જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૦૬ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

મારું શહેર જામનગર કોર્ટ પરિસરમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.

જામનગર કોર્ટ પરિસરમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.

પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સહિત જ્યુડિશિયલ અધિકારીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી

જામનગર કોર્ટ પરિસરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. જામનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એન. આર. જોશી તથા તમામ જ્યુડિશિયલ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

 

આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં જામનગર વકીલ મંડળના હોદ્દેદારો અને સભ્યો તેમજ કોર્ટના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધ્વજ વંદન બાદ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એન. આર. જોશીએ ઉપસ્થિત તમામ જ્યુડિશિયલ અધિકારીઓ, વકીલ મંડળના સભ્યો અને કર્મચારીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

 

સમગ્ર કોર્ટ પરિસર દેશભક્તિના માહોલથી ગુંજી ઊઠ્યું હતું અને રાષ્ટ્રપ્રેમ તથા બંધારણીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ