જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં નવનિયુક્ત શાસનાધિકારી ડૉ. બીનાબેન દવેનું સ્વાગત. | શારદીય નવરાત્રીના આઠમા નોરતે મા મહાગૌરીની આરાધના માતાની ઉપાસનાથી સુખ, શાંતિ, પવિત્રતા અને સદાચારની પ્રેરણા. | જામનગરમાં ગેરકાયદેસર ફટાકડાના જથ્થા પર SOGનો દરોડો. | જામનગરમાં નવરાત્રીને લઈ પોલીસ એક્શનમાં. | 18 ઓક્ટોબર, રવિવારનું રાશિફળ. | રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૭૪ વાર જોવાયેલ • 3 મહિના પેહલા

મારું શહેર ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં પોલીસ ચોકીની માંગ ઉગ્ર બની, રહિશોએ DYSPને આવેદનપત્ર પાઠવ્યું.

ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં પોલીસ ચોકીની માંગ ઉગ્ર બની, રહિશોએ DYSPને આવેદનપત્ર પાઠવ્યું.

તા. 17 જૂન, 2026ની રાત્રે ગોકુલનગર જકાતનાકા સર્કલ વિસ્તારમાં બનેલી ગંભીર ગેંગવોર અને હથિયારો સાથેની જૂથ અથડામણની ઘટનાએ સ્થાનિક રહિશોમાં ભય અને અસુરક્ષાની લાગણી પેદા કરી છે. ઘટનાના અનુસંધાને વિસ્તારના રહિશોએ એકજૂટ થઈ ડી.વાય.એસ.પી.ને આવેદનપત્ર પાઠવી ગોકુલનગર જકાતનાકા સર્કલ ખાતે કાયમી પોલીસ ચોકી સ્થાપવાની માંગણી કરી છે.

રહિશોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ખાસ કરીને મોડી રાત્રે બાઈકર્સ ગેંગ દ્વારા બેફામ રેસિંગ, હુલ્લડબાજી અને જાહેર માર્ગો પર ત્રાસ ફેલાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, જકાતનાકા સર્કલ અને આસપાસના વિસ્તારોમાં નશાખોર તત્વો દ્વારા રાત્રિના સમયે અડીંગા જમાવવામાં આવતા હોવાના કારણે મહિલાઓ, વૃદ્ધો અને સામાન્ય નાગરિકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સ્થાનિકોના મતે, તાજેતરમાં બનેલી ગેંગવોરની ઘટનાએ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આવી ઘટનાઓની પુનરાવૃત્તિ અટકાવવા માટે પોલીસની સતત હાજરી જરૂરી બની હોવાનું તેમણે જણાવ્યું હતું.

રહિશોએ પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે કે ગોકુલનગર જકાતનાકા સર્કલ જેવા વ્યસ્ત અને સંવેદનશીલ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પોલીસ ચોકી શરૂ કરવામાં આવે, રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે તેમજ બાઈકર્સ ગેંગ અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે પોલીસ ચોકી શરૂ થવાથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાશે, ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે અને રહિશોમાં સુરક્ષાની લાગણી મજબૂત બનશે.

હાલ આ રજૂઆતને લઈને પોલીસ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી અને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ