જાહેરાત
તાજા સમાચાર
જામનગરના સાગરકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, સઘન ચેકિંગથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત. | તહેવાર આવ્યા, ભાવવધારો લાવ્યા! મોંઘવારીનો માર, સામાન્ય પરિવારના ખિસ્સા પર વધ્યો બોજ | KFC, મેકડોનાલ્ડ્સ સહિત અનેક જાણીતી બ્રાન્ડ્સને FSSAIની નોટિસ | જામનગરમાં બહેનો માટે રક્ષાબંધનની ખાસ ભેટ, ઈ-બસમાં મળશે નિઃશુલ્ક મુસાફરી | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની પાવન કથા. | જામનગરમાં સીટી-બી ડિવિઝન પોલીસની વાહન ચેકિંગ કામગીરી, ૯ વાહનો ડિટેઇન. | ગુજરાત વિદ્યાપીઠનો ૭૨મો પદવીદાન સમારોહ ૨૭ ઓગસ્ટે યોજાશે. | દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૫૩ વાર જોવાયેલ 2 મહિના પેહલા

મારું શહેર બર્ધન ચોક, માંડવી ટાવર, દરબારગઢ અને સિંધી માર્કેટના વેપારીઓ ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરવા માંગે છે.

બર્ધન ચોક, માંડવી ટાવર, દરબારગઢ અને સિંધી માર્કેટના વેપારીઓ ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરવા માંગે છે.

જામનગર: શહેરના બર્ધન ચોક, માંડવી ટાવર, દરબારગઢ અને સિંધી માર્કેટ વિસ્તારના આશરે 200 જેટલા વેપારીઓએ દબાણની સમસ્યા અને "નો હોકિંગ ઝોન"ના અમલીકરણ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરવાની માંગ ઉઠાવી છે. આ અંગે વેપારીઓ દ્વારા યોગ્ય સમયે એપોઇન્ટમેન્ટ મેળવવા માટે રજૂઆત કરવામાં આવી છે.

વેપારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણના કારણે વેપાર-ધંધાને ભારે અસર થઈ રહી છે. અનેક વખત સ્થાનિક તંત્ર, મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગોને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી.

રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર કેટલાક વિસ્તારોને "નો હોકિંગ ઝોન" જાહેર કરવામાં આવ્યા છે. તેમ છતાં આ વિસ્તારોમાં હજુ પણ રેકડીઓ, પાથરણાં અને અન્ય પ્રકારના દબાણો યથાવત જોવા મળી રહ્યા છે. વેપારીઓનો આક્ષેપ છે કે જ્યાં "નો હોકિંગ ઝોન"ના બોર્ડ લગાવવામાં આવ્યા છે, ત્યાં પણ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર, પાર્કિંગ માટે ફાળવવામાં આવેલા વિસ્તારોમાં પણ દબાણકર્તાઓ દ્વારા રેકડીઓ અને પાથરણાં ગોઠવવામાં આવતા ગ્રાહકોને વાહન પાર્ક કરવામાં મુશ્કેલી પડે છે. પરિણામે વેપાર-ધંધા પર સીધી અસર પડી રહી છે અને નિયમિત કર તથા અન્ય ચાર્જ ચૂકવતા વેપારીઓને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

વેપારીઓનું કહેવું છે કે આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે વેપારીઓમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે સંબંધિત તંત્ર દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

આથી બર્ધન ચોક, માંડવી ટાવર, દરબારગઢ અને સિંધી માર્કેટ વિસ્તારના આશરે 200 જેટલા વેપારીઓએ ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી પોતાની સમસ્યાઓ રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વેપારીઓનું માનવું છે કે રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાથી સમસ્યાનું યોગ્ય અને કાયમી નિરાકરણ આવી શકે છે.

વેપારીઓએ માંગ કરી છે કે તેમને મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત માટે યોગ્ય સમય અને એપોઇન્ટમેન્ટ આપવામાં આવે, જેથી તેઓ પોતાના પ્રશ્નો, હાઈકોર્ટના આદેશના અમલીકરણ અને શહેરના વેપારિક વિસ્તારોમાં દબાણ દૂર કરવા અંગેની માંગણીઓ સીધી રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરી શકે

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ