જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯૪ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર જામનગરમાં 10 દિવ્યાંગજનોને ગાર્ડિયનશીપ પ્રમાણપત્રોનું વિતરણ, કલેક્ટર પી.બી. પંડ્યાના હસ્તે એનાયત.

જામનગરમાં 10 દિવ્યાંગજનોને ગાર્ડિયનશીપ પ્રમાણપત્રોનું વિતરણ, કલેક્ટર પી.બી. પંડ્યાના હસ્તે એનાયત.

જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોકલ લેવલ કમિટી (LLC) દ્વારા ગાર્ડિયનશીપ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી પી.બી. પંડ્યાના હસ્તે જિલ્લાના 10 દિવ્યાંગજનોને કાનૂની વાલીપણા (ગાર્ડિયનશીપ)ના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રમાણપત્રો દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના હિતોનું કાનૂની રીતે રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવશે.

 

લોકલ લેવલ કમિટી (LLC) ભારત સરકારના સામાજિક ન્યાય અને સત્તાધિકારીતા મંત્રાલય હેઠળ કાર્યરત 'ધ નેશનલ ટ્રસ્ટ એક્ટ, 1999' અંતર્ગત રચાયેલી જિલ્લા સ્તરની વૈધાનિક સમિતિ છે. આ સમિતિને વિકાસાત્મક અને બહુવિધ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે કાનૂની વાલીની નિમણૂક તથા જરૂરિયાત મુજબ તેને હટાવવાની સત્તા આપવામાં આવી છે.

આ યોજનાનો લાભ ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, બૌદ્ધિક અક્ષમતા (મેન્ટલ રિટાર્ડેશન) અને બહુવિધ વિકલાંગતા ધરાવતા દિવ્યાંગજનોને મળે છે. દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટર સમિતિના અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળે છે, જ્યારે સ્થાનિક કલ્યાણ અધિકારીઓ અને તબીબી નિષ્ણાતો પણ સમિતિના સભ્યો તરીકે જોડાયેલા હોય છે.

 

માતા-પિતા, પરિવારના સભ્યો અથવા નોંધાયેલ સ્થાનિક કલ્યાણ સંસ્થાઓ કાનૂની વાલીપણા માટે લોકલ લેવલ કમિટી સમક્ષ અરજી કરી શકે છે. નિયુક્ત વાલીની જવાબદારી દિવ્યાંગ વ્યક્તિની સંભાળ, સુરક્ષા તેમજ તેની મિલકત અને હિતોનું સંચાલન તેમના શ્રેષ્ઠ હિતમાં કરવાનું હોય છે.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, નિવાસી અધિક કલેક્ટરશ્રી વિમલ ચૌધરી, સંબંધિત વિભાગોના અધિકારીઓ, વાલીઓ અને દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વહીવટીતંત્રે આ પહેલને દિવ્યાંગજનોના અધિકારોના સંરક્ષણ અને તેમના જીવનને વધુ સુરક્ષિત અને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ