જાહેરાત
તાજા સમાચાર
માણાવદરમાં મોબાઇલ શોપ સંચાલકની હત્યા, છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો | વર્ગ-2 રાજ્યસેવક સામે ACBનો સકંજો, ₹1.78 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | PM મોદીનો મોટો ડિજિટલ પ્લાન: મંત્રીઓને ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર’ બનવા સૂચના, જાણો શું છે નવી વ્યૂહરચના? | ભાવનગરના ખરકડી ગામે નશા બાદ યુવકનું મોત, ચાર લોકોની તબિયત લથડી. | ભાવનગરના ઉખલા ગામે ચોંકાવનારી ઘટના: કૂવામાં પડી 3 યુવકોના મોત, પોલીસ રેડને લઈને વિરોધાભાસ. | સરકારી નોકરીમાંથી નિવૃત્તિ બાદ પણ કાર્યવાહી! જમીન વિકાસ નિગમના તત્કાલીન મદદનીશ નિયામક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો. | કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. | SBI ગ્રાહકો ખાસ જાણી લો! 1 ઓક્ટોબરથી બદલાશે રોકડ ઉપાડનો નિયમ, 5મા ટ્રાન્ઝેક્શનથી લાગશે ચાર્જ. | RBIનો નવો ડ્રાફ્ટઃ 2027થી બદલાઈ શકે હોમ લોનનો નિયમ, EMI પર શું થશે અસર? | કેન્સર સામેની જંગમાં મોટી સફળતા! સ્કીન કેન્સર પાછું આવતું રોકવામાં પર્સનલાઇઝ્ડ mRNA વેક્સિનના આશાસ્પદ પરિણામો. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૬૯ વાર જોવાયેલ એક મહિનો પેહલા

ક્રાઇમ સાપર ગામે ગેરકાયદે ખનન સામે તવાઈ: ભૂસ્તરવિજ્ઞાન વિભાગ અને સિક્કા પોલીસનો સંયુક્ત દરોડો, રૂ. 65 લાખનો મુદ્દામાલ જપ્ત.

સાપર ગામે ગેરકાયદે ખનન સામે તવાઈ: ભૂસ્તરવિજ્ઞાન વિભાગ અને સિક્કા પોલીસનો સંયુક્ત દરોડો, રૂ. 65 લાખનો મુદ્દામાલ જપ્ત.

જામનગર જિલ્લામાં ગેરકાયદે ખનન સામે ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતા, જામનગરની તપાસ ટીમ તથા સિક્કા પોલીસની સંયુક્ત ટીમે સાપર ગામ નજીક આવેલા તળાવ વિસ્તારમાં દરોડો પાડી બિનઅધિકૃત રીતે મોરમ ખનિજનું ખનન અને વહન કરતા સાધનો જપ્ત કર્યા છે. કાર્યવાહીમાં આશરે રૂ. 65 લાખની કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર જિલ્લાના સાપર ગામને અડીને આવેલા તળાવ વિસ્તારમાં ગેરકાયદે મોરમ ખનન થતું હોવાની બાતમીના આધારે ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતાની તપાસ ટીમે સિક્કા પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન સ્થળ પરથી એક વોલ્વો હિટાચી મશીન તથા એક ડમ્પર બિનઅધિકૃત રીતે મોરમ ખનિજનું ખનન અને પરિવહન કરતા મળી આવ્યા હતા.

તપાસ દરમિયાન જરૂરી પરવાનગી કે ખનન માટેના અધિકૃત દસ્તાવેજો રજૂ કરવામાં ન આવતા અધિકારીઓએ બંને વાહનો કબજે કરી સીઝરની કાર્યવાહી હાથ ધરી હતી. જપ્ત કરાયેલા હિટાચી મશીન અને ડમ્પરની કુલ અંદાજિત કિંમત આશરે રૂ. 65 લાખ હોવાનું જણાવાયું છે.

કાર્યવાહી બાદ બંને વાહનોને કાયદેસરની કાર્યવાહી માટે સિક્કા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે, જ્યાં તેને અટકમાં રાખવામાં આવ્યા છે. સમગ્ર મામલે ખનિજ નિયમોના ભંગ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા જવાબદારોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ખનિજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે રાજ્ય સરકારના નિર્દેશ મુજબ ગેરકાયદે ખનન, ખનિજ ચોરી અને બિનઅધિકૃત વહન સામે જિલ્લામાં સતત ચેકિંગ અને સંયુક્ત દરોડાઓ ચલાવવામાં આવી રહ્યા છે. કુદરતી સંપત્તિના ગેરકાયદે શોષણને રોકવા માટે આવનારા દિવસોમાં પણ આવી કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે.

અધિકારીઓએ ખાણ-ખનિજ સંબંધિત નિયમોનું પાલન કરવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે બિનઅધિકૃત ખનન અથવા ખનિજના ગેરકાયદે પરિવહન અંગે કોઈપણ માહિતી મળે તો તાત્કાલિક સંબંધિત વિભાગ અથવા પોલીસને જાણ કરવી, જેથી સમયસર કાયદેસરની કાર્યવાહી કરી શકાય.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ