જાહેરાત
તાજા સમાચાર
લાલપુરના સણોસરી સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મેગા દરોડો: ₹77 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો. | જામનગરમાં ACBનો સફળ ટ્રેપ: ફાયનાન્સ લાયસન્સ રિન્યૂ કરવા રૂ.14 હજારની લાંચ માંગવાના કેસમાં ત્રણ સામે કાર્યવાહી, બે ઝડપાયા. | ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, વધુ 5 બાળકોના મોતથી ચિંતા વધી | કોમનવેલ્થ ગેમ્સમાં હરજિંદર કૌરનો શાનદાર દેખાવ, મહિલાઓની 69 કિગ્રા વેઇટલિફ્ટિંગમાં જીત્યો સિલ્વર મેડલ | 10 કલાકની ચર્ચા બાદ લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પાસ, ધ્વનિમતથી મળી મંજૂરી | ગુરુપૂર્ણિમાએ જામનગરની સંસ્થાનો અનોખો વિશ્વવિક્રમ: 10 ફૂટનો મહાકાય બાજરાનો રોટલો ભોજલરામ બાપાને અર્પણ. | છોટાઉદેપુરના જંગલોમાં 17 મહિનાથી નર વાઘનો વસવાટ, વન વિભાગે વધાર્યું મોનિટરિંગ | ગુજરાતમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ અને યલો એલર્ટ જાહેર | નોરતા ધામે ગુરુભક્તિનો મહાસાગર: ગુરુપૂર્ણિમાએ 25 હજારથી વધુ ભાવિકોની ઐતિહાસિક ઉપસ્થિતિ. | સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ખર્ચના હિસાબમાં ગડબડ? ગુજરાતના 168 ચૂંટાયેલા ઉમેદવારોએ ખર્ચનું પત્રક જમા ન કર્યાની ફરિયાદ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૩૨ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર ગુરુપૂર્ણિમાએ જામનગરની સંસ્થાનો અનોખો વિશ્વવિક્રમ: 10 ફૂટનો મહાકાય બાજરાનો રોટલો ભોજલરામ બાપાને અર્પણ.

ગુરુપૂર્ણિમાએ જામનગરની સંસ્થાનો અનોખો વિશ્વવિક્રમ: 10 ફૂટનો મહાકાય બાજરાનો રોટલો ભોજલરામ બાપાને અર્પણ.

જામનગર: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે જામનગરની એક સંસ્થાએ અનોખી ધાર્મિક સેવા અને શ્રદ્ધાનું ઉદાહરણ પૂરું પાડતાં 10 ફૂટ વ્યાસનો મહાકાય બાજરાનો રોટલો તૈયાર કરીને સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાના ચરણોમાં અર્પણ કર્યો છે. આ અનોખા કાર્યને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા વિશ્વવિક્રમ તરીકે માન્યતા આપતા જામનગરની સંસ્થાને નવા કીર્તિમાનનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે.

અમરેલી જિલ્લાના ભોજલધામ (ફતેપુર) ખાતે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમાપન પ્રસંગે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ અને જલારામ મંદિર-હાપા, જામનગરના સંયુક્ત ઉપક્રમે આ વિશાળ રોટલો તૈયાર કરવામાં આવ્યો હતો.

 

ગુરુપૂર્ણિમાના દિવસે પ્રાપ્ત થયેલા પ્રમાણપત્ર સાથે સંસ્થાએ વિશ્વસ્તરે એક નવો રેકોર્ડ સ્થાપિત કરવાનો દાવો કર્યો છે. ટ્રસ્ટના આગેવાનોના જણાવ્યા અનુસાર, આ પહેલનો મુખ્ય હેતુ માત્ર વિશ્વવિક્રમ બનાવવાનો નહોતો, પરંતુ સેવાભાવ, અન્નદાન અને ભારતીય સંસ્કૃતિનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડવાનો હતો.

ઉલ્લેખનીય છે કે, જલારામ સેવા ટ્રસ્ટ અગાઉ પણ જામનગરમાં 7 ફૂટ વ્યાસનો બાજરાનો રોટલો તૈયાર કરીને સંત જલારામ બાપાને અર્પણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે રેકોર્ડ નોંધાવી ચૂક્યું છે. હવે તે જ પરંપરાને આગળ વધારતાં આ વખતે 10 ફૂટ વ્યાસનો મહાકાય રોટલો તૈયાર કરીને વધુ એક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.

આ પવિત્ર પ્રસંગે ભોજલધામના મહંત પૂજ્ય ભક્તિરામ બાપુ, ભુપેન્દ્રભાઈ જોષી, નિખિલભાઈ પટેલ, ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના હોદ્દેદારો, જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ તથા ટ્રસ્ટના સભ્યો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

 

ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું કે જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપા પ્રત્યે અખંડ શ્રદ્ધા વ્યક્ત કરવા, તેમજ સમાજમાં સેવા, સમર્પણ અને અન્નદાનની ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે આ અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વવિક્રમ માટે જરૂરી તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંસ્થાને સત્તાવાર પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે.

ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે જામનગરની સંસ્થાએ સ્થાપેલો આ વિશ્વવિક્રમ ધાર્મિક આસ્થા, સેવાભાવ અને ભારતીય સાંસ્કૃતિક પરંપરાના અનોખા પ્રતીક તરીકે ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ