જાહેરાત
તાજા સમાચાર
ગુજરાતમાં 68 લાખથી વધુ મતદારોના નામ હટાવાયા બાદ હવે ફરી ચકાસણીની કવાયત. | ભાણવડની દ્વારકાધીશ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા. | વર્ષો પહેલા પરણેલા દંપતી પણ હવે મેરેજ સર્ટિફિકેટની લાઈનમાં, ગુજરાતમાં કેમ વધી અરજીઓ? | સૂરજકરાડી ખાતે ધારાસભ્ય પબુભા માણેકે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. | ભાણવડ અને પોરબંદરના પ્રોહીબીશન ગુનામાં 5 માસથી નાસતા આરોપીની ધરપકડ. | જામનગરમાં વાહનચોરી ગેંગનો પર્દાફાશ, 8 મોટરસાયકલ સાથે એક આરોપી ઝડપાયો. | એશિયન ગેમ્સમાં ભારતનો ‘ગોલ્ડન પંચ’, મલેશિયાને 5-1થી હરાવી ગોલ્ડ મેડલ. | અમદાવાદમાં સાયબર ઠગાઈના ત્રણ બનાવોથી ચકચાર, કુલ ₹31.77 લાખની છેતરપિંડી. | ગાંધી જયંતી નિમિત્તે જામનગર જિલ્લામાં ‘સેવા સંકલ્પ’ હેઠળ વ્યાપક સ્વચ્છતા ઝુંબેશ. | નંદ વિદ્યાનિકેતન નજીક શ્રીજી શિપિંગ ગ્લોબલમાં માથાકૂટ, શખ્સ પર હુમલો. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૮૯ વાર જોવાયેલ • 3 મહિના પેહલા

ક્રાઇમ જામનગરમાં મહાદેવ મંદિરમાં તસ્કરોનો આતંક: દાનપેટી તોડી ₹15 હજારથી વધુની રોકડ ચોરી, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ.

જામનગરમાં મહાદેવ મંદિરમાં તસ્કરોનો આતંક: દાનપેટી તોડી ₹15 હજારથી વધુની રોકડ ચોરી, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ.

જામનગર શહેરમાં ધાર્મિક સ્થળોને પણ હવે તસ્કરો નિશાન બનાવી રહ્યા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના માધવબાગ વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ દાનપેટી તોડી અંદાજે ₹15 હજારથી વધુની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે મંદિર ટ્રસ્ટીઓ તેમજ સ્થાનિક રહિશોમાં ભારે રોષ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, મોડીરાત્રે તસ્કરો મંદિરમાં ઘૂસી આવ્યા હતા અને મંદિર પરિસરમાં રાખવામાં આવેલી દાનપેટીને તોડી તેમાં રહેલી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા. સવારે મંદિરના પૂજારી અને સેવકો જ્યારે નિયમિત પૂજા-અર્ચના માટે પહોંચ્યા ત્યારે દાનપેટી તૂટેલી હાલતમાં જોવા મળતા સમગ્ર ઘટનાની જાણ મંદિર ટ્રસ્ટીઓને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ખાસ નોંધનીય બાબત એ છે કે આ જ મહાદેવ મંદિરમાં અગાઉ પણ એક વખત ચોરીની ઘટના બની ચૂકી છે. ફરી એકવાર મંદિરને જ નિશાન બનાવવામાં આવતા સ્થાનિકોમાં પોલીસની પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે. શ્રદ્ધાળુઓએ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવાની તેમજ આવા તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ચોરીની સમગ્ર ઘટના મંદિર ખાતે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ દાનપેટી સાથે ચેડાં કરતો અને બાદમાં રોકડ રકમ લઈને ભાગતો નજરે પડે છે. પોલીસે આ ફૂટેજ પોતાના કબજામાં લઈ આરોપીની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે અને આસપાસના વિસ્તારોમાં લાગેલા અન્ય સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસી રહી છે. અગાઉના ગુનાઓમાં સંડોવાયેલા તસ્કરોની વિગતો પણ ચકાસવામાં આવી રહી છે, જેથી આરોપીઓને ઝડપી શકાય.

સ્થાનિક રહિશો અને શ્રદ્ધાળુઓનું કહેવું છે કે ધાર્મિક સ્થળો લોકોની આસ્થાનું કેન્દ્ર હોય છે અને આવા સ્થળોએ વારંવાર ચોરીની ઘટનાઓ બનવી ગંભીર બાબત છે. તેમણે મંદિરોમાં રાત્રિ દરમિયાન વધુ સુરક્ષા વ્યવસ્થા, નિયમિત પોલીસ પેટ્રોલિંગ અને આધુનિક સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.

હાલ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપીઓને ઝડપવા માટે વિવિધ ટીમોને કામે લગાડવામાં આવી છે અને પોલીસને ટૂંક સમયમાં ચોરીનો ભેદ ઉકેલાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ