જાહેરાત
તાજા સમાચાર
4 સિંહોને આજીવન સક્કરબાગ ઝૂમાં રાખવાનો નિર્ણય | મહોરમ દરમિયાન જામનગર પોલીસની વધુ એક કાર્યવાહી: કાળા કાચવાળી ક્રેટામાં જાહેરમાં છરી લઈને ફરતો રાજકોટનો યુવક ઝડપાયો. | જામનગરમાં એલસીબીની કાર્યવાહી: એક્ટિવા પર ઇંગ્લિશ દારૂની 32 બોટલ સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો, રૂ.71 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત | દેવભૂમિ દ્વારકામાં એલસીબીનો મોટો દરોડો: કંસારીયા નેસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, રૂ.7.95 લાખનો મુદ્દામાલ જપ્ત | કેશોદમાં ‘માત્ર હિન્દુ સમાજને જ મકાન વેચાણ-ભાડે’ના બેનરોથી વિવાદ.... | ભારતનો ₹30,000 કરોડનો પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ એશિયાના સૌથી મોટા રિસાયકલિંગ અને સસ્ટેનેબિલિટી કાર્યક્રમ – GCPRS 2026 માટે સજ્જ | ૩,૦૫૦ કિલો બાળભોગ કૌભાંડ..... | ઓપરેશન સિંદૂરના 6 શહીદોને અમર સન્માન | જંગલેશ્વર ડિમોલિશનના બિલોથી ચકચાર..... | મહોરમ દરમિયાન જામનગર પોલીસની કડક કાર્યવાહી: જાહેરમાં છરી-કોયતા સાથે ફરતા 8 શખ્સો ઝડપાયા, સોશિયલ મીડિયા વીડિયો બન્યો પુરાવો. |
પાછા મુખ્ય સમાચાર પર
ઈન્ડિયા ૨૦ વાર જોવાયેલ એક કલાક પેહલા

ઈન્ડિયા ભારતનો ₹30,000 કરોડનો પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ એશિયાના સૌથી મોટા રિસાયકલિંગ અને સસ્ટેનેબિલિટી કાર્યક્રમ – GCPRS 2026 માટે સજ્જ

ભારતનો ₹30,000 કરોડનો પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ એશિયાના સૌથી મોટા રિસાયકલિંગ અને સસ્ટેનેબિલિટી કાર્યક્રમ – GCPRS 2026 માટે સજ્જ

અમદાવાદ, 27 જૂન 2026: ભારતના ઝડપથી વિકસતા પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ ગણાતી 'ગ્લોબલ કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન ઓન પ્લાસ્ટિક રિસાયકલિંગ એન્ડ સસ્ટેનેબિલિટી (GCPRS 2026)'ની ત્રીજી આવૃત્તિ આગામી 2થી 5 જુલાઈ દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. અંદાજે રૂ. 30,000 કરોડના પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગને વર્ષ 2035 સુધીમાં રૂ. 60,000 કરોડ સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ચાર દિવસીય કોન્ફરન્સ અને પ્રદર્શનનું આયોજન 80 વર્ષ જૂની સર્વોચ્ચ સંસ્થા 'ધી ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (AIPMA)' દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને કેન્દ્ર સરકારના રસાયણ અને ખાતર મંત્રાલય, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, નીતિ આયોગ તેમજ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયનું માર્ગદર્શન અને સમર્થન પ્રાપ્ત થયું છે.

GCPRS 2026 એશિયાના સૌથી મોટા પ્લાસ્ટિક રિસાયકલિંગ અને સસ્ટેનેબિલિટી પ્રદર્શન તરીકે ઓળખાય છે. 12 હજાર ચોરસ મીટરના વિશાળ પ્રદર્શન વિસ્તારમાં 12 દેશોના 200થી વધુ પ્રદર્શનકર્તાઓ ભાગ લેશે, જ્યાં પ્લાસ્ટિક કચરાના સંચાલનથી લઈને અદ્યતન રિસાયકલિંગ ટેક્નોલોજી સુધીની સમગ્ર વેલ્યુ ચેઇન રજૂ કરવામાં આવશે.

કોન્ફરન્સમાં ઓટોમેટેડ વેસ્ટ સોર્ટિંગ સિસ્ટમ, મિકેનિકલ અને કેમિકલ રિસાયકલિંગ ટેક્નોલોજી, વેસ્ટ-ટુ-ઓઇલ, વેસ્ટ-ટુ-એનર્જી સોલ્યુશન્સ, એન્ડ-ઓફ-લાઇફ મેનેજમેન્ટ અને રિસાયકલેટ્સ માર્કેટપ્લેસ જેવા અત્યાધુનિક ઇનોવેશનનું પ્રદર્શન કરવામાં આવશે. ઉપરાંત, સાહસિકો માટે કન્સલ્ટન્ટ્સ ક્લિનિક તેમજ EPR અને નિયમનકારી પાલન અંગે માર્ગદર્શન આપતું એન્વાયર્નમેન્ટ ડેસ્ક પણ કાર્યરત રહેશે.

'ઝીરો વેસ્ટ ઇવેન્ટ' તરીકે આયોજિત GCPRS 2026 સ્વચ્છ ભારત મિશન અને સર્ક્યુલર ઈકોનોમીના વિઝનને આગળ વધારશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક કચરાનું વૈજ્ઞાનિક સંચાલન, સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને કાર્બન-ન્યુટ્રલ ભવિષ્ય માટે ટેક્નોલોજી આધારિત ઉકેલો પ્રોત્સાહિત કરવાનો છે.

કોન્ફરન્સના મુખ્ય આકર્ષણોમાં 'સાયન્સ એન્ડ ટેક્નોલોજી ક્લસ્ટર', બે દિવસીય 'સસ્ટેનેબિલિટી ફોરમ' અને વિશેષ 'સીઈઓ રાઉન્ડટેબલ'નો સમાવેશ થાય છે. આ મંચ પર ઉદ્યોગના અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો અને પર્યાવરણ નિષ્ણાતો ભારતની વધતી રિસાયકલેટ્સની જરૂરિયાત અને ભવિષ્યના રોડમેપ અંગે વિસ્તૃત ચર્ચા કરશે.

આયોજકોના જણાવ્યા મુજબ GCPRS 2026 માત્ર એક પ્રદર્શન નહીં પરંતુ પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન, રિસાયકલિંગ ઉદ્યોગ, ટેક્નોલોજી, નીતિ અને સસ્ટેનેબિલિટી સાથે સંકળાયેલા તમામ હિતધારકો માટે સંવાદ, સહયોગ અને નવી તકોનું વૈશ્વિક પ્લેટફોર્મ સાબિત થશે, જે ભારતના હરિત અને સસ્ટેનેબલ વિકાસને નવી દિશા આપશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ