જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. | માધવપુર ઘેડમાં વરસાદ બંધ થયાને 5-6 દિવસ છતાં પાણીનો ભરાવો યથાવત, સ્થાનિકોમાં રોષ. | ભગવાન ભાવના અને શ્રદ્ધાના ભૂખ્યા છે. | કારગિલ વિજય દિવસ 2026: PM મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહે વીર શહીદોને અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ. | PM મોદીએ ધર્મેન્દ્ર પ્રધાન બાદ પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલય કેમ સોંપ્યું? જાણો મુખ્ય કારણો. | ભારતીય ક્રૂડ ઓઇલ બાસ્કેટમાં 20 દિવસમાં 52%નો ઉછાળો, સરકારી ઓઇલ કંપનીઓ પર ફરી વધ્યું દબાણ. | જાણો, તા. 26 જુલાઈ, રવિવાર અને અષાઢ સુદ બારસનું રાશિફળ. | તારીખ : ૨૬/૦૭/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | પોરબંદર સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ દર્દીઓ માટે કેશ બારી પર વિશેષ સુવિધાની માંગ, સામાજિક કાર્યકરની રજૂઆત | જાખરવડા ગામમાં રેશનિંગ વિતરણમાં કથિત ગેરરીતિના આક્ષેપ, ગ્રામજનોની મામલદારને તપાસની માંગ |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૩૮ વાર જોવાયેલ 2 અઠવાડિયા પેહલા

મારું શહેર મોરબી પોક્સો કેસમાં આરોપી નિર્દોષ: પુરાવા અને જુબાનીમાં વિરોધાભાસને આધારે કોર્ટે શંકાનો લાભ આપ્યો.

મોરબી પોક્સો કેસમાં આરોપી નિર્દોષ: પુરાવા અને જુબાનીમાં વિરોધાભાસને આધારે કોર્ટે શંકાનો લાભ આપ્યો.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં સ્પેશિયલ પોક્સો અદાલતે આરોપી રમેશકુમાર નાનુરામ યાદવને પુરાવાના અભાવે અને શંકાનો લાભ આપતાં નિર્દોષ જાહેર કર્યો છે.

આ કેસમાં વ્રજ સિરામિકમાં કામ કરતા ફરિયાદીએ પોતાની 16 વર્ષ 5 માસની સગીર પુત્રીને લગ્નની લાલચ આપીને અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ એટ્રોસિટી એક્ટ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે કુલ 8 સાક્ષીઓની જુબાની નોંધાવી હતી અને 29 દસ્તાવેજી પુરાવા અદાલત સમક્ષ રજૂ કર્યા હતા. ભોગ બનનાર સગીરાએ મુખ્ય જુબાનીમાં બનાવને સમર્થન આપ્યું હતું, પરંતુ બચાવ પક્ષની ઉલટતપાસ દરમિયાન તેની જુબાનીમાં અનેક વિરોધાભાસ અને અસંગતતાઓ સામે આવી હતી.

અદાલતે નોંધ્યું કે સરકાર પક્ષ દ્વારા રજૂ કરાયેલા સાક્ષીઓની જુબાની અને અન્ય પુરાવાઓ આરોપ સામેના આરોપોને શંકાથી પર સાબિત કરવામાં પૂરતા નહોતા. બચાવ પક્ષે પણ વિવિધ કાનૂની મુદ્દાઓ અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓનો આધાર લઈને દલીલો રજૂ કરી હતી.

આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશે આરોપી રમેશકુમાર નાનુરામ યાદવને શંકાનો લાભ આપતાં તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.

આ કેસમાં આરોપી તરફથી એડવોકેટ કલ્પનાબેન એસ. બજાણી, યુવા એડવોકેટ રવિભાઈ કોબિયા તેમજ આસિસ્ટન્ટ નિશા શખનપરાએ બચાવ પક્ષની વકીલાત સંભાળી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ