ક્રાઇમ જામનગરના લીમડા લાઇનમાં મોબાઇલ શોપમાં ઘૂસી વેપારી પર હુમલો: CCTVના આધારે આરોપી ઝડપાયો, પોલીસની વધુ તપાસ શરૂ.
જામનગર: શહેરના લીમડા લાઇન વિસ્તારમાં આવેલી મોબાઇલની દુકાનમાં ઘૂસીને વેપારી પર હુમલો કરનાર શખ્સના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘટનાના ફૂટેજના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, લીમડા લાઇન વિસ્તારમાં આવેલી એક મોબાઇલની દુકાનમાં એક શખ્સ ઘૂસી આવ્યો હતો અને કોઈ કારણસર વેપારી સાથે બોલાચાલી થયા બાદ તેના પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઘટના બાદ વેપારીએ પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ કબજે કરીને તેની તપાસ શરૂ કરી હતી. ફૂટેજના આધારે હુમલાખોરની ઓળખ કરવામાં આવી અને થોડા જ સમયમાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું, અગાઉ કોઈ અંગત અદાવત હતી કે અન્ય કોઈ કારણસર હુમલો કરવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.
દિવસદહાડે વેપારી પર હુમલાની આ ઘટનાથી લીમડા લાઇન વિસ્તારના વેપારીઓમાં થોડો સમય ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને આરોપીને પકડી લેવામાં આવતા વેપારીઓએ રાહતની લાગણી વ્યક્ત કરી છે.
પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.