જાહેરાત
તાજા સમાચાર
સોશિયલ મીડિયામાં અશ્લીલ અને ધમકીભરી કોમેન્ટ કરનાર દ્વારકા જિલ્લાના ૧૨ શખ્સની અટકાયત | ભાણવડના ડુંગરાળ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસનો સપાટો | જામનગરના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર બે આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયા | કાલાવડના મોટા પાંચદેવડા ગામે વૃદ્ધ દંપતી પર ધાડ-લૂંટનો આરોપી સાત મહિના બાદ ઝડપાયો | અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું ભક્તિનગર સ્ટેશન, મુસાફરોને મળશે વિશ્વસ્તરીય અનુભવ. | જામનગર-ધ્રોલ માર્ગે ખનીજ વિભાગનો સપાટો: ૬ ડમ્પર સહિત રૂ. ૨.૧૦ કરોડનો મુદ્દામાલ કબજે. | ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર ભયાનક અકસ્માત: લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા 13 લોકોના મોત | જામજોધપુરના મોટી ગોપ પાસે રેઢી પડેલી કારમાંથી ૫૮૮ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો અંધારાનો લાભ લઈ આરોપી ફરાર: પોલીસે રૂ. ૧૮.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો. | જામનગર જિલ્લા પુસ્તકાલયમાં વિમાન નિર્માતા મનુભાઈ પારેખની તસવીરનું અનાવરણ. | રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટ સક્રિય: કેન્દ્ર, યુપી સરકાર અને મંદિર ટ્રસ્ટને નોટિસ, SIT પાસેથી માંગ્યો સ્ટેટસ રિપોર્ટ |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૧૬ વાર જોવાયેલ એક કલાક પેહલા

ક્રાઇમ ભાણવડના ડુંગરાળ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસનો સપાટો

ભાણવડના ડુંગરાળ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસનો સપાટો

ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં દેશી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસે કાર્યવાહી તેજ બનાવી છે. ભાણવડના ડુંગરાળ વિસ્તારમાં સ્થાનિક પોલીસે બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી દેશી દારૂ બનાવવાના અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે બંને સ્થળેથી પીવાનો દેશી દારૂ તથા દારૂ બનાવવા માટેનો કાચો આથો મળી કુલ રૂ.૭૨ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે બંને સ્થળોના સંચાલકો પોલીસ હાથ લાગ્યા વગર નાસી છૂટતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાણવડ પોલીસ દ્વારા ગેરકાયદે દારૂની પ્રવૃત્તિઓ સામે ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે ભાણવડ પંથકના ધામણીનેસ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ડુંગરની તળેટી વિસ્તારમાં તપાસ કરતા દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવા માટેનો અંદાજે ૧૨૦૦ લીટર કાચો આથો તથા ૧૦ લીટર જેટલો તૈયાર પીવાનો દેશી દારૂ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.૩૨ હજાર જેટલી હોવાનું પોલીસે જણાવ્યું છે.

દરોડા દરમિયાન દેશી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ભીમાભાઈ પરબતભાઈ મોરી નામનો શખ્સ સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો અને પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના વિરુદ્ધ ગુજરાત દારૂબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઉપરાંત ભાણવડ તાલુકાના સાંકળોજા તળાવ નજીક પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અહીં દરોડા દરમિયાન દેશી દારૂ બનાવવા માટેનો મોટા પ્રમાણમાં કાચો આથો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી અંદાજે ૧૬૦૦ લીટર કાચો આથો કબજે કર્યો હતો, જેની કિંમત રૂ.૪૦ હજાર જેટલી થાય છે.

આ દરોડામાં પણ દારૂ બનાવવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો સંચાલક પોપટભાઈ રામાભાઈ રબારી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે તેને ફરાર જાહેર કરી તેની સામે દારૂબંધી ધારા હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

ભાણવડ પોલીસે બંને સ્થળેથી કુલ ૨૮૦૦ લીટર કાચો આથો અને તૈયાર દેશી દારૂનો જથ્થો કબજે કરી ગેરકાયદે દારૂના ધંધા સામે કડક સંદેશો આપ્યો છે. હાલ બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો મારફતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ