જાહેરાત
તાજા સમાચાર
ભારે વરસાદ વચ્ચે ડાંગમાં સતર્કતા: મહાલની એકલવ્ય શાળાના 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર. | હવે ટ્રાફિક ફરિયાદો માટે એક જ નંબર ‘112’: ગુજરાત પોલીસનો મહત્વપૂર્ણ નિર્ણય, જૂનો હેલ્પલાઇન નંબર થશે બંધ. | સુરતમાં રેડ એલર્ટને પગલે વહીવટી તંત્ર સજ્જ: રાહત-બચાવ કામગીરી માટે તાલુકાવાર વર્ગ-1 અધિકારીઓની નિમણૂક. | ભારે વરસાદની આગાહીને પગલે હાપા માર્કેટિંગ યાર્ડનો નિર્ણય: ખેડૂતોને નવી જણસીઓની આવક હાલ બંધ રાખવા અપીલ. | ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ યોજાયો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કાર અને માનવતાભર્યા શિક્ષણ પર આપ્યો ભાર. | મેઘરાજાનું તાંડવ: ભારે વરસાદથી ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત, 1 નેશનલ હાઈવે સહિત કુલ 94 રસ્તાઓ બંધ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 166 પોઈન્ટ અને નિફ્ટી 66 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, ઓટો-મીડિયા શેરોમાં જોરદાર ખરીદી. | ભારે વરસાદની અસર: TAT મુખ્ય પરીક્ષા 8 ઓગસ્ટે, GPSCની 1 ઓગસ્ટની પરીક્ષાઓ હવે 9 ઓગસ્ટે યોજાશે. | જામનગરનું ગૌરવ: ખ્યાતિબા કુલદીપસિંહ જાડેજાની રાજ્યકક્ષાની COE સ્વિમિંગ માટે પસંદગી. | સુરતમાં જળબંબાકાર: અતિભારે વરસાદથી શહેર ઠપ્પ, કાપડ માર્કેટ બંધ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૩૭ વાર જોવાયેલ એક દિવસ પેહલા

મારું શહેર જામનગરના 154 સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, 26 સપ્ટેમ્બર સુધી અમલ.

જામનગરના 154 સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, 26 સપ્ટેમ્બર સુધી અમલ.

જામનગર: રાષ્ટ્રીય સુરક્ષા અને સંવેદનશીલ સ્થાપનોની સલામતીને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લામાં કુલ 154 ક્રિટિકલ અને સ્ટ્રેટેજિક મહત્વ ધરાવતા વિસ્તારોને રેડ ઝોન અને યલો ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેર કરાયેલા તમામ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 26 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.

જામનગર જિલ્લો દેશની સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. જિલ્લામાં મિલિટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન જામનગર, સમાણા વિસ્તાર, INS વાલસુરા, એશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી, સિક્કા થર્મલ પાવર સ્ટેશન, GSFC સહિત અનેક મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને રક્ષણ સંબંધિત સ્થાપનાઓ આવેલી છે. આ તમામ સ્થળોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કુલ 154 સંવેદનશીલ ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન અને યલો ઝોનમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

જાહેરનામા અનુસાર જામનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત સમગ્ર જિલ્લાના રેડ ઝોન અને યલો ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પૂર્વ મંજૂરી વિના ડ્રોન ઉડાડી શકશે નહીં. સુરક્ષા કારણોસર આ વિસ્તારોમાં ડ્રોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

જિલ્લા વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ સામે લાગુ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે અને સંવેદનશીલ વિસ્તારોમાં અનધિકૃત ડ્રોન પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.

તંત્રે નાગરિકોને અપીલ કરી છે કે જાહેર કરાયેલા રેડ ઝોન અને યલો ઝોનમાં ડ્રોન ઉડાડવાનો પ્રયાસ ન કરે તેમજ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ