સ્પોર્ટ્સ કોમનવેલ્થ ગેમ્સમાં હરજિંદર કૌરનો શાનદાર દેખાવ, મહિલાઓની 69 કિગ્રા વેઇટલિફ્ટિંગમાં જીત્યો સિલ્વર મેડલ
ભારતીય વેઇટલિફ્ટર હરજિંદર કૌર 2026 કોમનવેલ્થ ગેમ્સમાં વધુ એક યાદગાર સિદ્ધિ નોંધાવી છે. મહિલાઓની 69 કિલોગ્રામ વજન વર્ગમાં હરજિંદરે શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. તેમની આ સફળતા સાથે ભારતના મેડલ ટેલીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે.
હરજિંદર કૌરે સ્પર્ધામાં કુલ 227 કિલોગ્રામ વજન ઉપાડીને પોતાનો અત્યાર સુધીનો વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ (Personal Best) નોંધાવ્યો. તેમણે સ્નેચમાં 101 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 126 કિલોગ્રામ વજન સફળતાપૂર્વક ઉપાડીને પોડિયમ પર સ્થાન મેળવ્યું અને ભારતને ગૌરવ અપાવ્યું.
આ સિદ્ધિ સાથે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો કુલ મેડલ આંક 11 પર પહોંચ્યો છે. વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓ સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે, જેના કારણે ભારતનું સ્થાન મેડલ ટેલીમાં વધુ મજબૂત બનતું જઈ રહ્યું છે.
હરજિંદર કૌરની આ સિદ્ધિ તેમની સતત મહેનત, દૃઢ મનોબળ અને વર્ષોની તાલીમનું પરિણામ છે. વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન સાથે સિલ્વર મેડલ જીતવો તેમના માટે તેમજ ભારતીય વેઇટલિફ્ટિંગ માટે ગૌરવની ક્ષણ બની છે.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું સતત સફળ પ્રદર્શન રમતપ્રેમીઓમાં ઉત્સાહ વધારી રહ્યું છે. હવે આગામી સ્પર્ધાઓમાં પણ ભારત વધુ મેડલ જીતશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.