જાહેરાત
તાજા સમાચાર
ગુજરાતમાં 68 લાખથી વધુ મતદારોના નામ હટાવાયા બાદ હવે ફરી ચકાસણીની કવાયત. | ભાણવડની દ્વારકાધીશ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા. | વર્ષો પહેલા પરણેલા દંપતી પણ હવે મેરેજ સર્ટિફિકેટની લાઈનમાં, ગુજરાતમાં કેમ વધી અરજીઓ? | સૂરજકરાડી ખાતે ધારાસભ્ય પબુભા માણેકે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. | ભાણવડ અને પોરબંદરના પ્રોહીબીશન ગુનામાં 5 માસથી નાસતા આરોપીની ધરપકડ. | જામનગરમાં વાહનચોરી ગેંગનો પર્દાફાશ, 8 મોટરસાયકલ સાથે એક આરોપી ઝડપાયો. | એશિયન ગેમ્સમાં ભારતનો ‘ગોલ્ડન પંચ’, મલેશિયાને 5-1થી હરાવી ગોલ્ડ મેડલ. | અમદાવાદમાં સાયબર ઠગાઈના ત્રણ બનાવોથી ચકચાર, કુલ ₹31.77 લાખની છેતરપિંડી. | ગાંધી જયંતી નિમિત્તે જામનગર જિલ્લામાં ‘સેવા સંકલ્પ’ હેઠળ વ્યાપક સ્વચ્છતા ઝુંબેશ. | નંદ વિદ્યાનિકેતન નજીક શ્રીજી શિપિંગ ગ્લોબલમાં માથાકૂટ, શખ્સ પર હુમલો. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૧૫૭ વાર જોવાયેલ • 3 મહિના પેહલા

ક્રાઇમ જામનગર SOGની મોટી કાર્યવાહી: મોટી ખાવડી ગામમાંથી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો.

જામનગર SOGની મોટી કાર્યવાહી: મોટી ખાવડી ગામમાંથી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો.

જામનગર: જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરતા એક બોગસ ડોક્ટરને જામનગર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નનિલિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન હેઠળ અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ મોહન સૈનીની સૂચના અનુસાર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે અસરકારક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે એસ.ઓ.જી. ટીમે આ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ.એમ. ઝેર તથા શ્રી એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન સ્ટાફના કર્મચારીઓને બાતમી મળી હતી કે મોટી ખાવડી ગામમાં રાજ કોમ્પ્લેક્સ સામે આવેલા શુભમ ગેસ્ટ હાઉસની નીચે "બિહારી ક્લિનિક" નામે દવાખાનું ચલાવતો એક વ્યક્તિ કોઈ માન્ય મેડિકલ ડિગ્રી ધરાવતો ન હોવા છતાં દર્દીઓની તપાસ કરી દવાઓ અને ઇન્જેક્શન આપી પૈસા વસૂલ કરી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન દવાખાનું ચલાવનાર સંજીવ રામલાલ શર્મા પાસે દર્દીઓની સારવાર માટે જરૂરી માન્ય ડિગ્રી કે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું.

આરોપીની વિગતો

પકડાયેલ આરોપીનું નામ:

સંજીવ રામલાલ શર્મા

  • હાલ સરનામું: શુભમ ગેસ્ટ હાઉસની નીચે, રાજ કોમ્પ્લેક્સ સામે, મોટી ખાવડી ગામ, તાલુકો-જિલ્લો જામનગર
  • મૂળ વતન: મધુવન પોલીસ કોમ્પ્લેક્સ, 25/બી, કરનાલ, હરિયાણા

કબ્જે કરાયેલ મુદ્દામાલ

પોલીસે આરોપીના કબજામાંથી વિવિધ કંપનીઓની દવાઓ, ઇન્જેક્શનો, ટેબ્લેટ્સ, સ્ટેથોસ્કોપ, બ્લડ પ્રેશર માપવાનું મશીન સહિત મેડિકલ સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિવિધ ચીજવસ્તુઓ મળી કુલ રૂ. 4,728નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ગુનો નોંધાયો

આરોપી સામે મેઘપર પોલીસ મથકે મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1963ની કલમ 30 તથા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 125 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી

જામનગર એસ.ઓ.જી.ની આ કામગીરીથી ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગર સારવાર આપતા અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા આવા તત્વો સામે સતત નજર રાખી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ સમગ્ર સફળ કામગીરી એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. શ્રી વી.બી. ચૌધરી, પીએસઆઈ શ્રી એલ.એમ. ઝેર, પીએસઆઈ શ્રી એ.વી. ખેર તથા એસ.ઓ.જી. સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ