જાહેરાત
તાજા સમાચાર
ભાણવડના વિજયપુર સીમમાં જુગારધામ પર એલસીબીનો દરોડો, 7 શખ્સ ઝડપાયા. | સૌરાષ્ટ્રમાં જળસંકટની ભીતિ ઘેરી: 85માંથી 45 ડેમોમાં માત્ર 2થી 20 ટકા પાણી. | ખેડૂત પુત્ર ડૉ. દેવેન્દ્ર કાલરીયાનો અનોખો સંકલ્પ: દાંતની સારવાર બાદ હવે ધરતીની સારવાર. | શ્રાવણમાં સોમનાથ તીર્થે ભક્તોનો નવો કીર્તિમાન, 22.61 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા મહાદેવના દર્શન. | બદલાતી દુનિયાને જૂની સંસ્થાઓથી નહીં ચલાવી શકાય, સુધારા જરૂરી: PM મોદી. | ISROનો ચક્રવાતી અંદાજ: 2026ના અંતિમ ત્રણ મહિનામાં વાવાઝોડાની શક્તિ સરેરાશ કરતાં 83% વધુ રહેવાની શક્યતા. | ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી, રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર. | શહેરા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ મહોત્સવ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. | ગાંધીનગરમાં વિકાસનો ઉત્સવ: એક જ દિવસમાં રૂ.1,848 કરોડના વિકાસકાર્યોની ભેટ. | PM-કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા વાર્ષિક e-KYC ફરજિયાત. |
પાછા મુખ્ય સમાચાર પર
એજ્યુકેશન ૮૬ વાર જોવાયેલ એક મહિનો પેહલા

એજ્યુકેશન જામનગરની ભવન્સ શ્રી એચ. જે. દોશી કોલેજ ખાતે આંતર કોલેજ ચેસ સ્પર્ધાનું આયોજન

જામનગરની ભવન્સ શ્રી એચ. જે. દોશી કોલેજ ખાતે આંતર કોલેજ ચેસ સ્પર્ધાનું આયોજન

જામનગરની ભવન્સ શ્રી એચ. જે. દોશી કોલેજ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2026ની આંતર કોલેજ ચેસ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2026ના સ્પોર્ટ્સ કેલેન્ડરની પ્રથમ ટુર્નામેન્ટ તરીકે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે 61 કોલેજોના 150થી વધુ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન ચેસની રોમાંચક અને બુદ્ધિપ્રધાન મેચોએ ખેલાડીઓ તેમજ ઉપસ્થિત મહેમાનોમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું.

આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને આગામી દિવસોમાં રાજસ્થાન ખાતે યોજાનારી વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ચેસ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. બહેનો અને ભાઈઓના વિભાગમાંથી કુલ પ્રથમ છ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જે હવે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પોતાની પ્રતિભા દર્શાવશે.

સ્પર્ધાના પરિણામોમાં બહેનોના વિભાગમાં પરમાર મહિમા (હરિવંદના કોલેજ, રાજકોટ) ચેમ્પિયન બન્યા હતા, જ્યારે સંઘવી ખુશી (ભવન્સ શ્રી એચ. જે. દોશી કોલેજ, જામનગર) રનર-અપ રહ્યા હતા. ભાઈઓના વિભાગમાં કાચા અક્ષિત (ડેન્ટલ કોલેજ, જામનગર)એ ચેમ્પિયનશિપ જીતી હતી, જ્યારે ચૌહાણ જય (એચ. એન. શુક્લ કોલેજ, રાજકોટ) રનર-અપ બન્યા હતા. તમામ વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને અભિનંદન પાઠવતાં રમતગમત સાથે શિક્ષણમાં પણ શ્રેષ્ઠતા હાંસલ કરવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબા, ભારતીય વિદ્યાભવનના ટ્રેઝરર અને ટ્રસ્ટી શ્રી રજનીકાંત પ્રગડા, એ.કે. દોશી મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ચેતનાબેન ભેંસદડિયા, એ.કે. દોશી વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રીમતી ભારતીબેન વાઢેર, ડી.કે.વી. કોલેજના પ્રિન્સિપાલ શ્રી પરેશભાઈ બાણુંગરિયા, ગવર્મેન્ટ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી સોલાણી સાહેબ, હરિયા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ચિંતનભાઈ વોરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર ચેસ સ્પર્ધાનું સફળ આયોજન અને સંચાલન ભવન્સ શ્રી એચ. જે. દોશી કોલેજના પ્રિન્સિપાલ તથા શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ. તોસીફખાન પઠાણના માર્ગદર્શન હેઠળ કોલેજની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજનની સુવ્યવસ્થિત કામગીરી અને ખેલાડીઓને આપવામાં આવેલી સુવિધાઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ ઉપસ્થિત મહેમાનોએ આયોજક ટીમની પ્રશંસા કરી હતી. આ સ્પર્ધાએ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધારવાની સાથે સૌરાષ્ટ્રમાં ચેસ જેવી બુદ્ધિપ્રધાન રમતને વધુ પ્રોત્સાહન આપ્યું છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ