જાહેરાત
તાજા સમાચાર
અમદાવાદના 10 કિમી વિસ્તારના વાહનચાલકો પર વધારાનો બોજઃ 195 ગામોમાં લાગુ થશે AMCનો વાહન વેરો | નવી 9 મહાનગરપાલિકાઓને મોટી ભેટઃ જાહેર સુવિધાઓ માટે 5 વર્ષ સુધી સરકારી જમીન વિનામૂલ્યે આપશે ગુજરાત સરકાર | અમદાવાદમાં આયુર્વેદિક દવાના નામે હાઈટેક ઠગાઈનો પર્દાફાશઃ7 આરોપીઓ ઝડપાયા | મહેસાણામાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ : લાછડી ગામમાં સઘન સર્વેલન્સ શરૂ | કિંગ ખાનનો વૈશ્વિક ક્રિકેટમાં ડંકો: શાહરૂખ ખાનના નાઈટ રાઈડર્સ ગ્રુપે અમેરિકામાં બનાવ્યું ઐતિહાસિક ક્રિકેટ સ્ટેડિયમ | પ્રશાંત મહાસાગરમાંથી ઉદ્ભવેલા ટાયફૂન ‘બાવી’નો કહેરઃ ચાર દેશોમાં એલર્ટ, ભારે વરસાદ અને તોફાની પવનની દહેશત | લાલપુર પંથકના ખેડૂતોની માંગઃ રૂપાવટી ડેમમાં સૌની યોજના મારફતે નર્મદાનું પાણી છોડવામાં આવે, સિંચાઈ માટે તાત્કાલિક રાહતની અપીલ | આમોદના સરભાણ ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી : ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બાળકોને નિયમિત અભ્યાસ અને ઉચ્ચ લક્ષ્ય માટે પ્રેરણા આપી | જામનગર મનપાની ફરિયાદ વ્યવસ્થામાં મોટો ફેરફાર : હવે OTP વેરિફિકેશન બાદ જ ગણાશે ફરિયાદનો નિકાલ. | રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસીય જામનગર પ્રવાસે : પ્રાકૃતિક ખેતી, વૃક્ષારોપણ અને ખેડૂતો સાથે સંવાદ સહિતના કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર આમોદના સરભાણ ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી : ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બાળકોને નિયમિત અભ્યાસ અને ઉચ્ચ લક્ષ્ય માટે પ્રેરણા આપી

આમોદના સરભાણ ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી : ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બાળકોને નિયમિત અભ્યાસ અને ઉચ્ચ લક્ષ્ય માટે પ્રેરણા આપી

આમોદ : આમોદ તાલુકાના સરભાણ ગામે રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહિત કરવા અને નવા વિદ્યાર્થીઓને શાળાના શિક્ષણ સાથે જોડવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ આમોદ-જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓની સુંદર રજૂઆતથી શાળા પરિસરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.

શાળા પ્રવેશોત્સવ પ્રસંગે નવા પ્રવેશ મેળવનાર બાળકોનું ફૂલમાળા અને આવકાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે અને તેઓ નિયમિત રીતે શાળામાં હાજરી આપે તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે બાળકોના અભ્યાસ, શાળામાં મળતી સુવિધાઓ અને તેમના રસના વિષયો અંગે માહિતી મેળવી હતી. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, જીવનમાં સફળતા મેળવવા માટે શિક્ષણ સૌથી મહત્વપૂર્ણ સાધન છે. વિદ્યાર્થીઓએ નિયમિત અભ્યાસ કરવો, શિક્ષકોનું માર્ગદર્શન મેળવવું અને પોતાના જીવનમાં મોટા લક્ષ્યો નક્કી કરીને મહેનત કરવી જોઈએ.

ધારાસભ્યશ્રીએ બાળકોને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરવા માટે પ્રેરણા આપી હતી. તેમણે શિક્ષકો અને વાલીઓને પણ બાળકોના શિક્ષણમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી.

કાર્યક્રમમાં આમોદ તાલુકાના શિક્ષણ અધિકારી પ્રદ્યુમનસિંહ રાઉલજી, તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપ ડાયમા, જિલ્લા પંચાયત સભ્ય વિમલ પટેલ, સરભાણ તાલુકા પંચાયત સભ્ય ચિંતન પટેલ, અશોકભાઈ પટેલ, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિતના આગેવાનો, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ શાળા પ્રવેશોત્સવના મહત્વ અંગે પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના વ્યાપને વધારવા તથા દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સરભાણ ગામે યોજાયેલા આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓને શિક્ષણની નવી સફરની શુભ શરૂઆત કરાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોના ચહેરા પર ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. ગ્રામજનોમાં પણ શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને બાળકોના ભવિષ્ય અંગેનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ