જાહેરાત
તાજા સમાચાર
સુરક્ષા અને સેવાનો અનોખો સમન્વય: ધ્રોલ પોલીસની માનવતાભરી પહેલ, અબોલ ગાયોના ગળે રિફ્લેક્ટિવ બેલ્ટ બાંધી માર્ગ અકસ્માતો અટકાવવાનો પ્રયાસ. | ગીરની અમર સિંહ બેલડી ‘જય-વીરુ’ને ભાવભીની શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ સ્મારક બોર્ડનું કર્યું અનાવરણ. | શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ 150 પોઈન્ટ ઉછળીને 78,400ની નજીક, નિફ્ટી 24,450 પર; IT અને બેન્કિંગ શેરોમાં રોકાણકારોની જોરદાર ખરીદી. | અમદાવાદ પોલીસનું ‘ઓપરેશન ક્લીન સ્વીપ’ સફળ: 350 જવાનોની ટીમે 24 કલાકમાં 5 રાજ્યોમાંથી 190 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા. | સ્પેન સામે 1-0ની હાર સાથે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની છેલ્લી વર્લ્ડ કપ સફર પૂર્ણ: 6 વર્લ્ડ કપમાં ગોલ કરનાર વિશ્વના એકમાત્ર ખેલાડી, પરંતુ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી હજુ નિવૃત્તિ નહીં. | પ્રથમ વરસાદમાં જામનગરમાં જર્જરિત ઇમારતની છત ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી. | ગુજરાતમાં દવાઓના નામે દર્દીઓની ખુલ્લેઆમ લૂંટ? હોસ્પિટલો-ફાર્મા કંપનીઓની સાંઠગાંઠના ગંભીર આક્ષેપોથી અનેક સવાલો ઊભા. | તારીખ : ૦૭/૦૭/૨૦૨૬ નું ન્યૂઝ પેપર | આજનું રાશિફળ: જાણો, તા. 07 જુલાઈ, મંગળવાર અને જેઠ વદ સાતમનું ભવિષ્ય | અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ દુર્ઘટના: સેફ્ટીના અભાવે સફાઈ કર્મચારીના મોતનો આક્ષેપ, હાઉસકીપિંગ સ્ટાફ હડતાળ પર. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૨ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર પ્રથમ વરસાદમાં જામનગરમાં જર્જરિત ઇમારતની છત ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી.

પ્રથમ વરસાદમાં જામનગરમાં જર્જરિત ઇમારતની છત ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી.

જામનગર : શહેરમાં પ્રથમ વરસાદના જોરદાર રાઉન્ડ દરમિયાન પટણીવાડ વિસ્તારમાં આવેલી હુસૈની બાગ હોલની જૂની અને જર્જરિત ઇમારતની છત અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના સદામ રેસ્ટોરન્ટ સામે બની હતી. સદનસીબે ઘટનાના સમયે છત નીચે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ સોમવારે રાત્રે ભારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે વર્ષો જૂની અને બિસ્માર હાલતમાં આવેલી હુસૈની બાગ હોલની છત અચાનક તૂટી પડી હતી. જોરદાર ધડાકા સાથે છત ધરાશાયી થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તંત્રને પણ જાણ કરવામાં આવી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ઇમારત લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી અને ભારે વરસાદને કારણે તેની છત નબળી પડી જતાં આખરે ધરાશાયી થઈ હતી. જોકે ઘટનાના સમયે ઇમારતમાં કોઈની અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જો આ ઘટના દિવસના સમયે અથવા લોકોની અવરજવર દરમિયાન બની હોત તો ગંભીર જાનહાનિ સર્જાઈ શકતી હતી.

બનાવ બાદ સ્થાનિકોમાં જર્જરિત ઇમારતો અંગે ચિંતા વ્યાપી છે. રહિશોએ તંત્રને શહેરની જોખમી અને બિસ્માર ઇમારતોનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી આગામી વરસાદી દિવસોમાં આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય. ઘટનાને લઈને તંત્ર દ્વારા વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ