જાહેરાત
તાજા સમાચાર
જામનગર-ધ્રોલ માર્ગે ખનીજ વિભાગનો સપાટો: ૬ ડમ્પર સહિત રૂ. ૨.૧૦ કરોડનો મુદ્દામાલ કબજે. | ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર ભયાનક અકસ્માત: લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા 13 લોકોના મોત | જામજોધપુરના મોટી ગોપ પાસે રેઢી પડેલી કારમાંથી ૫૮૮ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો અંધારાનો લાભ લઈ આરોપી ફરાર: પોલીસે રૂ. ૧૮.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો. | જામનગર જિલ્લા પુસ્તકાલયમાં વિમાન નિર્માતા મનુભાઈ પારેખની તસવીરનું અનાવરણ. | રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટ સક્રિય: કેન્દ્ર, યુપી સરકાર અને મંદિર ટ્રસ્ટને નોટિસ, SIT પાસેથી માંગ્યો સ્ટેટસ રિપોર્ટ | ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત: લોર્ડ્સમાં પ્રથમ મહિલા ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 270 રને હરાવ્યું | જામનગરમાં પુત્રીએ જ વૃદ્ધ માતાને ઘર-દુકાનમાંથી કાઢી મૂકી મિલકત પર કબજો કર્યો માતાને લખનૌ બોલાવી પાછળથી જામનગર આવી કબજો જમાવ્યાનો આક્ષેપ. | હડાદ તાલુકામાં PM પોષણ યોજનાના ૨ કેન્દ્રો માટે સંચાલકોની ભરતી ૨૪ જુલાઈ સુધી સ્થાનિક લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ. | અંબાજી મંદિરમાં અષાઢ સુદ બીજ નિમિત્તે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર. | જામનગરમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: રૂ.૨૦ હજારના બદલામાં રૂ.૪૩ હજાર ચૂકવ્યા છતાં વધુ રૂ.૩૦ હજારની માંગણી. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૩૬ વાર જોવાયેલ એક કલાક પેહલા

ક્રાઇમ જામનગરમાં પુત્રીએ જ વૃદ્ધ માતાને ઘર-દુકાનમાંથી કાઢી મૂકી મિલકત પર કબજો કર્યો માતાને લખનૌ બોલાવી પાછળથી જામનગર આવી કબજો જમાવ્યાનો આક્ષેપ.

જામનગરમાં પુત્રીએ જ વૃદ્ધ માતાને ઘર-દુકાનમાંથી કાઢી મૂકી મિલકત પર કબજો કર્યો માતાને લખનૌ બોલાવી પાછળથી જામનગર આવી કબજો જમાવ્યાનો આક્ષેપ.

જામનગર: જામનગર શહેરમાં સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ માતાએ પોતાની જ પુત્રી સામે ઘર અને દુકાન પર બળજબરીથી કબજો કરી કાઢી મૂક્યાની ફરિયાદ નોંધાવી છે. પુત્રીએ માતાને લખનૌ પોતાના ઘરે બોલાવી વિશ્વાસમાં લીધા બાદ પાછળથી જામનગર આવી ઘર અને દુકાન પર કબજો કરી લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ માતા પરત આવતા તેની સાથે મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જામનગર શહેરના ડિફેન્સ કોલોની શેરી નંબર-૧, ટેલિકોમ અગ્રવાલની બાજુમાં રહેતા ૭૦ વર્ષીય રજતુલબાનું તાજમહંમદ શેખ એકલા રહે છે અને જનરલ સ્ટોરનો વ્યવસાય ચલાવે છે. તેમણે પોતાની પુત્રી નુરજહાબેન જરારહુશેન શેખ વિરુદ્ધ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૦૪માં નુરજહાબેનના લગ્ન ગોરખપુર જિલ્લાના સહજનવા તાલુકાના એક ગામમાં થયા હતા અને ત્યારબાદ તેઓ લખનૌ ખાતે રહેતા હતા. થોડા સમય અગાઉ પુત્રીએ માતાને ફોન કરી જણાવ્યું હતું કે, તેમની પુત્રીની તબિયત સારી નથી અને માતા તેમની પાસે રહેવા આવે. પુત્રીના કહેવાથી વૃદ્ધ માતા લખનૌ ખાતે પહોંચી હતી અને ત્યાં આશરે ૨૫ દિવસ સુધી રોકાયા હતા.

આ દરમિયાન પુત્રીએ કથિત રીતે માતાને વિશ્વાસમાં લઈ પોતે જામનગર જવાનું નક્કી કર્યું હતું. ફરિયાદ મુજબ, પુત્રી માતાને જાણ કર્યા વગર લખનૌથી જામનગર આવી ગઈ હતી અને અહીં આવી માતાના મકાન તથા જનરલ સ્ટોર પર કબજો કરી લીધો હતો.

ત્યારબાદ વૃદ્ધ માતા પોતાના દોહિત્ર અને દોહિત્રી સાથે જામનગર પરત ફર્યા ત્યારે તેઓને ઘર પર પુત્રી પહેલેથી જ હાજર મળી હતી. માતાએ પોતાની મિલકત અંગે પૂછપરછ કરતાં પુત્રીએ જણાવ્યું હતું કે હવે ઘર અને જનરલ સ્ટોરની દુકાન તેની માલિકીની છે અને માતાનો તેમાં કોઈ હક્ક રહ્યો નથી.

આ બાબતે માતા-પુત્રી વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. ફરિયાદ મુજબ, પુત્રીએ માતાને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જો ફરીથી ઘરમાં પ્રવેશ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ વૃદ્ધ માતાને ઘરની બહાર કાઢી મૂકી ઘર તેમજ દુકાન પર બળજબરીથી કબજો જમાવી લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

વૃદ્ધ માતાની ફરિયાદના આધારે પોલીસે પુત્રી નુરજહાબેન સામે મારપીટ, ધમકી અને મિલકત પર બળજબરીપૂર્વક કબજો કરવાના આક્ષેપો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મિલકત સંબંધિત દસ્તાવેજો તથા ઘટનાની હકીકત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ