જાહેરાત
તાજા સમાચાર
મોંઘવારી વચ્ચે રેશનકાર્ડ ધારકોને મોટો ઝટકો: હવે 3 કિલોના બદલે માત્ર 1 કિલો ચોખા. | આજથી અમદાવાદમાં ચાર દિવસ રિક્ષા-ટેક્સી હડતાળ: લાખો મુસાફરો મુશ્કેલીમાં... | ધ્રોલ પોલીસની કાર્યવાહી: ભારતમાલા હાઇવે પરના જનરેટર ચોરી કેસમાં પાંચ આરોપીઓ ઝડપાયા. | 7 સપ્ટેમ્બર : આજનો ઈતિહાસ | આજનું રાશિફળ – તા. 07 સપ્ટેમ્બર 2026, સોમવાર (શ્રાવણ વદ અગિયારસ) | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૨ : સાંખ્ય યોગ શ્લોક ૨૫ | મોંઘવારીનો વધુ એક માર: ગુજરાત ગેસે ઘરેલુ PNGના ભાવમાં પ્રતિ SCM રૂ. 6.53નો વધારો કર્યો, લાખો પરિવારોનું બજેટ ખોરવાશે. | MSME ઉદ્યોગકારોને ગુજરાત સરકારની મોટી ભેટ: GIDC મિલકત ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% રાહત. | ગોંડલમાં જન્માષ્ટમી પર્વે 44 વર્ષથી અવિરત પરંપરા: હિંદુ-મુસ્લિમ એકતાના સંદેશ સાથે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય ઝાંખીઓનું આયોજન. | ફેક 'કેનેડિયન યુવતી'ના પ્રેમજાળમાં ફસાયો અમદાવાદનો વેપારી, રૂ.1.10 કરોડની સાયબર ઠગાઈનો ભોગ. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૨૬ વાર જોવાયેલ 49 મિનિટ પેહલા

ક્રાઇમ ધ્રોલ પોલીસની કાર્યવાહી: ભારતમાલા હાઇવે પરના જનરેટર ચોરી કેસમાં પાંચ આરોપીઓ ઝડપાયા.

ધ્રોલ પોલીસની કાર્યવાહી: ભારતમાલા હાઇવે પરના જનરેટર ચોરી કેસમાં પાંચ આરોપીઓ ઝડપાયા.

ધ્રોલ-જોડિયા રોડ પર નિર્માણાધીન ભારતમાલા હાઇવે પ્રોજેક્ટમાં RCC રોડ બનાવવાના મશીનમાંથી જનરેટરની થયેલી ચોરીના ગુનાનો ધ્રોલ પોલીસે ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો કુલ રૂ. 7.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જનરેટરની ચોરી અંગે નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પાંચેય આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને ચોરીના આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેમજ મુદ્દામાલના સ્ત્રોત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રોલ પોલીસની આ સફળ કામગીરીથી ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કિંમતી સાધનસામગ્રીની ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો છે અને રૂ. 7,41,000નો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ