જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
આંતરરાષ્ટ્રીય ૧૦૮ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

આંતરરાષ્ટ્રીય 'પાકિસ્તાની કાશ્મીર' શબ્દપ્રયોગ સામે ભારતનો કડક વિરોધ, PoKને લઈને ન્યૂયોર્ક ટાઈમ્સને આડકતરી ટકોર

'પાકિસ્તાની કાશ્મીર' શબ્દપ્રયોગ સામે ભારતનો કડક વિરોધ, PoKને લઈને ન્યૂયોર્ક ટાઈમ્સને આડકતરી ટકોર

અમેરિકાના અગ્રણી અખબાર 'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ' (The New York Times) દ્વારા પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (PoK)નો ઉલ્લેખ "પાકિસ્તાની કાશ્મીર" તરીકે કરવામાં આવતા ભારતે આ મુદ્દે સખત વિરોધ નોંધાવ્યો છે. વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન જાહેર કરીને આ શબ્દપ્રયોગને ભ્રામક ગણાવ્યો અને ભારતનું સત્તાવાર વલણ ફરી સ્પષ્ટ કર્યું છે.

ભારતીય દૂતાવાસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, "કોઈ 'પાકિસ્તાની કાશ્મીર' નથી. તે માત્ર પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજો કરાયેલું કાશ્મીર (PoK) છે." દૂતાવાસે ભારપૂર્વક કહ્યું કે મીડિયા અહેવાલોમાં આવા શબ્દપ્રયોગો વાસ્તવિક સ્થિતિને ખોટી રીતે રજૂ કરે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગેરસમજ ઊભી કરી શકે છે.

ભારતે વધુમાં સ્પષ્ટ કર્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો પહેલા પણ, આજે પણ અને હંમેશા ભારતના અવિભાજ્ય અને અભિન્ન ભાગ રહ્યા છે. ભારતનું લાંબા સમયથી એકસરખું વલણ રહ્યું છે કે પાકિસ્તાનના કબ્જા હેઠળનો વિસ્તાર ભારતનો જ ભાગ છે, જેના પર પાકિસ્તાને ગેરકાયદેસર કબજો જમાવ્યો છે.

ભારતીય દૂતાવાસે પોતાના નિવેદનમાં પાકિસ્તાન પર પણ નિશાન સાધતાં જણાવ્યું કે ગેરકાયદે કબજાવાળા વિસ્તારોમાં સ્થાનિક લોકોના અધિકારો અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ભારતે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ પોતાનું સત્તાવાર વલણ દોહરાવ્યું છે કે PoK ભારતનો અભિન્ન હિસ્સો છે.

આ ઘટનાએ ફરી એકવાર કાશ્મીર મુદ્દે ભારતના સ્પષ્ટ અને મક્કમ રાજદ્વારી વલણને ઉજાગર કર્યું છે. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે દેશની સાર્વભૌમતા અને પ્રાદેશિક અખંડિતતા અંગે કોઈપણ પ્રકારનો ભ્રામક ઉલ્લેખ સ્વીકાર્ય નથી અને આવા મુદ્દાઓ પર યોગ્ય શબ્દપ્રયોગ જ થવો જોઈએ.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ