જાહેરાત
તાજા સમાચાર
હવે પ્લાસ્ટિકના કચરામાંથી બનશે વિમાનનું ઈંધણ! ચીનના વૈજ્ઞાનિકોની ક્રાંતિકારી શોધ. | જામજોધપુરમાં વન વિભાગની કાર્યવાહી: સસલાનો શિકાર કરવાનો પ્રયાસ કરતો શિકારી ઝડપાયો. | જામનગરમાં જયા પાર્વતી વ્રતનો પ્રારંભ: કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે બાળાઓએ કરી પૂજા-અર્ચના. | મોડાસા ભાજપા શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન ભાવસારની નિયુક્તિ. | તારીખ : ૨૭/૦૭/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | લોકસભામાં આજે રજૂ થશે જાહેર પરીક્ષા સુધારા વિધેયક-2026', પેપર લીક અને નકલ સામે કડક કાયદાની તૈયારી | UG પરીક્ષા સુધારવા NTAની હાઈ-પાવર્ડ ટાસ્ક ફોર્સની રચના, દેશના ટોચના નિષ્ણાતોને અપાઈ જવાબદારી | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૧ : અર્જુન વિશાદ યોગ શ્લોક ૪૨ | જામનગરમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. | માધવપુર ઘેડમાં વરસાદ બંધ થયાને 5-6 દિવસ છતાં પાણીનો ભરાવો યથાવત, સ્થાનિકોમાં રોષ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૮ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર જામજોધપુરમાં વન વિભાગની કાર્યવાહી: સસલાનો શિકાર કરવાનો પ્રયાસ કરતો શિકારી ઝડપાયો.

જામજોધપુરમાં વન વિભાગની કાર્યવાહી: સસલાનો શિકાર કરવાનો પ્રયાસ કરતો શિકારી ઝડપાયો.

જામનગર જિલ્લાના જામજોધપુર ક્ષેત્રિય રેન્જ વન વિભાગે વન્યજીવોના સંરક્ષણ માટે મહત્વની કાર્યવાહી હાથ ધરી સસલાનો શિકાર કરવાનો પ્રયાસ કરનાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. વન વિભાગની સતર્કતા અને રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

નાયબ વન સંરક્ષક, વન વિભાગ જામનગરની સૂચના તેમજ મદદનીશ વન સંરક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ જામજોધપુર ક્ષેત્રિય રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ. આર. માલમના નેતૃત્વમાં ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં સીદસર રાઉન્ડના ફોરેસ્ટર એમ. કે. કરમુર, સીદસર ફોરેસ્ટ સ્ટાફ તેમજ ગીંગણી બીટના વનરક્ષક આર. એલ. બડીયા સહિત જામજોધપુર રેન્જનો સ્ટાફ જોડાયો હતો.

વન વિભાગની ટીમ સીદસર રાઉન્ડ હેઠળના બુટાવદર અને માલવડા જંગલ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન ખાનગી રાહેબાતમીના આધારે ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન વન્યપ્રાણી સસલાનો શિકાર કરવાનો પ્રયાસ કરનાર આરોપી રાયધન છગન ધખાણીયાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપીની અટકાયત બાદ વન વિભાગ દ્વારા તેની સામે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને શિકાર માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો તેમજ અન્ય સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વન્યજીવોના શિકાર, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા જંગલ વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરે. વન્યજીવોનું સંરક્ષણ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે અને આવા ગુનાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ