જાહેરાત
તાજા સમાચાર
જામનગર-ધ્રોલ માર્ગે ખનીજ વિભાગનો સપાટો: ૬ ડમ્પર સહિત રૂ. ૨.૧૦ કરોડનો મુદ્દામાલ કબજે. | ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર ભયાનક અકસ્માત: લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા 13 લોકોના મોત | જામજોધપુરના મોટી ગોપ પાસે રેઢી પડેલી કારમાંથી ૫૮૮ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો અંધારાનો લાભ લઈ આરોપી ફરાર: પોલીસે રૂ. ૧૮.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો. | જામનગર જિલ્લા પુસ્તકાલયમાં વિમાન નિર્માતા મનુભાઈ પારેખની તસવીરનું અનાવરણ. | રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટ સક્રિય: કેન્દ્ર, યુપી સરકાર અને મંદિર ટ્રસ્ટને નોટિસ, SIT પાસેથી માંગ્યો સ્ટેટસ રિપોર્ટ | ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત: લોર્ડ્સમાં પ્રથમ મહિલા ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 270 રને હરાવ્યું | જામનગરમાં પુત્રીએ જ વૃદ્ધ માતાને ઘર-દુકાનમાંથી કાઢી મૂકી મિલકત પર કબજો કર્યો માતાને લખનૌ બોલાવી પાછળથી જામનગર આવી કબજો જમાવ્યાનો આક્ષેપ. | હડાદ તાલુકામાં PM પોષણ યોજનાના ૨ કેન્દ્રો માટે સંચાલકોની ભરતી ૨૪ જુલાઈ સુધી સ્થાનિક લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ. | અંબાજી મંદિરમાં અષાઢ સુદ બીજ નિમિત્તે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર. | જામનગરમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: રૂ.૨૦ હજારના બદલામાં રૂ.૪૩ હજાર ચૂકવ્યા છતાં વધુ રૂ.૩૦ હજારની માંગણી. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૨૨ વાર જોવાયેલ એક કલાક પેહલા

ક્રાઇમ જામજોધપુરના મોટી ગોપ પાસે રેઢી પડેલી કારમાંથી ૫૮૮ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો અંધારાનો લાભ લઈ આરોપી ફરાર: પોલીસે રૂ. ૧૮.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

જામજોધપુરના મોટી ગોપ પાસે રેઢી પડેલી કારમાંથી ૫૮૮ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો અંધારાનો લાભ લઈ આરોપી ફરાર: પોલીસે રૂ. ૧૮.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં પોલીસે નાઈટ કોમ્બિંગ દરમિયાન દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મોટી ગોપ ગામ નજીક શંકાસ્પદ હાલતમાં મળી આવેલી એક કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૫૮૮ બોટલનો જથ્થો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોલીસને જોઈ કાર ચાલક વાહન મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, તા. ૧૧ જુલાઈની મોડી રાત્રે જામજોધપુર પોલીસ સ્ટાફ દ્વારા નાઈટ કોમ્બિંગ અને પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગોપ પાટિયા તરફથી જીણાવારી ગામ થઈ ધ્રાફા તરફ એક કારમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે મોટી ગોપ ગામ નજીક જીણાવારી રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર ચાલકે પોલીસના વાહનો જોઈ કારને વધુ ઝડપે હંકારી ગોપનાથ મહાદેવ મંદિર તરફ લઈ ગયો હતો.

પોલીસે પણ કારનો પીછો કરતા ચાલકે ગોપ ડુંગર તરફ જતા માર્ગ પર એક અવાવરું સ્થળે કાર ઊભી રાખી દીધી હતી. ત્યારબાદ આરોપી નજીકની બાવળની ઝાડીઓમાં અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ તપાસમાં કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૫૮૮ બોટલ મળી આવી હતી. જેની કિંમત આશરે રૂ. ૨.૯૪ લાખ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કારની કિંમત સહિત કુલ રૂ. ૧૮.૯૪ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

આ મામલે પોલીસે અજાણ્યા આરોપી સામે દારૂબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે કારના નંબર, માલિકી વિગતો તેમજ અન્ય ટેકનિકલ પુરાવાના આધારે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગર જિલ્લામાં દારૂની ગેરકાયદે હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોટી ગોપ નજીકથી ઝડપાયેલો આ દારૂનો જથ્થો પોલીસની નાઈટ કોમ્બિંગ કામગીરીની સફળતા માનવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ