જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં સીટી-બી ડિવિઝન પોલીસની વાહન ચેકિંગ કામગીરી, ૯ વાહનો ડિટેઇન. | ગુજરાત વિદ્યાપીઠનો ૭૨મો પદવીદાન સમારોહ ૨૭ ઓગસ્ટે યોજાશે. | દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર. | સોમનાથમાં શિવભક્તિનો રંગ છવાયો, પાલખી યાત્રામાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર | કેશોદના કેવદ્રા ગામેથી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સ ઝડપાયા. | અમેરિકાના બફેલો એરપોર્ટ પર જેટ ફ્યુઅલ ખૂટ્યું, વિમાનો અટવાયા; NOTAM જાહેર. | જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદન. | ભારત-પાકિસ્તાન સરહદ બંધ છતાં લગ્નસંબંધો યથાવત્, 150થી વધુ પાકિસ્તાની દુલ્હનો હવાઈ માર્ગે ભારત આવી | શેરબજારમાં જોરદાર રિકવરી: સેન્સેક્સ ૨૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો. | ભાણવડ પંથકમાં એક જ રાતમાં પાંચ અજગરનું રેસ્ક્યુ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૮૮ વાર જોવાયેલ એક મહિનો પેહલા

મારું શહેર ચારીની વિક્રમ સાર્વજનિક હાઈસ્કૂલમાં એમજીવીસીએલનો વીજ સલામતી અને ઊર્જા સંરક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમ, વિદ્યાર્થીઓને સુરક્ષિત વીજ વપરાશનું માર્ગદર્શન.

ચારીની વિક્રમ સાર્વજનિક હાઈસ્કૂલમાં એમજીવીસીએલનો વીજ સલામતી અને ઊર્જા સંરક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમ, વિદ્યાર્થીઓને સુરક્ષિત વીજ વપરાશનું માર્ગદર્શન.

શહેરા: મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (એમજીવીસીએલ)ની શહેરા પેટા વિભાગીય કચેરી-2 દ્વારા ચારી ગામ સ્થિત વિક્રમ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં વીજ સલામતી, ઊર્જા સંરક્ષણ અને જવાબદાર વીજ વપરાશ અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વીજળીનો સુરક્ષિત ઉપયોગ, વીજ અકસ્માતોથી બચવાના ઉપાયો તેમજ ઊર્જા બચત અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન એમજીવીસીએલના અધિકારીઓએ દૈનિક જીવનમાં વીજળીનો સલામત ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે સરળ અને રસપ્રદ ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે તૂટેલા અથવા લટકતા વીજ તારોથી હંમેશા સુરક્ષિત અંતર જાળવવું, ભીના હાથથી કોઈપણ વીજ ઉપકરણને સ્પર્શ ન કરવો, વીજ પોલ અથવા ટ્રાન્સફોર્મર નજીક રમવું નહીં તેમજ કોઈપણ પ્રકારની જોખમી વીજ પરિસ્થિતિ જોવા મળે તો તાત્કાલિક એમજીવીસીએલને જાણ કરવી જોઈએ. અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા સરળ નિયમોનું પાલન કરીને અનેક વીજ અકસ્માતો અટકાવી શકાય છે.

કાર્યક્રમમાં વીજ ચોરીના સામાજિક અને આર્થિક દૂષ્પરિણામો અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ ઊર્જા બચતનું મહત્વ સમજાવી જવાબદાર વીજ વપરાશ દ્વારા રાષ્ટ્રીય સંપત્તિના સંરક્ષણમાં દરેક નાગરિકની ભૂમિકા વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

એમજીવીસીએલના અધિકારીઓએ વિદ્યાર્થીઓને સ્માર્ટ મીટરની આધુનિક કાર્યપદ્ધતિ વિશે પણ માહિતગાર કર્યા હતા. સ્માર્ટ મીટર દ્વારા બિલિંગમાં પારદર્શિતા, રિયલ-ટાઇમ વીજ વપરાશની માહિતી, વીજ બચતના લાભો અને ગ્રાહકોને મળતી વિવિધ સુવિધાઓ અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત સૌર ઊર્જા, પવન ઊર્જા સહિતના પુનઃપ્રાપ્ય અને પર્યાવરણમૈત્રી ઊર્જા સ્ત્રોતોના ઉપયોગથી હરિત અને સ્વચ્છ ભવિષ્યના નિર્માણમાં દરેક વ્યક્તિનું યોગદાન કેટલું મહત્વનું છે તે અંગે પણ પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવવા માટે વીજ સલામતી આધારિત પ્રશ્નોત્તરી, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને જાગૃતિ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ, એમજીવીસીએલના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌના સહયોગથી યોજાયેલો આ જનજાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને વીજ સલામતીના નિયમોનું પાલન કરવા, ઊર્જાનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને સમાજમાં પણ વીજ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ અપાવવામાં આવ્યો હતો.

 

 

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ