જાહેરાત
તાજા સમાચાર
જામનગર જેલમાં મોબાઇલ કાંડનો ભેદ ઉકેલાયો: સાયબર ક્રાઇમ પોલીસે વધુ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા. | દ્વારકામાં જમીન કૌભાંડની ગંધ? નવી શરતની જમીન, ડૂબમાં ગયેલી જમીન અને વેચાણ નોંધને લઈને ગંભીર સવાલો. | સુરક્ષા અને સેવાનો અનોખો સમન્વય: ધ્રોલ પોલીસની માનવતાભરી પહેલ, અબોલ ગાયોના ગળે રિફ્લેક્ટિવ બેલ્ટ બાંધી માર્ગ અકસ્માતો અટકાવવાનો પ્રયાસ. | ગીરની અમર સિંહ બેલડી ‘જય-વીરુ’ને ભાવભીની શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ સ્મારક બોર્ડનું કર્યું અનાવરણ. | શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ 150 પોઈન્ટ ઉછળીને 78,400ની નજીક, નિફ્ટી 24,450 પર; IT અને બેન્કિંગ શેરોમાં રોકાણકારોની જોરદાર ખરીદી. | અમદાવાદ પોલીસનું ‘ઓપરેશન ક્લીન સ્વીપ’ સફળ: 350 જવાનોની ટીમે 24 કલાકમાં 5 રાજ્યોમાંથી 190 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા. | સ્પેન સામે 1-0ની હાર સાથે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની છેલ્લી વર્લ્ડ કપ સફર પૂર્ણ: 6 વર્લ્ડ કપમાં ગોલ કરનાર વિશ્વના એકમાત્ર ખેલાડી, પરંતુ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી હજુ નિવૃત્તિ નહીં. | પ્રથમ વરસાદમાં જામનગરમાં જર્જરિત ઇમારતની છત ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી. | ગુજરાતમાં દવાઓના નામે દર્દીઓની ખુલ્લેઆમ લૂંટ? હોસ્પિટલો-ફાર્મા કંપનીઓની સાંઠગાંઠના ગંભીર આક્ષેપોથી અનેક સવાલો ઊભા. | તારીખ : ૦૭/૦૭/૨૦૨૬ નું ન્યૂઝ પેપર |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૫૮ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર જામનગર જેલમાં મોબાઇલ કાંડનો ભેદ ઉકેલાયો: સાયબર ક્રાઇમ પોલીસે વધુ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા.

જામનગર જેલમાં મોબાઇલ કાંડનો ભેદ ઉકેલાયો: સાયબર ક્રાઇમ પોલીસે વધુ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા.

જામનગર જિલ્લા જેલમાં પ્રતિબંધિત મોબાઇલ ફોનના ગેરકાયદેસર ઉપયોગના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. અગાઉ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે વધુ ચાર આરોપીઓની સંડોવણી સામે આવતા પોલીસે તેમની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અને જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે. એન. ઝાલાની દેખરેખ હેઠળ જામનગર જિલ્લા જેલમાં મળેલા પ્રતિબંધિત મોબાઇલ ફોનના ગેરકાયદેસર ઉપયોગના સમગ્ર મામલાની સઘન તપાસ ચાલી રહી છે.

આ કેસમાં અગાઉ સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ક્રમાંક 11202008260606/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223, 316(2), 61(2) તેમજ પ્રિઝન્સ એક્ટની કલમ 42, 43 અને 45ની પેટાકલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ. એ. ઘાસુરાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ. કે. જિલા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ, કોલ ડિટેઇલ્સ, ડિજિટલ પુરાવા અને અન્ય વૈજ્ઞાનિક તપાસના આધારે ગુનામાં સંડોવાયેલા વધુ ચાર આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

પોલીસે આરોપીઓનો જિલ્લા જેલમાંથી કબ્જો મેળવી તેમની સત્તાવાર ધરપકડ કરી છે. ઉપરાંત આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સોની ભૂમિકા અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓ

  • જફરઅલી ઉર્ફે જફર ઉંમરભાઈ બુચડ (ઉં.વ. 30), રહે. સચાણા ગામ, જામનગર.
  • મોઈન ઉંમરભાઈ સફીયા (ઉં.વ. 26), રહે. ખાખીનગર, જામનગર.
  • ગિલીત ઉર્ફે ગીલીત દિનેશભાઈ પરમાર (ઉં.વ. 25), રહે. ઈન્દિરા કોલોની, જામનગર.
  • ઈમ્તિયાઝ રહેમતુલ્લા મુણ્ડાક (ઉં.વ. 35), રહે. ધરારનગર-2, જામનગર.

પોલીસ હવે તપાસ કરી રહી છે કે પ્રતિબંધિત મોબાઇલ ફોન જેલની અંદર કેવી રીતે પહોંચ્યા, તેનો ઉપયોગ કોના સંપર્ક માટે કરવામાં આવતો હતો અને આ સમગ્ર કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિ અથવા નેટવર્ક સંડોવાયેલું છે કે નહીં.

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં ડિજિટલ પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ