મારું શહેર ભાણવડ પોલીસની કાર્યવાહી: ધારાગર ગામની નદી કાંઠેથી જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા, રૂ. 12,580નો મુદ્દામાલ જપ્ત.
ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ મથકની ટીમે જાહેરમાં જુગાર રમતા તત્વો સામે સફળ કાર્યવાહી હાથ ધરી છે. ધારાગર ગામની નદી વિસ્તારમાં બાવળની ઝાડીઓ વચ્ચે જાહેરમાં જુગાર રમતા કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. 12,580નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે ભાણવડ પોલીસે ધારાગર ગામની નદી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન બાવળની ઝાડીઓ વચ્ચે જાહેરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓ ઝડપાઈ આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત જુગાર રમવાના સાધનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપાયેલા આરોપીઓની ઓળખ નીચે મુજબ થઈ છે:
- નુરમામદભાઈ ઉર્ફે નુરો ઇસ્માઈલભાઈ ભટ્ટી, રહે. ફોટડી ગામ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા.
- રમેશભાઈ વજશીભાઈ ચાવડા, રહે. માનપર ગામ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા.
- કાસમભાઈ ઓસમાણભાઈ નાઈ, રહે. ધારાગર ગામ, વાડી વિસ્તાર, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા.
- આમદભાઈ સલેમાનભાઈ શેઠ, રહે. ધારાગર ગામ, વાડી વિસ્તાર, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા.
- ગુલમામદભાઈ અલીભાઈ કોરેજા, રહે. ધારાગર ગામના પાટીયા પાસે, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા.
આ સમગ્ર કાર્યવાહી ભાણવડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે. કોઠીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કામગીરીમાં સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા, કિશોરસિંહ ચંદુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ નારણભાઈ પબાભાઈ બેલા, પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા તેમજ લાલાભાઈ ફોગાભાઈ ખાટલીયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
પોલીસે તમામ આરોપીઓ સામે સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ જાહેર સ્થળોએ જુગાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આવી જ રીતે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે.
રિપોર્ટ મયુર મોદી ભાણવડ