જાહેરાત
તાજા સમાચાર
પ્રશાંત મહાસાગરમાંથી ઉદ્ભવેલા ટાયફૂન ‘બાવી’નો કહેરઃ ચાર દેશોમાં એલર્ટ, ભારે વરસાદ અને તોફાની પવનની દહેશત | લાલપુર પંથકના ખેડૂતોની માંગઃ રૂપાવટી ડેમમાં સૌની યોજના મારફતે નર્મદાનું પાણી છોડવામાં આવે, સિંચાઈ માટે તાત્કાલિક રાહતની અપીલ | આમોદના સરભાણ ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી : ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બાળકોને નિયમિત અભ્યાસ અને ઉચ્ચ લક્ષ્ય માટે પ્રેરણા આપી | જામનગર મનપાની ફરિયાદ વ્યવસ્થામાં મોટો ફેરફાર : હવે OTP વેરિફિકેશન બાદ જ ગણાશે ફરિયાદનો નિકાલ. | રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસીય જામનગર પ્રવાસે : પ્રાકૃતિક ખેતી, વૃક્ષારોપણ અને ખેડૂતો સાથે સંવાદ સહિતના કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત | સલાયામાં જાહેરમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: 6 શખ્સ ઝડપાયા, રૂ. 35 હજારથી વધુનો મુદ્દામાલ કબજે. | પુણે કેતન અગ્રવાલ હત્યાકાંડઃ પિતાની રાષ્ટ્રપતિને ભાવુક અપીલ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી સુનાવણીની માંગ | જાંબુડા વોટર પાર્કમાં કરુણ ઘટના: નહાતી વેળાએ 14 વર્ષના તરુણને છાતીમાં દુઃખાવો ઉપડ્યો, સારવાર દરમિયાન મોત. | ભરૂચમાં ‘લંડનથી સોનું’ની લાલચ આપી ઓનલાઈન ઠગાઈનો પ્રયાસ નિષ્ફળઃ 181 અભયમની સતર્કતાથી મહિલા આત્મઘાતી પગલું ભરતા બચી | જામનગરમાં ઓફિસબોયની કરતૂતનો પર્દાફાશ: મેનેજરનું ચોરાયેલું લેપટોપ રહેણાંક રૂમમાંથી મળી આવ્યું. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૧ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર જાંબુડા વોટર પાર્કમાં કરુણ ઘટના: નહાતી વેળાએ 14 વર્ષના તરુણને છાતીમાં દુઃખાવો ઉપડ્યો, સારવાર દરમિયાન મોત.

જાંબુડા વોટર પાર્કમાં કરુણ ઘટના: નહાતી વેળાએ 14 વર્ષના તરુણને છાતીમાં દુઃખાવો ઉપડ્યો, સારવાર દરમિયાન મોત.

જામનગર નજીક જાંબુડા ગામ પાસે આવેલા વોટર પાર્કમાં એક કરુણ ઘટના સામે આવી છે. પરિવાર સાથે આનંદ માણવા ગયેલા 14 વર્ષના તરુણનું નહાતી વખતે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આનંદની ક્ષણો અચાનક માતમમાં ફેરવાઈ જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પર આવેલી સરદાર સોસાયટીમાં રહેતો આરવ શિવકુમાર સ્વર્ણકાર નામનો 14 વર્ષીય તરુણ પોતાના કૌટુંબિક પરિવાર સાથે જાંબુડા ગામ નજીક આવેલા વેલકમ વોટર પાર્કમાં ફરવા ગયો હતો.

પરિવારના સભ્યો અને સગા-સંબંધીઓ સાથે આરવ વોટર પાર્કમાં નહાવાની મજા માણી રહ્યો હતો. પરિવાર સાથે ખુશીની પળો પસાર થઈ રહી હતી ત્યારે અચાનક આરવને છાતીમાં ભારે દુઃખાવો ઉપડ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો અને તરત જ તેને સારવાર માટે નજીકના જાંબુડા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ આરવની વધુ સારવાર માટે તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ કરતાં આરવને મૃત જાહેર કર્યો હતો. કુમળી વયના તરુણના અચાનક નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને હોસ્પિટલ પરિસરમાં કરુણ દૃશ્યો સર્જાયા હતા.

આ બનાવ અંગે મૃતક આરવના માતાએ ભારે હૈયે પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. જાણ મળતાં પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળ તેમજ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા આરવના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક રીતે છાતીમાં દુઃખાવો આવ્યા બાદ મોત થયાનું સામે આવ્યું છે, જોકે તબીબી તપાસ અને અન્ય વિગતો બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

આ ઘટના બાદ આરવના પરિવારજનો, મિત્રો અને સોસાયટીના રહેવાસીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જે પરિવાર થોડા સમય પહેલા આનંદ માણવા માટે વોટર પાર્ક ગયો હતો, તે જ પરિવારને અચાનક પોતાના વહાલસોયા આરવને ગુમાવવાનો વારો આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં પણ હૃદય સંબંધિત તકલીફોના બનાવો સામે આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં જ યુવાન અને આધેડ વયના લોકોના હૃદયરોગ સંબંધિત બનાવો સામે આવ્યા હતા, ત્યારે હવે માત્ર 14 વર્ષની વયના તરુણના છાતીમાં દુઃખાવો આવ્યા બાદ થયેલા મૃત્યુએ આરોગ્ય પ્રત્યે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે.

આ ઘટનાએ પરિવાર અને સમાજમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. આરોગ્ય નિષ્ણાતો પણ શરીરમાં અચાનક દેખાતા લક્ષણોને અવગણ્યા વગર સમયસર તબીબી સલાહ લેવાની અપીલ કરતા રહે છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ