જાહેરાત
તાજા સમાચાર
ભારે વરસાદ વચ્ચે ડાંગમાં સતર્કતા: મહાલની એકલવ્ય શાળાના 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર. | હવે ટ્રાફિક ફરિયાદો માટે એક જ નંબર ‘112’: ગુજરાત પોલીસનો મહત્વપૂર્ણ નિર્ણય, જૂનો હેલ્પલાઇન નંબર થશે બંધ. | સુરતમાં રેડ એલર્ટને પગલે વહીવટી તંત્ર સજ્જ: રાહત-બચાવ કામગીરી માટે તાલુકાવાર વર્ગ-1 અધિકારીઓની નિમણૂક. | ભારે વરસાદની આગાહીને પગલે હાપા માર્કેટિંગ યાર્ડનો નિર્ણય: ખેડૂતોને નવી જણસીઓની આવક હાલ બંધ રાખવા અપીલ. | ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ યોજાયો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કાર અને માનવતાભર્યા શિક્ષણ પર આપ્યો ભાર. | મેઘરાજાનું તાંડવ: ભારે વરસાદથી ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત, 1 નેશનલ હાઈવે સહિત કુલ 94 રસ્તાઓ બંધ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 166 પોઈન્ટ અને નિફ્ટી 66 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, ઓટો-મીડિયા શેરોમાં જોરદાર ખરીદી. | ભારે વરસાદની અસર: TAT મુખ્ય પરીક્ષા 8 ઓગસ્ટે, GPSCની 1 ઓગસ્ટની પરીક્ષાઓ હવે 9 ઓગસ્ટે યોજાશે. | જામનગરનું ગૌરવ: ખ્યાતિબા કુલદીપસિંહ જાડેજાની રાજ્યકક્ષાની COE સ્વિમિંગ માટે પસંદગી. | સુરતમાં જળબંબાકાર: અતિભારે વરસાદથી શહેર ઠપ્પ, કાપડ માર્કેટ બંધ. |
પાછા મુખ્ય સમાચાર પર
હવામાન ૨૬ વાર જોવાયેલ એક કલાક પેહલા

હવામાન ભારે વરસાદ વચ્ચે ડાંગમાં સતર્કતા: મહાલની એકલવ્ય શાળાના 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર.

ભારે વરસાદ વચ્ચે ડાંગમાં સતર્કતા: મહાલની એકલવ્ય શાળાના 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર.

ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. સુબીર તાલુકાના અંતરિયાળ મહાલ ગામમાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના પ્રાંગણમાં વરસાદી પાણી ભરાઈ જતાં અગમચેતીના ભાગરૂપે 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમને નજીકની માધ્યમિક શાળામાં સહીસલામત ખસેડવામાં આવ્યા હતા.

વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં શુક્રવારથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ સુબીર તાલુકામાં નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. મહાલ ગામની એકલવ્ય શાળાના કેમ્પસમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે તાત્કાલિક નિર્ણય લીધો હતો.

સ્થળાંતરની કામગીરીમાં સુબીર મામલતદાર, સુબીર પોલીસ સ્ટેશનના પી.આઈ. અને તેમની ટીમ, શાળાના શિક્ષકો તેમજ સ્થાનિક ગ્રામજનોએ સંયુક્ત રીતે કામગીરી કરી હતી. તમામ 311 વિદ્યાર્થીઓને સલામત રીતે નજીકની માધ્યમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓ માટે રહેવાની, ભોજનની અને અન્ય જરૂરી સુવિધાઓની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

 

ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. સંભવિત આપત્તિની સ્થિતિને પહોંચી વળવા જિલ્લા તંત્ર દ્વારા તમામ લાઈન વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને મુખ્ય મથક (હેડક્વાર્ટર) ન છોડવાની સૂચના આપવામાં આવી છે, જેથી જરૂરિયાત સમયે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય.

જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને પણ સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે. કોઈપણ અનિચ્છનીય બનાવ, આપત્તિ અથવા તાત્કાલિક મદદની જરૂર પડે તો નાગરિકો ડાંગ જિલ્લા કંટ્રોલ રૂમ નંબર 02631-220347, વૈકલ્પિક નંબર 6355820252 અથવા ટોલ-ફ્રી હેલ્પલાઇન 1077 પર સંપર્ક કરી શકે છે. ભારે વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જિલ્લા તંત્ર દ્વારા લેવામાં આવેલા આ સમયસરના પગલાંને મહત્વપૂર્ણ અને પ્રશંસનીય માનવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ