જાહેરાત
તાજા સમાચાર
જામજોધપુરના મેઘપર આંબરડીમાં રૂ. 42.38 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ટ્રક-બોલેરો સહિતનો મુદ્દામાલ કબજે. | ગુજરાતમાં મેઘમહેર: રાજ્યના 207 જળાશયોમાં 54%થી વધુ જળસંગ્રહ, 13 ડેમ છલકાયા; 21 ડેમ હાઈ એલર્ટ પર. | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી 'ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી-2026', શિપબિલ્ડિંગ ક્ષેત્રે ગુજરાતને મળશે નવી ઓળખ. | સંસદ માર્ચમાં વિદ્યાર્થી પર પેલેટ ગન ચલાવનાર RAF જવાનની ઓળખ, 7 રાઉન્ડ ફાયરિંગનો ખુલાસો. | કોમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઈ ચાનૂનો ગોલ્ડન કમાલ: સતત ત્રીજી વખત જીત્યો સ્વર્ણ, સ્નેચમાં બનાવ્યો નવો ગેમ્સ રેકોર્ડ. | ગુજરાતના 13 રમતવીરો ડોપ ટેસ્ટમાં પોઝિટિવ: પ્રતિબંધિત દવાઓના ઉપયોગથી રમતજગતમાં ચિંતા, શરીર અને કારકિર્દી બંને જોખમમાં. | ભાટીયા ગામે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે પાંચમો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે. | જામનગરમાં લાખોટા તળાવ વિસ્તારની ભૂગર્ભ ગટરની સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર હરકતમાં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્થળ પર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું. | શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 500થી વધુ પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,950ને પાર; IT અને FMCG શેરોમાં ભારે ખરીદી. | ભાણવડના ઘુમલી ગામે 100થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ, દુબઈ સ્થિત મહિલા દાતાની સેવાભાવનાને બિરદાવાઈ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૮ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું ગુજરાત ગુજરાતમાં મેઘમહેર: રાજ્યના 207 જળાશયોમાં 54%થી વધુ જળસંગ્રહ, 13 ડેમ છલકાયા; 21 ડેમ હાઈ એલર્ટ પર.

ગુજરાતમાં મેઘમહેર: રાજ્યના 207 જળાશયોમાં 54%થી વધુ જળસંગ્રહ, 13 ડેમ છલકાયા; 21 ડેમ હાઈ એલર્ટ પર.

રાજ્યભરમાં ચાલુ ચોમાસા દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદને કારણે ગુજરાતના જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. જળસંપત્તિ વિભાગના 27 જુલાઈ 2026 સવારે 8 વાગ્યાના અહેવાલ મુજબ રાજ્યના કુલ 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. હાલ 13 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે 21 ડેમને 'હાઈ એલર્ટ' પર રાખવામાં આવ્યા છે.

સરદાર સરોવર 69.25 ટકા ભરાયો

રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 2,31,342 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 69.25 ટકા જેટલો છે. હાલમાં ડેમમાં 3,232 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જળસંગ્રહ થોડો ઓછો છે. ગત વર્ષે આજના દિવસે રાજ્યના 207 જળાશયોમાં 61 ટકાથી વધુ પાણીનો સંગ્રહ નોંધાયો હતો.

206 અન્ય જળાશયોમાં 45.41 ટકા પાણી

નર્મદા ડેમ સિવાય રાજ્યના 206 મુખ્ય જળાશયોમાં કુલ 2,53,336 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 45.41 ટકા બરાબર છે.

જળાશયોની સ્થિતિ મુજબ:

  • 13 જળાશયો 100 ટકા ભરાયેલા
  • 26 જળાશયો 90થી 100 ટકા વચ્ચે
  • 28 જળાશયો 50થી 70 ટકા
  • 55 જળાશયો 25થી 50 ટકા
  • 84 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયેલા

તંત્ર દ્વારા 5 જળાશયો એલર્ટ અને 13 જળાશયો વોર્નિંગ પર પણ જાહેર કરવામાં આવ્યા છે.

દમણગંગામાં સૌથી વધુ પાણીની આવક

દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં સૌથી વધુ 27,412 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે ત્યાંથી 37 હજારથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત ઉકાઈ ડેમમાં 11,689 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સરદાર સરોવર, દમણગંગા, ઉકાઈ, કરજણ, ધોડાધ્રોઈ, વણાકબોરી, કડાણા, કેલિયા અને જુજ સહિત કુલ 9 જળાશયોમાં 1,200થી 27 હજાર ક્યુસેક સુધીની પાણીની આવક નોંધાઈ રહી છે.

પ્રદેશવાર જળસંગ્રહની સ્થિતિ

રાજ્યના વિવિધ વિસ્તારોમાં જળસંગ્રહની સ્થિતિ આ પ્રમાણે છે:

  • મધ્ય ગુજરાત: 17 જળાશયોમાં 50 ટકાથી વધુ જળસંગ્રહ
  • સૌરાષ્ટ્ર: 141 જળાશયોમાં 47 ટકાથી વધુ
  • દક્ષિણ ગુજરાત: 13 જળાશયોમાં 45 ટકા
  • ઉત્તર ગુજરાત: 15 જળાશયોમાં 39 ટકાથી વધુ
  • કચ્છ: 20 જળાશયોમાં 25 ટકા, જે રાજ્યમાં સૌથી ઓછો જળસંગ્રહ છે.

રાજ્યમાં સતત વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક વધી રહી છે. અનેક ડેમો હાઈ એલર્ટ પર હોવાથી જળસંપત્તિ વિભાગ દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ