જાહેરાત
તાજા સમાચાર
ગુજરાતમાં 68 લાખથી વધુ મતદારોના નામ હટાવાયા બાદ હવે ફરી ચકાસણીની કવાયત. | ભાણવડની દ્વારકાધીશ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા. | વર્ષો પહેલા પરણેલા દંપતી પણ હવે મેરેજ સર્ટિફિકેટની લાઈનમાં, ગુજરાતમાં કેમ વધી અરજીઓ? | સૂરજકરાડી ખાતે ધારાસભ્ય પબુભા માણેકે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. | ભાણવડ અને પોરબંદરના પ્રોહીબીશન ગુનામાં 5 માસથી નાસતા આરોપીની ધરપકડ. | જામનગરમાં વાહનચોરી ગેંગનો પર્દાફાશ, 8 મોટરસાયકલ સાથે એક આરોપી ઝડપાયો. | એશિયન ગેમ્સમાં ભારતનો ‘ગોલ્ડન પંચ’, મલેશિયાને 5-1થી હરાવી ગોલ્ડ મેડલ. | અમદાવાદમાં સાયબર ઠગાઈના ત્રણ બનાવોથી ચકચાર, કુલ ₹31.77 લાખની છેતરપિંડી. | ગાંધી જયંતી નિમિત્તે જામનગર જિલ્લામાં ‘સેવા સંકલ્પ’ હેઠળ વ્યાપક સ્વચ્છતા ઝુંબેશ. | નંદ વિદ્યાનિકેતન નજીક શ્રીજી શિપિંગ ગ્લોબલમાં માથાકૂટ, શખ્સ પર હુમલો. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૨૦૪ વાર જોવાયેલ • 3 મહિના પેહલા

ક્રાઇમ જામજોધપુરના સોનવડીયા ગામે સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણીનો ગંભીર કિસ્સો, આરોપી સામે પોક્સો હેઠળ ગુનો

જામજોધપુરના સોનવડીયા ગામે સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણીનો ગંભીર કિસ્સો, આરોપી સામે પોક્સો હેઠળ ગુનો

જામનગર: જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામમાં 15 વર્ષના સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણી અને ધમકી આપ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સોનવડીયા ગામની ઇન્દિરા સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમનો 15 વર્ષીય પુત્ર શાળામાં અભ્યાસ કરે છે અને ગામમાં દૈનિક કામકાજ માટે આવન-જાવન કરતો હતો. દરમિયાન ગામમાં રહેતા રાણાભાઈ નૈયાભાઈ રાડા (રબારી) નામના શખ્સે અગાઉ આપેલા રૂ.20ના બહાને સગીર પાસે રૂ.3,000ની માંગણી શરૂ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, સગીરે રૂપિયા આપવાની અસમર્થતા દર્શાવતા આરોપીએ તેના પર અયોગ્ય દબાણ ઉભું કરી અશ્લીલ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની માંગણી કરી હતી. સગીરે તેનો વિરોધ કરતાં આરોપીએ તેને તેમજ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઘટનાથી સગીર અને તેનો પરિવાર ભયભીત થઈ ગયો હતો. અંતે પરિવારજનોએ સમગ્ર મામલે જામજોધપુર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપી રાણાભાઈ નૈયાભાઈ રાડા સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 308(4), 351(3) તેમજ પોક્સો અધિનિયમની કલમ 12 અને 18 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણ ચલાવી રહ્યા છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ સહિત અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સગીરો સાથેના આવા ગુનાઓને લઈને કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે અને પોક્સો અધિનિયમ હેઠળ આવા કેસોની સંવેદનશીલતાથી તપાસ કરવામાં આવે છે. સ્થાનિક સ્તરે આ બનાવને લઈને ભારે ચર્ચા જાગી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ