જાહેરાત
તાજા સમાચાર
શેરબજારમાં મંદીનો માહોલ: સેન્સેક્સ 250 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 81 પોઈન્ટ ઘટ્યો; IT, FMCG અને મીડિયા શેરોમાં ભારે વેચવાલી. | ગુજરાત એસટી કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, હવે 58 ટકા DA સાથે એરિયર્સનો પણ લાભ. | ફરી ગુજરાતના પ્રવાસે આવશે વડાપ્રધાન મોદી, સાણંદમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટનું કરશે લોકાર્પણ | જનરલ ધીરજ સેઠે સંભાળ્યો ભારતીય સેનાના નવા આર્મી ચીફનો કાર્યભાર, સમૃદ્ધ લશ્કરી અનુભવ સાથે નવી જવાબદારીની શરૂઆત | દીકરી સાથે વાતચીત અને અભ્યાસમાં મદદ કરવાનો મુદ્દો બન્યો વિવાદનું કારણ, જામનગરમાં યુવક પર માતા સહિત ત્રણ શખ્સ સામે હુમલાનો ગુનો નોંધાયો. | ધોરાજીમાં મહિલાના ઘર સુધી પહોંચી પાંચ શખ્સોનો જીવલેણ હુમલો, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના... | આસારામને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો: મેડિકલ જામીનની અરજી ફગાવી, કોઈ વચગાળાની રાહત નહીં | "ઓખા નગરપાલિકાની ઘોર બેદરકારી" : સુરજકરાડી-આરંભડામાં 8થી 10 દિવસે પાણી, ઉનાળામાં પાણી માટે લોકો પરેશાન; નિયમિત વિતરણની ઉગ્ર માંગ. | ગાંધીનગરમાં ₹127 કરોડના ખર્ચે IITEનું અદ્યતન કેમ્પસ સાકાર થશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન ભવન અને હોસ્ટેલનું ભૂમિપૂજન કર્યું. | હારીજમાં ઝાપટપુરા વિસ્તારના નામને લઈને વિવાદ: ઓનલાઈન દસ્તાવેજોમાં ‘ઇસ્લામપુરા’ દર્શાવાતા વિરોધ, મામલતદારને આવેદનપત્ર. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૪૩ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર જામખંભાળિયા એસટી ડેપોમાં એટીઆઈ ડોલરભાઈ દવે અને કંડકટર મનસુખભાઈ સોનગરાનો ભવ્ય નિવૃત્તિ સમારંભ યોજાયો.

જામખંભાળિયા એસટી ડેપોમાં એટીઆઈ ડોલરભાઈ દવે અને કંડકટર મનસુખભાઈ સોનગરાનો ભવ્ય નિવૃત્તિ સમારંભ યોજાયો.

જામખંભાળિયા એસટી ડેપો ખાતે આજે લાંબી અને નિષ્ઠાપૂર્વકની સરકારી સેવા પૂર્ણ કરનાર એટીઆઈ શ્રી ડોલરભાઈ દવે તથા કંડકટર શ્રી મનસુખભાઈ સોનગરાના સન્માનમાં ભવ્ય નિવૃત્તિ સમારંભનું આયોજન, લાગણીસભર વાતાવરણ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારી આગેવાનો, સહકર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહી નિવૃત્ત કર્મચારીઓને ભાવભીની વિદાય પાઠવી, 

કાર્યક્રમમાં વિભાગીય પરિવહન અધિકારી શ્રી ઈશરાણી સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત, તેમની સાથે જામખંભાળિયા ડેપોના ડેપો મેનેજર શ્રી ઠુંમર સાહેબ, દ્વારકા ડેપોના ડેપો મેનેજર શ્રી મિલનભાઈ રાઠોડ સહિત એસટી વિભાગના અનેક અધિકારીઓ હાજર, મહાનુભાવોએ નિવૃત્ત થતા બંને કર્મચારીઓની વર્ષો સુધીની નિષ્ઠાવાન, પ્રામાણિક અને જવાબદારીસભર સેવાઓને બિરદાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી,

જામનગર વિભાગ એસટી મજૂર સંઘના મહામંત્રી શ્રી ભીમશીભાઈ ચાવડા, સહમંત્રી શ્રી હિતેશભાઈ ગઢવી, શ્રી દેવદાનભાઈ ગઢવી, શ્રી અરજણભાઈ ગાગીયા, શ્રી મનોજ ચોપડા, શ્રી પી.એમ. પરમાર, શ્રી દીપેશ સોનગરા, શ્રી જાદવજી સોનગરા, શ્રી દયાળજીભાઈ જાદવ, શ્રી ભાવેશભાઈ બારોટ સહિત મજૂર સંઘના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી નિવૃત્ત કર્મચારીઓના કાર્યકાળને યાદગાર ગણાવ્યો. વક્તાઓએ જણાવ્યું કે સરકારી સેવામાં પ્રામાણિકતા, સમયપાલન અને ફરજનિષ્ઠા એ જ સાચી મૂડી ગણાય અને બંને કર્મચારીઓએ પોતાના સમગ્ર સેવાકાળ દરમિયાન આ મૂલ્યોનું ઉત્તમ ઉદાહરણ...

 

સમારંભ દરમિયાન નિવૃત્ત થતા શ્રી ડોલરભાઈ દવે અને શ્રી મનસુખભાઈ સોનગરાનું શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ સ્મૃતિચિહ્ન ભેટ આપી સન્માન કરવામાં આવ્યું, ઉપસ્થિત મહાનુભાવોએ તેમના સેવાકાળના સંસ્મરણો વાગોળ્યા અને તેમના કાર્યપ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી, નિવૃત્ત કર્મચારીઓએ પણ સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે એસટી પરિવાર તરફથી મળેલો પ્રેમ અને સહયોગ જીવનભર યાદગાર બની રહેશે,

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એસટી કર્મચારીઓ, કાર્યકર્તાઓ, મિત્રો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા, સૌએ નિવૃત્ત બંને કર્મચારીઓને સ્વસ્થ, સુખમય અને દીર્ઘાયુષ્યભર્યા નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી. સમગ્ર કાર્યક્રમ લાગણીસભર અને સન્માનપૂર્ણ વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન બન્યો....

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ