જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં બજરંગ ફ્રૂટની દુકાનમાં થયેલી ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો. | જામનગરમાં જપ્ત કરાયેલા દારૂનો કરાયો નાશ. | શેરબજારમાં તેજીની શરૂઆતઃ સેન્સેક્સ ૩૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો. | દિવાળી પહેલાં વાહનચાલકોને મોંઘવારીનો મોટો ઝટકો. | આણંદના આંકલાવ પોલીસ સ્ટેશનના PI રૂ. ૪૦ હજારની લાંચ લેતા ઝડપાયા. | જામનગરના મોટીખાવડીમાં ગાંજાના મોટા જથ્થાનો પર્દાફાશ. | શુક્રવાર, 23 ઓક્ટોબર 2026: આસો સુદ બારસનું રાશિફળ. | મુંબઈમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિથી બોમ્બે હાઈકોર્ટ લાલઘૂમ. | દિવાળી પૂર્વે જામનગર મનપાની ફૂડ ચેકિંગ ઝુંબેશ તેજ. | જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ. 71.68 કરોડનાં વિકાસકામોને મંજૂરી. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૨૦૫ વાર જોવાયેલ • 4 મહિના પેહલા

રાશિફળ જાણો, તા. 07 જૂન, રવિવાર અને અધિક જેઠ વદ સાતમનું રાશિફળ.

જાણો, તા. 07 જૂન, રવિવાર અને અધિક જેઠ વદ સાતમનું રાશિફળ.

સિંહ સહિત બે રાશિના જાતકોને ગણતરી-ધારણા પ્રમાણેનું કાર્ય થાય, ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાતના યોગ

મેષ (Aries: અ-લ-ઈ)

દેશ-વિદેશ, આયાત-નિકાસ તથા વેપાર સંબંધિત કાર્યોમાં સાનુકૂળતા મળશે. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુઓનો સહયોગ મળશે અને અટવાયેલા કાર્યોમાં પ્રગતિ જોવા મળશે.

શુભ રંગ: ગુલાબી
શુભ અંક: ૨-૬

વૃષભ (Taurus: બ-વ-ઉ)

દિવસની શરૂઆતથી જ વિવિધ કાર્યોમાં વ્યસ્તતા રહેશે. જમીન, મકાન અને વાહન સંબંધિત કાર્યોમાં આગળ વધવાની તક મળશે. આયોજનબદ્ધ રીતે કામ કરવાથી લાભ થશે.

શુભ રંગ: લાલ
શુભ અંક: ૬-૮

મિથુન (Gemini: ક-છ-ધ)

આકસ્મિક રીતે અનુકૂળ સંજોગો સર્જાતા અટવાયેલા કામોનો ઝડપથી ઉકેલ આવશે. સંતાન તરફથી સહકાર અને ખુશીના સમાચાર મળી શકે.

શુભ રંગ: લીલો
શુભ અંક: ૪-૧

કર્ક (Cancer: ડ-હ)

સરકારી, રાજકીય અથવા ખાતાકીય કાર્યોમાં કેટલીક અડચણો અનુભવાઈ શકે. અચાનક ખર્ચ અથવા ખરીદીના કારણે બજેટ પર ભાર આવી શકે છે.

શુભ રંગ: સફેદ
શુભ અંક: ૩-૮

સિંહ (Leo: મ-ટ)

આપની ગણતરી અને ધારણા મુજબ કાર્યો પૂર્ણ થતાં આત્મવિશ્વાસમાં વધારો થશે. લાંબા સમયથી ઈચ્છતા હો તેવી વ્યક્તિ સાથે મુલાકાત થવાના યોગ છે. દિવસ આનંદમય બની શકે.

શુભ રંગ: બ્લુ
શુભ અંક: ૨-૬

કન્યા (Virgo: પ-ઠ-ણ)

ધંધા અને વ્યવસાયમાં આવકના નવા અવસર મળી શકે છે. સામાજિક અને વ્યવહારિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે. લોકો સાથેના સંબંધો મજબૂત બનશે.

શુભ રંગ: મરૂન
શુભ અંક: ૫-૩

તુલા (Libra: ર-ત)

માન-સન્માન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા કાર્યો થશે. વિદેશ અથવા પરદેશ સંબંધિત કામોમાં પ્રગતિથી ખુશી મળશે.

શુભ રંગ: કેસરી
શુભ અંક: ૭-૮

વૃશ્ચિક (Scorpio: ન-ય)

કાર્યક્ષેત્રમાં કેટલીક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડી શકે છે. જમીન, મકાન અથવા વાહન સંબંધિત નિર્ણયોમાં ઉતાવળ ટાળવી. પરિવારની ચિંતા મનમાં રહી શકે.

શુભ રંગ: બ્રાઉન
શુભ અંક: ૬-૧

ધન (Sagittarius: ભ-ધ-ફ-ઢ)

લાંબા સમયથી અટવાયેલા અને વિલંબિત કાર્યોમાં ધીમે ધીમે પ્રગતિ થશે. આપની મીઠી વાણી અને સમજદારીથી લાભ મળશે.

શુભ રંગ: મોરપીંછ
શુભ અંક: ૮-૪

મકર (Capricorn: ખ-જ)

નોકરી કે વ્યવસાયની સાથે અન્ય જવાબદારીઓ પણ આવતાં કાર્યભાર વધી શકે છે. સમયનું યોગ્ય આયોજન કરવું જરૂરી રહેશે.

શુભ રંગ: જાંબલી
શુભ અંક: ૩-૯

કુંભ (Aquarius: ગ-શ-સ)

અગત્યના કામોમાં ઉકેલ મળતાં રાહત અનુભવશો. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે દિવસ અનુકૂળ છે. આત્મવિશ્વાસમાં વધારો થશે.

શુભ રંગ: બ્લુ
શુભ અંક: ૫-૨

મીન (Pisces: દ-ચ-ઝ-થ)

કામકાજમાં નાની-મોટી મુશ્કેલીઓ અથવા અવરોધોનો સામનો કરવો પડી શકે છે. મોસમી અને વાયરલ બીમારીઓથી સાવચેત રહેવું જરૂરી રહેશે.

શુભ રંગ: પીળો
શુભ અંક: ૩-૬

આજનો વિશેષ સંકેત

આજના દિવસે સિંહ અને કુંભ રાશિના જાતકો માટે ખાસ અનુકૂળ યોગ બની રહ્યા છે. અટવાયેલા કાર્યોમાં પ્રગતિ, મહત્વપૂર્ણ મુલાકાતો અને નિર્ણયો માટે દિવસ લાભદાયી બની શકે છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ