જાહેરાત
તાજા સમાચાર
માણાવદરમાં મોબાઇલ શોપ સંચાલકની હત્યા, છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો | વર્ગ-2 રાજ્યસેવક સામે ACBનો સકંજો, ₹1.78 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | PM મોદીનો મોટો ડિજિટલ પ્લાન: મંત્રીઓને ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર’ બનવા સૂચના, જાણો શું છે નવી વ્યૂહરચના? | ભાવનગરના ખરકડી ગામે નશા બાદ યુવકનું મોત, ચાર લોકોની તબિયત લથડી. | ભાવનગરના ઉખલા ગામે ચોંકાવનારી ઘટના: કૂવામાં પડી 3 યુવકોના મોત, પોલીસ રેડને લઈને વિરોધાભાસ. | સરકારી નોકરીમાંથી નિવૃત્તિ બાદ પણ કાર્યવાહી! જમીન વિકાસ નિગમના તત્કાલીન મદદનીશ નિયામક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો. | કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. | SBI ગ્રાહકો ખાસ જાણી લો! 1 ઓક્ટોબરથી બદલાશે રોકડ ઉપાડનો નિયમ, 5મા ટ્રાન્ઝેક્શનથી લાગશે ચાર્જ. | RBIનો નવો ડ્રાફ્ટઃ 2027થી બદલાઈ શકે હોમ લોનનો નિયમ, EMI પર શું થશે અસર? | કેન્સર સામેની જંગમાં મોટી સફળતા! સ્કીન કેન્સર પાછું આવતું રોકવામાં પર્સનલાઇઝ્ડ mRNA વેક્સિનના આશાસ્પદ પરિણામો. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૭૩ વાર જોવાયેલ એક મહિનો પેહલા

ક્રાઇમ જામનગરમાં મહિલાના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો, પાંચ મહિલા સહિત આઠ જુગારીઓ ઝડપાયા.

જામનગરમાં મહિલાના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો, પાંચ મહિલા સહિત આઠ જુગારીઓ ઝડપાયા.

જામનગર શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજપાર્ક નજીક આવેલા એક રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી પાંચ મહિલા સહિત કુલ આઠ જુગારિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ રૂ. 1.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જામનગર શહેરના રાજપાર્ક વિસ્તાર નજીક રંગમતી પાર્ક શેરી નં. 2માં સાઈ કૃપા પ્રોવિઝન સ્ટોરની બાજુમાં આવેલા મકાનમાં સરોજબેન અશ્વિનભાઈ પ્રેમશંકરભાઈ પંડ્યા દ્વારા બહારથી સ્ત્રી-પુરુષોને બોલાવી ગંજીપાનાના પત્તા વડે જુગાર રમાડવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી એલસીબીને મળી હતી.

બાતમીની ખરાઈ કર્યા બાદ એલસીબીની ટીમે કોર્ટમાંથી વોરંટ મેળવી ગઈકાલે મોડી સાંજે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનની અંદર ગંજીપાનાના પત્તા વડે જુગાર રમાઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે સ્થળ પરથી મકાન માલિક સરોજબેન અશ્વિનભાઈ પ્રેમશંકરભાઈ પંડ્યા સહિત ભરત કરમશીભાઈ ચોપડા, ક્રિપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા, જયરાજસિંહ વનરાજસિંહ ગોહિલ, નલીનીબેન બાબુભાઈ કોટડીયા, આશાબેન કેસુભાઈ મોઢવાડિયા, આનંદબા રાજેન્દ્રસિંહ ઝાલા અને સતીબેન હરીશભાઈ ચાવડા સહિત કુલ આઠ સ્ત્રી-પુરુષોની અટકાયત કરી હતી.

દરોડા દરમિયાન પોલીસે જુગારના અડ્ડા પરથી રૂ. 72,500ની રોકડ રકમ, આઠ મોબાઇલ ફોન, બે મોટરસાયકલ તેમજ અન્ય સામગ્રી મળી કુલ રૂ. 1,88,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ સમગ્ર મામલે તમામ આરોપીઓ સામે જામનગરના સિટી "બી" ડિવિઝન પોલીસ મથકે ગુજરાત જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જુગારધામ કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને તેમાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

જામજોધપુરમાં પણ જાહેર જુગાર રમતા શખ્સો ઝડપાયા

બીજી તરફ જામજોધપુર પોલીસ દ્વારા પણ જાહેરમાં જુગાર રમતા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામજોધપુરના આંબેડકર ચોક વિસ્તારમાં કેટલાક લોકો જાહેરમાં ગંજીપાનાના પત્તા વડે "રોન પોલીસ" નામનો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો.

કાર્યવાહી દરમિયાન ઈશાભાઈ ઓસમાણભાઈ રાવકડા અને અસલમભાઈ અહમદભાઈ સમા સહિતના શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે મોહમ્મદ મુસાભાઈ કટારિયા નામનો એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો.

પોલીસે સ્થળ પરથી રૂ. 1,530ની રોકડ રકમ તેમજ જુગાર રમવા માટે વપરાતું સાહિત્ય કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જિલ્લા પોલીસ દ્વારા જુગાર, દારૂ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરની આ કાર્યવાહીના કારણે આવા ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું માનવામાં આવે છે. પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામેનું અભિયાન આગામી દિવસોમાં પણ વધુ સઘન બનાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ