોકો પરેશાન; નિયમિત વિતરણની ઉગ્ર માંગ. | ગાંધીનગરમાં ₹127 કરોડના ખર્ચે IITEનું અદ્યતન કેમ્પસ સાકાર થશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન ભવન અને હોસ્ટેલનું ભૂમિપૂજન કર્યું. | હારીજમાં ઝાપટપુરા વિસ્તારના નામને લઈને વિવાદ: ઓનલાઈન દસ્તાવેજોમાં ‘ઇસ્લામપુરા’ દર્શાવાતા વિરોધ, મામલતદારને આવેદનપત્ર. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૯ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર "ઓખા નગરપાલિકાની ઘોર બેદરકારી" : સુરજકરાડી-આરંભડામાં 8થી 10 દિવસે પાણી, ઉનાળામાં પાણી માટે લોકો પરેશાન; નિયમિત વિતરણની ઉગ્ર માંગ.

"ઓખા નગરપાલિકાની ઘોર બેદરકારી" : સુરજકરાડી-આરંભડામાં 8થી 10 દિવસે પાણી, ઉનાળામાં પાણી માટે લોકો પરેશાન; નિયમિત વિતરણની ઉગ્ર માંગ.

દેવભૂમિ દ્વારકા/ઓખા:

ચાલુ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઓખા નગરપાલિકા વિસ્તારના સુરજકરાડી અને આરંભડા ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા લોકો માટે માથાનો દુખાવો બની. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારોમાં માત્ર 8થી 10 દિવસે એકવાર પાણીનું વિતરણ થતું હોવાના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા, ખાસ કરીને ગૃહિણીઓ માટે રોજિંદા ઘરકામ, પીવાનું પાણી, રસોઈ અને અન્ય આવશ્યક જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની. પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં નગરપાલિકા તંત્ર સામે ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો, સ્થાનિકોના જણાવ્યા મુજબ ઓખા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન દરેક બે કે ત્રણ દિવસે નિયમિત પાણી વિતરણ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ આ વચનો માત્ર કાગળ પૂરતા મર્યાદિત રહી ગયા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા. હાલની પરિસ્થિતિમાં લોકોને આઠથી દસ દિવસ સુધી પાણીની રાહ જોવી પડતી હોવાના કારણે ચૂંટણી સમયે કરાયેલા વાયદાઓ પર પણ સવાલો ઊભા થયા. સ્થાનિકોનું માનવું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ લોકોની મૂળભૂત જરૂરિયાતો પ્રત્યે પૂરતી ગંભીરતા દાખવી રહ્યા નથી, 

પાણીના અનિયમિત પુરવઠાના કારણે અનેક પરિવારોને મોંઘા ભાવે ખાનગી ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી. ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે આ વધારાનો ખર્ચ આર્થિક બોજ સમાન સાબિત બની રહ્યો. એક તરફ ઘરવેરો, પાણીવેરો અને અન્ય કરવેરા નિયમિત ચૂકવ્યા છતાં મૂળભૂત સુવિધા માટે ખાનગી ખર્ચ કરવો પડે તે અંગે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી. લોકોનો પ્રશ્ન કે જ્યારે નગરપાલિકા નિયમિત વેરો વસૂલે, ત્યારે પીવાના પાણી જેવી પાયાની સુવિધા સમયસર કેમ ઉપલબ્ધ બનતી નથી,

ગૃહિણીઓના જણાવ્યા મુજબ પાણીની અછતના કારણે રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓ ઉભી થઈ રહી. પીવાનું પાણી બચાવીને વાપરવું, કપડાં ધોવા, વાસણ સાફ કરવા તેમજ અન્ય ઘરેલુ કામો માટે પાણીનું યોગ્ય આયોજન કરવું પડતું હોવાથી મહિલાઓ સૌથી વધુ મુશ્કેલી અનુભવી રહી. અનેક પરિવારોમાં પાણીનો જથ્થો પૂરો થઈ જતા પડોશીઓ અથવા અન્ય વિસ્તારોમાંથી પાણી લાવવાની ફરજ પડતી હોવાના દૃશ્યો પણ જોવા મળી રહ્યા, ઉનાળાની ગરમીમાં પાણીની માંગ સ્વાભાવિક રીતે વધી જતી હોવા છતાં પુરતો જથ્થો અને યોગ્ય દબાણથી પાણી ન મળતા સમસ્યા વધુ ગંભીર બની. કેટલાક વિસ્તારોમાં પાણીનો દબાણ એટલો ઓછો રહેતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા કે તમામ ઘરો સુધી પૂરતું પાણી પહોંચી શકતું નથી. જેના કારણે નગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો ઊભા થયા, 

સ્થાનિક નાગરિકોએ માંગ કરી કે પાણીનું વિતરણ નિયમિત રીતે દરરોજ અથવા ઓછામાં ઓછું એકાંતરે કરવામાં આવે જેથી લોકોને પીવાના પાણી માટે હેરાનગતિ ન ભોગવવી પડે. સાથે જ પૂરતા ફોર્સથી અને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે તેમજ પાણી વિતરણનું ચોક્કસ સમયપત્રક જાહેર કરવામાં આવે જેથી લોકો તે મુજબ પોતાની તૈયારી કરી શકે,સ્થાનિકોનું કહેવું કે જો પાણી વિતરણ અંગે પારદર્શક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે તો અનિશ્ચિતતા દૂર થઈ શકે. હાલ ક્યારે પાણી આવશે તેની સ્પષ્ટ માહિતી ન મળતા લોકો કલાકો સુધી પાણીની રાહ જોતા રહેતા હોવાની ફરિયાદો પણ સામે આવી. સમયસર માહિતીના અભાવે અનેક પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો, 

નગરજનોમાં એવી પણ લાગણી જોવા મળી કે પાણી જેવી જીવનજરૂરી સુવિધાના પ્રશ્ને તંત્રે તાત્કાલિક અસરકારક પગલાં લેવા જોઈએ. જો સમસ્યાનો સમયસર ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કાર્યક્રમો યોજવામાં આવે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ રહી. લોકોનું માનવું કે પાણીનો પ્રશ્ન કોઈ રાજકીય મુદ્દો નહીં પરંતુ દરેક નાગરિકના જીવન સાથે સીધો જોડાયેલો વિષય હોવાથી તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જરૂરી બની, 

હાલ સુરજકરાડી અને આરંભડા વિસ્તારમાં નગરપાલિકાના વહીવટ સામે ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો. સ્થાનિક નાગરિકો એકસ્વરે માંગ કરી રહ્યા કે નગરપાલિકા તંત્ર પોતાની કામગીરીમાં સુધારો લાવી નિયમિત પાણી વિતરણ સુનિશ્ચિત કરે, પૂરતા દબાણ સાથે પાણી પહોંચાડે અને નાગરિકોને વારંવાર હેરાનગતિમાંથી મુક્તિ અપાવે. હવે લોકોની નજર તંત્રના આગામી નિર્ણય અને પાણી સમસ્યાના કાયમી ઉકેલ તરફ મંડાઈ રહી, 

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ