જાહેરાત
તાજા સમાચાર
તાલાલા-સુત્રાપાડા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ | જવેલિન થ્રોમાં ગોલ્ડથી ભારત માત્ર એક ડગલું દૂર, ફાઇનલમાં ત્રણ ભારતીય ખેલાડીઓની એન્ટ્રી | ભારે વરસાદ વચ્ચે પાવાગઢ મંદિર ટ્રસ્ટની અપીલ, 31 જુલાઈ અને 1 ઓગસ્ટે યાત્રા ટાળવા વિનંતી | જોડિયા તાલુકાના કેશિયા રોડ પરના કોઝવેનું તાત્કાલિક રિપેરિંગ પૂર્ણ, ચોમાસામાં વાહનવ્યવહાર વધુ સુરક્ષિત બન્યો. | ભારે વરસાદની આગાહીને પગલે જામનગર જિલ્લામાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે શાળાઓમાં રજા, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. | ભારે વરસાદની આગાહીને પગલે જામનગર જિલ્લામાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે શાળાઓમાં રજા, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. | મતદાર ID, આધાર અને PAN કાર્ડ નાગરિકતાનો અંતિમ પુરાવો નથી: કોલકાતા હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. | કોંગોમાં ઈબોલાનો ભયંકર કહેર, છેલ્લા 24 કલાકમાં 50 મોત; સંયુક્ત રાષ્ટ્રે વૈશ્વિક મદદની કરી અપીલ | શેરબજારમાં આજે જોરદાર તેજી: સેન્સેક્સ 274 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,317 પર બંધ; ઓટો, IT અને મીડિયા શેરોમાં ખરીદીનો માહોલ. | જામનગર જિલ્લામાં 15 ઓગસ્ટ સુધી દરિયામાં પ્રવેશ પર પ્રતિબંધ, જાહેરનામું અમલમાં. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૨૦ વાર જોવાયેલ 7 કલાક પેહલા

મારું ગુજરાત તાલાલા-સુત્રાપાડા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ

તાલાલા-સુત્રાપાડા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ

ગીર સોમનાથ જિલ્લાના 91-તાલાલા-સુત્રાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના નવા જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ ભવ્ય કાર્યક્રમ વચ્ચે સંપન્ન થયું હતું. કાર્યક્રમમાં વિસ્તારના અનેક આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ નવા જનસંપર્ક કાર્યાલયથી વિસ્તારના નાગરિકોને વધુ સરળતાથી લોકપ્રતિનિધિ સુધી પહોંચવાની સુવિધા મળશે અને લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણમાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ભગવાનભાઈ બારડે પણ ઉપસ્થિત તમામ આગેવાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, સમાજના અગ્રણી લોકો, કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના નારાઓ અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે યોજાયો હતો.

રિપોર્ટર : જગદીશ આહીર

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ