જાહેરાત
તાજા સમાચાર
ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનથી પંચ મહાતીર્થ દર્શન યાત્રા: IRCTC દ્વારા ગુજરાતથી પુરી, કામાખ્યા, ગયા, વારાણસી અને અયોધ્યાની ધાર્મિક સફર | રાજકોટના સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગારમાં સુવિધા સુધારણા માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયાની મુલાકાત | ખંભાળિયામાં સ્ટંટબાજોની રફ્તાર પર પોલીસનો બ્રેક: જાહેર માર્ગ પર બાઈકથી કરતબ કરતા ચાર શખ્સ ઝડપાયા | દ્વારકાના ધ્રાસણવેલ ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ એલસીબીનો દરોડો: દારૂ, કાચો આથો અને સાધનો સહિત રૂ.૨૧ હજારનો મુદ્દામાલ કબજે, સંચાલક ફરાર | ખંભાળિયાના સોડસલા રોડ પરથી ગેરકાયદે રેતી વહન કરતા ત્રણ ટ્રેક્ટર ઝડપાયા | ખંભાળિયાના દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ચોટીલાથી ઝડપાયો દ્વારકા જિલ્લા એસ.ઓ.જી.ની કાર્યવાહી, | દ્વારકાના વરવાળામાં એન્જિનિયરિંગ દુકાનને તસ્કરોનું નિશાન, રૂ. 55 હજારની રોકડ ચોરીથી વેપારીઓમાં ચિંતા | અષાઢ મહિનામાં મેઘરાજાનો બીજો રાઉન્ડ: રાજ્યમાં આગામી 48 કલાકમાં વાતાવરણમાં પલટો, 16થી 20 જુલાઈ સુધી વરસાદની આગાહી | જામનગરમાં વિકાસ સામે ગંદકીનો પ્રશ્ન: રણજીત સાગર રોડ પર ગટરનું પાણી રસ્તા પર, સ્થાનિકોમાં રોષ | હોર્મુઝની ખાડીમાં યુદ્ધનો ભડકો: યુએઈના બે ઓઈલ ટેન્કરો પર મિસાઈલ હુમલો, એક ભારતીયનું મોત, 8 ઘાયલ |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૨૭ વાર જોવાયેલ એક કલાક પેહલા

ક્રાઇમ દ્વારકાના ધ્રાસણવેલ ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ એલસીબીનો દરોડો: દારૂ, કાચો આથો અને સાધનો સહિત રૂ.૨૧ હજારનો મુદ્દામાલ કબજે, સંચાલક ફરાર

દ્વારકાના ધ્રાસણવેલ ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ એલસીબીનો દરોડો: દારૂ, કાચો આથો અને સાધનો સહિત રૂ.૨૧ હજારનો મુદ્દામાલ કબજે, સંચાલક ફરાર

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામમાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી છે.

પ્રાપ્ત માહિતી મુજબ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામની સીમ વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. જેના આધારે પોલીસ ટીમે મગદેરની સામે જતા રોડ પર આવેલા સરકારી તળાવની પાળ પાસે વોચ ગોઠવી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડા દરમિયાન સ્થળ પરથી દેશી દારૂનો જથ્થો, દારૂ બનાવવા માટેનો કાચો આથો તેમજ દારૂ ઉકાળવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કુલ રૂ.૨૧,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસની કાર્યવાહી દરમિયાન દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હરભમભા ગમલાભા માણેક નામનો શખ્સ સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો અને પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો.

આ અંગે એલસીબી પોલીસે હરભમભા ગમલાભા માણેક વિરુદ્ધ ગુજરાત દારૂબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂની ગેરકાયદે હેરાફેરી અને ઉત્પાદન સામે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ