ક્રાઇમ ઓનલાઇન લોન અપાવવાના બહાને નિવૃત્ત શિક્ષક સાથે સાયબર ઠગાઈ......
શહેરા: દેશમાં ડિજિટલ વ્યવહારો અને ઓનલાઈન બેંકિંગનો વ્યાપ સતત વધી રહ્યો, ત્યારે તેની સાથે સાયબર ગુનાઓમાં પણ ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. લોન અપાવવાના બહાના, રોકાણ પર વધુ નફાની લાલચ, કેવાયસી અપડેટ અને બેંક અધિકારી બનીને ફોન કરવાના કિસ્સાઓ વચ્ચે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો, શહેરા તાલુકાના ગુણેલી ગામના એક નિવૃત્ત શિક્ષકને ₹10 લાખની લોન અપાવવાની લાલચ આપી અજાણ્યા ઠગોએ વીમા તથા પ્રોસેસિંગ ફીના નામે કુલ ₹17,000 પડાવી લીધા હોવાની ફરિયાદ શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ, પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના ગુણેલી ગામના જાદવ ફળિયામાં રહેતા અને નિવૃત્ત જીવન વ્યતીત કરતા 61 વર્ષીય ચંદ્રસિંહ રણજીતસિંહ જાદવ ગત 2 ફેબ્રુઆરીના રોજ પોતાના મોબાઇલ ફોન પર આવેલા એક અજાણ્યા કોલના કારણે સાયબર ઠગોના શિકાર બન્યા હતા. ફોન કરનારે પોતે એક જાણીતી બેંકનો અધિકારી હોવાનું જણાવી ખૂબ જ વિશ્વાસપૂર્વક વાતચીત શરૂ, તેણે જણાવ્યું હતું કે જો તેમને લોનની જરૂર હોય તો ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા ઓછી વ્યાજદરે ₹10 લાખ સુધીની લોન મંજૂર કરાવી,
નિવૃત્ત શિક્ષકને વ્યક્તિગત જરૂરિયાત માટે મોટી રકમની લોનની આવશ્યકતા હોવાથી તેમણે ફોન કરનાર વ્યક્તિની વાત પર વિશ્વાસ મૂક્યો, ઠગે વિશ્વાસ વધુ મજબૂત બનાવવા માટે વોટ્સએપ મારફતે પોતાના આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના કેટલાક દસ્તાવેજોના ફોટા પણ મોકલ્યા, આ દસ્તાવેજો જોઈને ફરિયાદીને લાગ્યું કે તેઓ ખરેખર કોઈ બેંક અથવા નાણાકીય સંસ્થા સાથે સંકળાયેલા અધિકારી સાથે વાત કરી રહ્યા, ત્યારબાદ આરોપીએ જણાવ્યું હતું કે ફરિયાદીની ઉંમર 60 વર્ષથી વધુ હોવાથી બેંકના નિયમો મુજબ લોન મંજૂર થાય તે પહેલાં જીવન વીમો લેવો ફરજિયાત, આ વીમા પ્રીમિયમના નામે તેણે પ્રથમ તબક્કામાં ગૂગલ પે મારફતે ₹10,000 જમા કરાવવા જણાવ્યું હતું. લોનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે અને થોડા જ સમયમાં રૂપિયા ખાતામાં જમા થઈ જશે તેવી ખાતરી આપતા નિવૃત્ત શિક્ષકે જણાવ્યા મુજબ ગૂગલ પે દ્વારા ₹10,000 ટ્રાન્સફર,
આટલેથી પણ ઠગો અટક્યા નહોતા. થોડા સમય બાદ ફરીથી ફોન કરીને જણાવ્યું હતું કે લોન મંજૂર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પ્રોસેસિંગ ફી ભરવી જરૂરી છે. આ બહાનું બનાવી ફરિયાદી પાસેથી વધુ ₹7,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. આમ વીમા અને પ્રોસેસિંગ ફીના નામે કુલ ₹17,000ની રકમ પડાવી, ઠગોએ બંને ચુકવણી થયા બાદ ફરિયાદીને ખાતરી આપી હતી કે આગામી એકથી બે દિવસમાં ₹10 લાખની લોન સીધી તેમના બેંક ખાતામાં જમા થઈ, પરંતુ બે દિવસ વીતી જવા છતાં ખાતામાં કોઈ રકમ જમા થઈ નહોતી. જેના કારણે નિવૃત્ત શિક્ષકને શંકા જતાં તેમણે ફોન કરનાર વ્યક્તિનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો,
જ્યારે ફરિયાદીએ અગાઉ વાતચીત કરાયેલા મોબાઇલ નંબર પર અનેક વખત કોલ કર્યા ત્યારે કોઈ જવાબ મળ્યો નહોતો, થોડા સમય બાદ જાણવા મળ્યું કે તેમનો નંબર બ્લોક કરી દેવામાં આવ્યો છે અને ઠગો દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ નંબર બંધ કરી દેવામાં આવ્યા, આ તબક્કે ફરિયાદીને સમજાયું કે તેઓ સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે અને લોન અપાવવાના નામે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી, પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું જણાતાં જ ચંદ્રસિંહ જાદવે તાત્કાલિક ભારત સરકારની સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરીને ઘટનાની જાણ કરી, ત્યારબાદ તેમણે સત્તાવાર કાયદેસરની કાર્યવાહી માટે શહેરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી,
ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે અજાણ્યા વ્યક્તિઓએ બેંક અધિકારી બની વિશ્વાસમાં લઈને લોન અપાવવાનું આશ્વાસન આપ્યું હતું અને ત્યારબાદ વીમા તથા પ્રોસેસિંગ ફીના નામે રૂપિયા પડાવી લીધા હતા. ફરિયાદ સાથે તેમણે ઓનલાઈન વ્યવહારની વિગતો, બેંક ટ્રાન્ઝેક્શનની માહિતી તેમજ ફોન પર સંપર્ક કરનારા મોબાઇલ નંબર 82003 76631 અને 70415 60102 અંગેની માહિતી પણ પોલીસને સોંપી, ફરિયાદના આધારે શહેરા પોલીસ સ્ટેશનમાં સંબંધિત મોબાઇલ નંબરના ધારકો સામે ગુનો નોંધવામાં આવ્યો, પોલીસે ડિજિટલ પુરાવા, બેંક ટ્રાન્ઝેક્શન, ગૂગલ પે મારફતે થયેલા નાણાકીય વ્યવહાર તથા મોબાઇલ નંબરના ટેક્નિકલ વિશ્લેષણ સહિતની તપાસ શરૂ કરી, આ રકમ કયા બેંક ખાતામાં જમા થઈ, તે ખાતાના ધારકો કોણ છે અને તેમની પાછળ કોઈ સંગઠિત સાયબર ગેંગ કાર્યરત છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે.
સાયબર ગુનાઓની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે કોઈપણ અજાણ્યા ફોન કોલ, ઓનલાઈન લોન, ઇનામ, રોકાણ અથવા કેવાયસી અપડેટના નામે રૂપિયા માંગવામાં આવે તો તેની સંપૂર્ણ ચકાસણી કર્યા વિના કોઈપણ પ્રકારની ચુકવણી કરવી નહીં. કોઈપણ બેંક અથવા માન્ય નાણાકીય સંસ્થા લોન મંજૂર કરતા પહેલાં વ્યક્તિગત ખાતામાં ઓનલાઈન વીમા કે પ્રોસેસિંગ ફી જમા કરાવવાનું કહેતી, સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઠગો આજે નકલી ઓળખપત્રો, આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરીને લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે. તેથી માત્ર દસ્તાવેજો જોઈને કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ કરવો જોખમી બની શકે છે. કોઈપણ નાણાકીય વ્યવહાર કરતા પહેલાં સંબંધિત સંસ્થાની સત્તાવાર વેબસાઇટ, ગ્રાહક સેવા અથવા નજીકની શાખામાંથી માહિતીની ખાતરી કરવી જરૂરી,
હાલ શહેરા પોલીસે આ કેસમાં ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ડિજિટલ ટ્રેલના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા, સાથે જ લોકોને સાયબર ગુનાઓથી સાવચેત રહેવા અને શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સાયબર હેલ્પલાઈન 1930 અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરવામાં આવી છે. હવે તપાસમાં આરોપીઓની ઓળખ બહાર આવે છે કે નહીં અને ફરિયાદીની રકમ પરત મેળવવામાં સફળતા મળે છે કે કેમ તેના પર સૌની નજર મંડાઈ.......
રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ