જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૩૧ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

મારું શહેર ધ્રોલમાં ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો: શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણ સાથે જોડવાનો સંકલ્પ.

ધ્રોલમાં ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો: શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણ સાથે જોડવાનો સંકલ્પ.

ધ્રોલ ખાતે પ્રભારી મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે પ્રભારી મંત્રી શ્રી અર્જૂનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શાળા છોડી ગયેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવાનો અને તેમના શૈક્ષણિક ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવાનો રહ્યો હતો.

કાર્યક્રમને સંબોધતા પ્રભારી મંત્રી શ્રી અર્જૂનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, શાળા છોડી ગયેલા બાળકો શાળામાં પુનઃપ્રવેશ મેળવે તે માટે સરકારની સાથે સમાજના દરેક વર્ગનો સહિયારો પ્રયાસ જરૂરી છે. કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે તે માટે સૌએ સાથે મળીને કામગીરી કરવી જોઈએ.

 

આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે શાળામાં પુનઃપ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોને ફરી શાળાના પરિસરમાં આવકારવામાં આવતા તેમના ચહેરા પર આનંદ જોવા મળ્યો હતો.

 

 

કાર્યક્રમ દરમિયાન બાળકોને શાળામાં પુનઃ જોડવાની દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ તેમજ વિવિધ સંસ્થાઓનું પ્રભારી મંત્રી શ્રી અર્જૂનભાઈ મોઢવાડિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

‘સમરસ વિદ્યા સેતુ’ જેવી પહેલનો હેતુ માત્ર શાળામાં બાળકોનો પુનઃપ્રવેશ કરાવવાનો જ નહીં, પરંતુ તેઓ નિયમિત રીતે શિક્ષણ મેળવે, અભ્યાસમાં આગળ વધે અને ભવિષ્યમાં આત્મનિર્ભર બને તે માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો પણ છે.

કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, કર્મચારીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણથી દૂર થયેલા બાળકોને ફરી શાળાના પ્રવાહમાં લાવવાની કામગીરીને વધુ વેગ આપવાનો સંકલ્પ પણ આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ