જાહેરાત
તાજા સમાચાર
છોટાઉદેપુરના જંગલોમાં 17 મહિનાથી નર વાઘનો વસવાટ, વન વિભાગે વધાર્યું મોનિટરિંગ | ગુજરાતમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ અને યલો એલર્ટ જાહેર | નોરતા ધામે ગુરુભક્તિનો મહાસાગર: ગુરુપૂર્ણિમાએ 25 હજારથી વધુ ભાવિકોની ઐતિહાસિક ઉપસ્થિતિ. | સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ખર્ચના હિસાબમાં ગડબડ? ગુજરાતના 168 ચૂંટાયેલા ઉમેદવારોએ ખર્ચનું પત્રક જમા ન કર્યાની ફરિયાદ. | ભિલાડના બોરલાઇમાં પૂર બાદ કરૂણ દૃશ્ય: 80 ભેંસોના મોત, અયોગ્ય રીતે દફન કરાયેલા મૃતદેહોથી દુર્ગંધ ફેલાતાં આરોગ્ય સંકટની ભીતિ. | સમગ્ર ગુજરાતમાં ફરી મેઘમહેરની આગાહી: સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં 4 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના, તંત્ર એલર્ટ. | અમદાવાદમાં DEOનો કડક આદેશ: લાયસન્સ અને હેલ્મેટ વગર વાહન લાવનારા વિદ્યાર્થીઓને શાળામાં 'નો-એન્ટ્રી' | ICC વનડે બેટિંગ રેન્કિંગમાં શુભમન ગિલ ફરી બન્યા નંબર-1, એકપણ મેચ રમ્યા વિના મેળવ્યું ટોચનું સ્થાન | જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને બે નવી શાળાઓની મંજૂરી, ગુજરાતી માધ્યમની શાળાઓની સંખ્યા હવે 47. | અમેરિકી સેનેટમાં રશિયન ઓઈલ મુદ્દે બિલ પસાર, ભારત સહિતના દેશો પર 100% સુધી ટેરિફ લાદવાનો માર્ગ મોકળો |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯૧ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને બે નવી શાળાઓની મંજૂરી, ગુજરાતી માધ્યમની શાળાઓની સંખ્યા હવે 47.

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને બે નવી શાળાઓની મંજૂરી, ગુજરાતી માધ્યમની શાળાઓની સંખ્યા હવે 47.

જામનગર: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જામનગર માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં વધતી વિદ્યાર્થી સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સમિતિને વધુ બે નવી ગુજરાતી માધ્યમની શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી મળતા હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની ગુજરાતી માધ્યમની શાળાઓની સંખ્યા 45માંથી વધીને 47 થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર-1માં વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી હોવાથી તેનું વિભાજન કરીને શાળા નંબર-2 શરૂ કરવાની દરખાસ્ત સરકાર સમક્ષ મોકલવામાં આવી હતી. તે જ રીતે શાળા નંબર-7માં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી તેને વિભાજિત કરીને શાળા નંબર-8 શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

આ મુદ્દે મંત્રી રીવાબા જાડેજા સમક્ષ વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ આ દરખાસ્તમાં વિશેષ રસ દાખવી જરૂરી માર્ગદર્શન અને સતત અનુસરણ કરતાં સરકાર દ્વારા બંને નવી શાળાઓને મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

મંજૂરી બાદ લાલવાડી વિસ્તારમાં આવેલી હાલની શાળા નંબર-1 હવે શાળા નંબર-1 અને શાળા નંબર-2 તરીકે કાર્યરત રહેશે. જ્યારે ગત વર્ષે રડાર રોડ વિસ્તારમાં શરૂ થયેલી નવી શાળા, જે અત્યાર સુધી શાળા નંબર-7 તરીકે ઓળખાતી હતી, હવે શાળા નંબર-7 અને શાળા નંબર-8 તરીકે કાર્ય કરશે.

શાળાઓના આ વિભાજનથી માત્ર વિદ્યાર્થીઓને વધુ સુવિધા મળશે એટલું જ નહીં, પરંતુ નવી મુખ્ય શિક્ષક (HTAT)ની જગ્યાઓ, શિક્ષકોના સેટઅપમાં વધારો, તેમજ શાળાના વહીવટી અને શૈક્ષણિક સંચાલનમાં પણ વધુ સરળતા આવશે. પરિણામે શિક્ષણની ગુણવત્તામાં સુધારો અને વિદ્યાર્થીઓને વધુ અસરકારક શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ બનશે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગુજરાતી માધ્યમની શાળાઓની સંખ્યા વધવાથી જામનગરના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂતી મળશે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની વધુ સારી તક પ્રાપ્ત થશે.

આ પ્રસંગે મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મંત્રી રીવાબા જાડેજાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ દરખાસ્તને મંજૂરી આપવા બદલ પ્રાથમિક શિક્ષણ નિયામક પ્રકાશ ત્રિવેદી તથા સમગ્ર શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનોનું માનવું છે કે નવી શાળાઓ શરૂ થવાથી વધતી વિદ્યાર્થી સંખ્યાનું યોગ્ય સંચાલન થશે, શિક્ષકો પરનો ભાર ઘટશે અને શહેરમાં પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવામાં મહત્વપૂર્ણ મદદ મળશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ