જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૯૭ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

ક્રાઇમ દેવભૂમિ દ્વારકામાં જુગારધામો પર પોલીસનો સપાટોઃ એક જ દિવસમાં 11 કેસ, 39 આરોપીઓ સામે કાર્યવાહી

દેવભૂમિ દ્વારકામાં જુગારધામો પર પોલીસનો સપાટોઃ એક જ દિવસમાં 11 કેસ, 39 આરોપીઓ સામે કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. 21 ઓગસ્ટના રોજ એક જ દિવસમાં જિલ્લામાં જુગારના કુલ 11 કેસ નોંધાયા હતા અને આ કેસોમાં કુલ 39 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.

પોલીસે જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી તીનપત્તી, એકી-બેકી અને વર્લી મટકા સહિતની જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરી હતી.

કયા તાલુકામાં કેટલા કેસ?

પોલીસ કાર્યવાહી મુજબ કલ્યાણપુરમાં 2, મીઠાપુરમાં 1, ભાણવડમાં 4, ખંભાળિયામાં 2 અને દ્વારકામાં 2 કેસ નોંધાયા હતા.

આ કાર્યવાહી દરમિયાન જુગાર રમતા લોકો પાસેથી ગંજીપતાના પત્તા, રોકડ રકમ, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

₹1.35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

તમામ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ₹1,35,190નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

ખાસ કરીને દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા એક કેસમાં 7 આરોપીઓ પાસેથી ₹80,500 રોકડ, 3 મોબાઇલ ફોન અને અન્ય સામાન મળી કુલ ₹91,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત,

  • કલ્યાણપુર: ₹27,200
  • મીઠાપુર: ₹5,920
  • ભાણવડ: ₹3,800, ₹210, ₹630 અને ₹1,500ની રોકડ

સહિતનો મુદ્દામાલ વિવિધ કેસોમાં જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.

જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક જ દિવસમાં 11 કેસ નોંધાતા પોલીસે જુગાર રમતા અને રમાડતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો સંદેશ આપ્યો છે.

પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ