જાહેરાત
તાજા સમાચાર
ICC વનડે બેટિંગ રેન્કિંગમાં શુભમન ગિલ ફરી બન્યા નંબર-1, એકપણ મેચ રમ્યા વિના મેળવ્યું ટોચનું સ્થાન | જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને બે નવી શાળાઓની મંજૂરી, ગુજરાતી માધ્યમની શાળાઓની સંખ્યા હવે 47. | અમેરિકી સેનેટમાં રશિયન ઓઈલ મુદ્દે બિલ પસાર, ભારત સહિતના દેશો પર 100% સુધી ટેરિફ લાદવાનો માર્ગ મોકળો | કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય સેનાના ગુલવીર સિંહે જીત્યો સિલ્વર, સંઘર્ષથી સફળતા સુધીની પ્રેરણાદાયી સફર | પાવાગઢ રોપ-વે 3થી 7 ઓગસ્ટ સુધી રહેશે બંધ, ભક્તો પગથિયાં મારફતે કરી શકશે દર્શન | મિનિમમ બેલેન્સના બહાને બેન્કોએ 4 વર્ષમાં ગ્રાહકો પાસેથી ₹26,170 કરોડ વસૂલ્યા, રાજ્યસભામાં સરકારે આપ્યો ખુલાસો. | 'સદનમાં માઈક બંધ કરાયું, ભાજપે બોલવા ન દીધો', સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસાનો દાવો: રાહુલ ગાંધી | હરિયાળા ભવિષ્યનો સંકલ્પ: કરસનગઢ પ્રાથમિક શાળામાં 1,100 વૃક્ષોનું ભવ્ય વૃક્ષારોપણ. | પંડિત દીનદયાલ પોર્ટ ઓથોરિટીનો સશસ્ત્ર દળોને સલામ: ધ્વજદિન ભંડોળમાં રૂ. 40 લાખનું યોગદાન. | સજા વોરંટના આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડ્યો, કોર્ટમાં રજૂ કર્યા બાદ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૫૭ વાર જોવાયેલ 5 કલાક પેહલા

મારું શહેર રાજકોટમાં હાઇકોર્ટ બેંચની માંગ તેજ: જામનગર વકીલ મંડળ પણ આંદોલનમાં જોડાયું, આજે કલેક્ટરને આવેદનપત્ર અપાશે.

રાજકોટમાં હાઇકોર્ટ બેંચની માંગ તેજ: જામનગર વકીલ મંડળ પણ આંદોલનમાં જોડાયું, આજે કલેક્ટરને આવેદનપત્ર અપાશે.

જામનગર: સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં હાઇકોર્ટની બેંચ સ્થાપવાની વર્ષો જૂની માંગને લઈને હવે વકીલોમાં ફરી એકવાર આંદોલન તેજ બન્યું છે. રાજકોટ બાર એસોસિયેશનના નેતૃત્વ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ બાર એસોસિયેશનો દ્વારા તા. 29 જુલાઈ, 2026ના રોજ એક દિવસ માટે અરજન્ટ કામગીરી સિવાય તમામ ન્યાયિક કામગીરીથી અલિપ્ત રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને સમર્થન આપતા જામનગર વકીલ મંડળે પણ સર્વાનુમતે આંદોલનમાં જોડાવાનો ઠરાવ કર્યો છે.

જામનગર વકીલ મંડળની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના વકીલો સાથે એકજૂટતા દર્શાવતા જામનગર બાર પણ રાજકોટમાં હાઇકોર્ટ બેંચની માંગને બુલંદ બનાવશે. આ નિર્ણય અંતર્ગત આજે સવારે 11:00 વાગ્યે તમામ વકીલોને કોર્ટ કમ્પાઉન્ડ ખાતે એકત્ર થવા અપીલ કરવામાં આવી છે.

 

ત્યારબાદ સવારે 11:30થી 12:00 વાગ્યાની વચ્ચે પ્રેસ સમક્ષ સૂત્રોચ્ચાર અને માંગણીઓ રજૂ કર્યા બાદ તમામ વકીલો બાઈક રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે. આ આવેદનપત્ર દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં હાઇકોર્ટ બેંચની તાત્કાલિક સ્થાપના કરવાની માંગ સરકાર સમક્ષ મૂકવામાં આવશે.

વકીલ મંડળના જણાવ્યા મુજબ, વર્ષોથી આ મુદ્દે અનેક રજૂઆતો અને આંદોલનો કરવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી હવે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના બાર એસોસિયેશનો સંયુક્ત રીતે તબક્કાવાર કાર્યક્રમો યોજીને આ માંગને વધુ મજબૂત બનાવશે.

વકીલોના જણાવ્યા અનુસાર, વર્ષ 1960 સુધી રાજકોટમાં હાઇકોર્ટની સુવિધા ઉપલબ્ધ હતી, જે બાદમાં બંધ થઈ ગઈ હતી. હાલ આ સુવિધા ફરી શરૂ કરવાની માંગ માત્ર વકીલો માટે નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની જનતા માટે ન્યાય સુલભ બનાવવાના હિતમાં કરવામાં આવી રહી છે. દૂરના વિસ્તારોમાંથી અમદાવાદ સુધી ન્યાય મેળવવા જવું પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંને વધે છે.

 

જામનગર વકીલ મંડળે સ્પષ્ટ કર્યું છે કે આજનો કાર્યક્રમ જનહિતનો છે અને ભવિષ્યમાં પણ રાજકોટ સહિત અન્ય સ્થળોએ તબક્કાવાર કાર્યક્રમો યોજીને હાઇકોર્ટ બેંચની માંગને વધુ વેગ આપવામાં આવશે. આ અંગેના ઠરાવની નકલ સંબંધિત જિલ્લા ન્યાયાધીશને પણ મોકલી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

વકીલ મંડળે તમામ સભ્યોને આ આંદોલનમાં સક્રિય રીતે જોડાઈ એકતા દર્શાવવા અપીલ કરી છે, જેથી સૌરાષ્ટ્ર-કચ્છ માટે હાઇકોર્ટ બેંચની લાંબા સમયથી ચાલી આવતી માંગને વધુ મજબૂત રીતે સરકાર સમક્ષ રજૂ કરી શકાય.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ