જાહેરાત
તાજા સમાચાર
વિસાવદર પંથકમાં બોગસ મંડળીઓનો વિવાદ: ખેડૂતોના નામે બનાવટી સભાસદો બનાવી કરોડોના કૌભાંડના આક્ષેપ.... | જામનગરમાં રેતીના રૂપિયા માંગતા કોન્ટ્રાક્ટર પર જીવલેણ હુમલો: ઉઘરાણી મુદ્દે બોલાચાલી બાદ છરીના બે ઘા ઝીંક્યા, જાનથી મારી નાખવાની ધમકી. | જામનગરમાં તાજિયા દરમિયાન હિંસક અથડામણ: બંને પક્ષે સામસામી ફરિયાદો, છરી-લાકડાના હુમલામાં અનેક ઘાયલ; લૂંટ અને એટ્રોસિટી સહિત ગંભીર કલમો હેઠળ ગુના નોંધાયા. | ક્રિકેટના મેદાનમાં એક્ટર જોન અબ્રાહમની શાનદાર એન્ટ્રી, યુરોપિયન T20 પ્રીમિયર લીગની ‘રોટરડેમ ડોકર્સ’ ટીમમાં બન્યા કો-ઓનર. | ઓનલાઇન લોન અપાવવાના બહાને નિવૃત્ત શિક્ષક સાથે સાયબર ઠગાઈ...... | 4 સિંહોને આજીવન સક્કરબાગ ઝૂમાં રાખવાનો નિર્ણય | મહોરમ દરમિયાન જામનગર પોલીસની વધુ એક કાર્યવાહી: કાળા કાચવાળી ક્રેટામાં જાહેરમાં છરી લઈને ફરતો રાજકોટનો યુવક ઝડપાયો. | જામનગરમાં એલસીબીની કાર્યવાહી: એક્ટિવા પર ઇંગ્લિશ દારૂની 32 બોટલ સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો, રૂ.71 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત | દેવભૂમિ દ્વારકામાં એલસીબીનો મોટો દરોડો: કંસારીયા નેસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, રૂ.7.95 લાખનો મુદ્દામાલ જપ્ત | કેશોદમાં ‘માત્ર હિન્દુ સમાજને જ મકાન વેચાણ-ભાડે’ના બેનરોથી વિવાદ.... |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૬ વાર જોવાયેલ 2 કલાક પેહલા

મારું શહેર કેશોદમાં ‘માત્ર હિન્દુ સમાજને જ મકાન વેચાણ-ભાડે’ના બેનરોથી વિવાદ....

કેશોદમાં ‘માત્ર હિન્દુ સમાજને જ મકાન વેચાણ-ભાડે’ના બેનરોથી વિવાદ....

કેશોદ: જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આવેલા નારાયણનગર, અમૃતનગર સહિતના રહેણાંક વિસ્તારોમાં તાજેતરમાં લગાવવામાં આવેલા કેટલાક બેનરોએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી,  ઘનશ્યામ એપાર્ટમેન્ટના મુખ્ય પ્રવેશદ્વાર બહાર લગાવવામાં આવેલા બેનરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે "જાહેર ચેતવણી – હિન્દુ સમાજ સિવાય કોઈને લેતી-દેતી કરવી નહીં", જેના કારણે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા અને તણાવનો માહોલ સર્જાયો, આ બેનરોમાં હિન્દુ સમાજ સિવાય અન્ય કોઈ વ્યક્તિને મકાન વેચાણ કે ભાડે ન આપવા અપીલ કરવામાં આવી, ઘટનાએ સામાજિક, કાનૂની અને જાહેર જીવન સાથે જોડાયેલા અનેક પ્રશ્નો ઉભા કર્યા,  સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ નિર્ણય કોઈ વ્યક્તિ કે સમુદાય પ્રત્યે દ્વેષભાવના રાખીને લેવામાં આવ્યો નથી, પરંતુ તેઓ લાંબા સમયથી અનુભવતા હોવાના દાવા કરાતા વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું, રહેવાસીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં વિસ્તારમાં બહારથી આવતા લોકોની સંખ્યા વધી છે, જેના કારણે રહેણાંક વિસ્તારની પરંપરાગત જીવનશૈલી, સામાજિક વાતાવરણ અને સાંસ્કૃતિક માહોલમાં નોંધપાત્ર ફેરફાર અનુભવાઈ રહ્યો, 

સ્થાનિકોનો દાવો છે કે નારાયણનગર અને આસપાસના વિસ્તારોમાં મુખ્યત્વે વૈષ્ણવ, પાટીદાર, બ્રાહ્મણ તેમજ અન્ય પરંપરાગત હિન્દુ પરિવારો રહે, તેઓ ધાર્મિક પરંપરાઓ, શાકાહારી જીવનશૈલી અને સામાજિક શિસ્તને મહત્વ આપતા હોવાનું જણાવે, તેમના કહેવા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક મકાનો બહારથી આવેલા લોકોને ભાડે અથવા વેચાણથી આપવામાં આવ્યા બાદ રહેણાંક વિસ્તારમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ હોવાનો અનુભવ થયો, રહેવાસીઓએ ખાસ કરીને પરપ્રાંતીય કારીગરો અંગે ચિંતા વ્યક્ત કરી, તેમનો દાવો છે કે કેટલાક કારીગરો પોતાના વ્યવસાય દરમિયાન વિવિધ પ્રકારના રાસાયણિક અથવા ઝેરી પદાર્થોનો ઉપયોગ કરે, જેના કારણે રહેણાંક વિસ્તારમાં પ્રદૂષણ અને આરોગ્ય સંબંધિત ચિંતાઓ ઊભી થાય છે. તેઓ માને છે કે આવા વ્યવસાયિક કાર્યો માટે રહેણાંક વિસ્તાર યોગ્ય સ્થળ નથી અને તેનાથી આસપાસ રહેતા પરિવારોને મુશ્કેલી, આ ઉપરાંત સ્થાનિકોએ સાંસ્કૃતિક અને સામાજિક જીવન સાથે જોડાયેલા મુદ્દાઓ પણ ઉઠાવ્યા, તેમના જણાવ્યા મુજબ વિસ્તારમાં વસતા પરિવારોમાં મોટા ભાગના લોકો કડક શાકાહારી છે અને ઘણા પરિવારો લસણ તથા ડુંગળીનો પણ ઉપયોગ કરતા, બીજી તરફ કેટલાક નવા રહેવાસીઓની ખાણી-પીણીની પદ્ધતિ અને જીવનશૈલી અલગ હોવાથી આસપાસના લોકોમાં અસ્વસ્થતા અનુભવાય, રહેવાસીઓએ એવો પણ દાવો કર્યો છે કે મોડીરાત્રે અવાજ, સામાજિક વ્યવહાર તથા અન્ય બાબતોને લઈને પણ સમયાંતરે મતભેદ સર્જાય, 

સ્થાનિક મહિલાઓ અને બાળકોની સુરક્ષાનો મુદ્દો પણ રહેવાસીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. કેટલાક પરિવારોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી મહિલાઓને રાત્રિના સમયે બહાર નીકળવામાં અને બાળકોને ખુલ્લી જગ્યાએ રમવા મોકલવામાં સંકોચ અનુભવાય, જોકે આ દાવાઓ અંગે કોઈ સત્તાવાર પોલીસ રિપોર્ટ કે વહીવટી આંકડા જાહેર થયા નથી, તેમ છતાં રહેવાસીઓ આ મુદ્દાને ગંભીર ગણાવી રહ્યા, બેનરોમાં વ્યક્ત કરાયેલા સંદેશનો મુખ્ય હેતુ, સ્થાનિકોના જણાવ્યા મુજબ, રહેણાંક વિસ્તારની વર્તમાન સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવાનો, તેમનું કહેવું છે કે કેટલાક મકાનમાલિકો વધુ ભાડું અથવા ઝડપથી સોદો પૂર્ણ થાય તે માટે કોઈપણ વ્યક્તિને મકાન આપી દે , પરંતુ તેના કારણે સમગ્ર સોસાયટીના અન્ય રહેવાસીઓને લાંબા ગાળે મુશ્કેલીઓનો સામનો કરવો પડે, તેથી સામૂહિક રીતે આવા બેનરો લગાવીને અન્ય મકાનમાલિકોને પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી, 

 

સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેશોદ શહેરનું ભૌગોલિક અને વ્યૂહાત્મક મહત્વ છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યું, શહેરમાં એરપોર્ટ, વિશાળ રેલ્વે સ્ટેશન, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને દરિયાકાંઠાની નજીકનું સ્થાન હોવાને કારણે અહીં વિવિધ વિસ્તારોમાંથી લોકો રોજગાર અને વ્યવસાય માટે આવી રહ્યા, શહેરના વિસ્તરણ સાથે વસ્તીમાં પણ વધારો થયો, જેના કારણે રહેણાંક વિસ્તારોમાં નવા સામાજિક સમીકરણો ઊભા થઈ રહ્યા, રહેવાસીઓએ એવો પણ દાવો કર્યો છે કે તેઓ લાંબા સમયથી સ્થાનિક વહીવટી તંત્ર તેમજ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆતો કરી રહ્યા છે. તેમની માંગ છે કે કેશોદના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં કાયદેસરની જોગવાઈઓ અંતર્ગત જરૂરી નિયંત્રણો લાદવામાં આવે અને રહેણાંક વિસ્તારની વિશિષ્ટ ઓળખ જળવાઈ રહે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે. તેમનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં લોકોમાં અસંતોષ વધી રહ્યો, 

બીજી તરફ કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે મિલકત ખરીદ-વેચાણ અને ભાડે આપવાના મુદ્દાઓ ભારતના બંધારણ અને લાગુ કાયદાઓના આધારે નક્કી થાય, કોઈપણ વ્યક્તિને માત્ર તેના ધર્મ, જાતિ અથવા અન્ય ઓળખના આધારે રહેઠાણ આપવાનો ઇનકાર કરવામાં આવે તો તે અંગે વિવિધ કાનૂની પ્રશ્નો ઊભા થઈ શકે, તેથી આવા મુદ્દાઓમાં દરેક પક્ષે કાયદાકીય મર્યાદાઓનું પાલન કરવું જરૂરી ગણાય, સામાજિક વિશ્લેષકોના મતે, દેશના વિવિધ શહેરોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રહેણાંક વિસ્તારોમાં સમાન પ્રકારના વિવાદો સામે આવ્યા, ક્યાંક સુરક્ષા, ક્યાંક જીવનશૈલી, તો ક્યાંક સાંસ્કૃતિક તફાવતોના મુદ્દે સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો, જોકે આવા પ્રશ્નોના ઉકેલ માટે સંવાદ, કાયદાનું પાલન અને વહીવટી હસ્તક્ષેપને સૌથી અસરકારક માર્ગ માનવામાં આવે, 

આ સમગ્ર ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં પણ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો સ્થાનિક રહેવાસીઓની ચિંતાઓને યોગ્ય ગણાવી રહ્યા, જ્યારે કેટલાક લોકો આવા બેનરોને સામાજિક ભેદભાવ વધારનાર ગણાવી રહ્યા, પરિણામે આ મુદ્દો હવે માત્ર એક સોસાયટી પૂરતો સીમિત ન રહી સમગ્ર પ્રદેશમાં ચર્ચાનો વિષય બની ગયો, હાલ સુધી જિલ્લા વહીવટી તંત્ર અથવા પોલીસ દ્વારા આ બેનરો અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી નથી. જો કે સમગ્ર મામલે સ્થાનિક લોકોની રજૂઆતો, કાયદાકીય જોગવાઈઓ અને જાહેર શાંતિ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્રની આગામી કાર્યવાહી પર સૌની નજર ટકેલી, કેશોદની આ ઘટના ફરી એક વખત એ પ્રશ્ન ઉભો કરે છે કે ઝડપથી બદલાતા શહેરી માળખામાં રહેણાંક વિસ્તારોની સામાજિક ઓળખ, સ્થાનિકોની સુરક્ષાની લાગણી, બંધારણીય અધિકારો અને કાયદાકીય સમાનતા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું. આ મુદ્દાનો અંતિમ ઉકેલ કાયદાના દાયરામાં રહીને, તમામ પક્ષો વચ્ચે સંવાદ અને વહીવટી પારદર્શિતા દ્વારા જ શક્ય......

 

રિપોર્ટર શોભના બાળસ કેશોદ

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ