જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯૦ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર કેશોદના કેવદ્રા ગામેથી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સ ઝડપાયા.

કેશોદના કેવદ્રા ગામેથી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સ ઝડપાયા.

કેશોદના કેવદ્રા ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે કેશોદ પોલીસે કાર્યવાહી કરી છ શખ્સોને ઝડપી પાડ્યા છે. કેશોદ પોલીસ વિભાગના ઈન્ચાર્જ ડીવાયએસપી હિતેશ ધાધલીયાની સૂચના અને કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ જુગાર તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું.

આ દરમિયાન એએસઆઈ પી.એમ. બાબરીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ બાબરીયા તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ પરમાર, ભરતસિંહ સિસોદિયા, સુરેશભાઈ ભંભાણા અને વિમલભાઈ ડોબરીયા પેટ્રોલિંગમાં હતા. પોલીસને કેવદ્રા ગામે પ્રવિણભાઈ ખાણીયાના મકાનના ખુલ્લા ફળીયામાં કેટલાક શખ્સો રૂપિયા-પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો.

 

પોલીસને જોઈ જુગાર રમતા શખ્સોએ નાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને ઝડપી લીધા હતા. પંચોની હાજરીમાં પૂછપરછ કરતાં રમેશભાઈ દેવશીભાઈ મકવાણા (ઉં.વ. ૪૩), ભીખાભાઈ હમીરભાઈ ખાણીયા (ઉં.વ. ૬૩), દિલીપકુમાર કાનજીભાઈ ખાણીયા (ઉં.વ. ૩૪), રમેશભાઈ વિરજીભાઈ ખાણીયા (ઉં.વ. ૩૫), સુરેશભાઈ જમનભાઈ ખાણીયા (ઉં.વ. ૩૬) અને ભગવાનજીભાઈ જીવણભાઈ ખાણીયા (ઉં.વ. ૪૯), તમામ રહે. કેવદ્રા, હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામને રૂપિયા ૪,૧૪૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

આ મામલે કેશોદ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી એએસઆઈ પી.એમ. બાબરીયા દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસે પંચોની હાજરીમાં પકડાયેલા શખ્સોની અંગજડતી લેતા તેમની પાસેથી મોબાઈલ ફોન કે અન્ય કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ બાબતને લઈને સ્થાનિક સ્તરે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

રિપોર્ટર શોભના બાલાષ

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ