જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. | માધવપુર ઘેડમાં વરસાદ બંધ થયાને 5-6 દિવસ છતાં પાણીનો ભરાવો યથાવત, સ્થાનિકોમાં રોષ. | ભગવાન ભાવના અને શ્રદ્ધાના ભૂખ્યા છે. | કારગિલ વિજય દિવસ 2026: PM મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહે વીર શહીદોને અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ. | PM મોદીએ ધર્મેન્દ્ર પ્રધાન બાદ પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલય કેમ સોંપ્યું? જાણો મુખ્ય કારણો. | ભારતીય ક્રૂડ ઓઇલ બાસ્કેટમાં 20 દિવસમાં 52%નો ઉછાળો, સરકારી ઓઇલ કંપનીઓ પર ફરી વધ્યું દબાણ. | જાણો, તા. 26 જુલાઈ, રવિવાર અને અષાઢ સુદ બારસનું રાશિફળ. | તારીખ : ૨૬/૦૭/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | પોરબંદર સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ દર્દીઓ માટે કેશ બારી પર વિશેષ સુવિધાની માંગ, સામાજિક કાર્યકરની રજૂઆત | જાખરવડા ગામમાં રેશનિંગ વિતરણમાં કથિત ગેરરીતિના આક્ષેપ, ગ્રામજનોની મામલદારને તપાસની માંગ |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૩૩ વાર જોવાયેલ 2 અઠવાડિયા પેહલા

મારું શહેર દેવભૂમિ દ્વારકા SOGની મોટી કાર્યવાહી: ભાણવડમાં ગેરકાયદેસર લાકડાનો જથ્થો ભરેલા બે પીકઅપ ઝડપાયા, રૂ. 13.18 લાખનો મુદ્દામાલ જપ્ત.

દેવભૂમિ દ્વારકા SOGની મોટી કાર્યવાહી: ભાણવડમાં ગેરકાયદેસર લાકડાનો જથ્થો ભરેલા બે પીકઅપ ઝડપાયા, રૂ. 13.18 લાખનો મુદ્દામાલ જપ્ત.

ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી.એ ભાણવડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કપાયેલા વૃક્ષોના લાકડાના જથ્થાના પરિવહન સામે સફળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બે બોલેરો પીકઅપ વાહનો સાથે બે આરોપીઓને ઝડપી પાડી કુલ રૂ. 13,18,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ તેમજ એસ.ઓ.જી.ના અધિકારીઓના સૂચન અનુસાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે પોરબંદર તરફથી બે બોલેરો પીકઅપ વાહનોમાં ગેરકાયદેસર રીતે કપાયેલા વૃક્ષોના લાકડાનો મોટો જથ્થો ભરી ભાણવડ મારફતે જામનગર તરફ વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે ભાણવડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ બંને શંકાસ્પદ પીકઅપ વાહનો આવતા તેમને રોકી તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન બંને વાહનોમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે કપાયેલા વૃક્ષોના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. પૂછપરછમાં વાહનચાલકોએ પોરબંદર જિલ્લાના રણાવાવ વિસ્તાર પાસેથી લાકડા ભરી જામનગરમાં વેચાણ માટે લઈ જતાં હોવાનું જણાવ્યું હતું. જોકે લાકડાના પરિવહન માટે જરૂરી વન વિભાગની મંજૂરી કે અન્ય કોઈ કાયદેસર દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા.

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં:

  • અર્જુનભાઈ ગાડુભાઈ માણાવા (ઉ.વ. 22), રહે. વેલનાથપરા, રણાવાવ, જિલ્લો પોરબંદર
  • શામજીભાઈ ભીખુભાઈ મોઢતરીયા (ઉ.વ. 40), રહે. વેલનાથપરા, રણાવાવ, જિલ્લો પોરબંદર

નો સમાવેશ થાય છે.

કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે રૂ. 3,18,000ના લાકડાનો જથ્થો તેમજ રૂ. 10 લાખ કિંમતના બે બોલેરો પીકઅપ વાહનો સહિત કુલ રૂ. 13,18,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ અંગે બંને આરોપીઓ સામે સૌરાષ્ટ્ર ફેલિંગ ઓફ ટ્રીઝ (પ્રતિબંધ) અધિનિયમ, 1951 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે સમગ્ર કેસ ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ સફળ કામગીરી એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ