જાહેરાત
તાજા સમાચાર
કોંગોમાં ઈબોલાનો ભયંકર કહેર, છેલ્લા 24 કલાકમાં 50 મોત; સંયુક્ત રાષ્ટ્રે વૈશ્વિક મદદની કરી અપીલ | શેરબજારમાં આજે જોરદાર તેજી: સેન્સેક્સ 274 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,317 પર બંધ; ઓટો, IT અને મીડિયા શેરોમાં ખરીદીનો માહોલ. | જામનગર જિલ્લામાં 15 ઓગસ્ટ સુધી દરિયામાં પ્રવેશ પર પ્રતિબંધ, જાહેરનામું અમલમાં. | ગુજરાતમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી: રાજ્ય સરકાર એલર્ટ મોડમાં, NDRF-SDRF સ્ટેન્ડબાય. | જામનગરમાં બે વર્ષ જૂના હત્યા કેસનો પર્દાફાશ: પત્ની, પ્રેમી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા. | જામનગરના 154 સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, 26 સપ્ટેમ્બર સુધી અમલ. | શ્રીમદ્ ભગવદ્ ગીતા – પાંચમા અધ્યાય (કર્મસંન્યાસ યોગ)નું માહાત્મ્ય. | 'પાકિસ્તાની કાશ્મીર' શબ્દપ્રયોગ સામે ભારતનો કડક વિરોધ, PoKને લઈને ન્યૂયોર્ક ટાઈમ્સને આડકતરી ટકોર | અમદાવાદમાં વહેલી સવારે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો, કોઈ જાનહાનિ નહીં | IPLના બિઝનેસમાં 11.4%નો ઉછાળો, RCB બની સૌથી મૂલ્યવાન ટીમ; લીગની કુલ કિંમત ₹1.96 લાખ કરોડને પાર. |
પાછા મુખ્ય સમાચાર પર
હવામાન ૪૭ વાર જોવાયેલ 7 કલાક પેહલા

હવામાન ગુજરાતમાં 7 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તંત્ર હાઈ એલર્ટ પર.

ગુજરાતમાં 7 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તંત્ર હાઈ એલર્ટ પર.

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા જોરદાર બેટિંગ કરે તેવી શક્યતાને પગલે હવામાન વિભાગ (IMD) અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે (30 જુલાઈ) સવારે 10 વાગ્યા સુધીના નાઉકાસ્ટ અનુસાર ઉત્તર અને પૂર્વ ગુજરાતના 7 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓને ઓરેન્જ, યલો અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવનની પણ સંભાવના હોવાથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દાદરા અને નગર હવેલી વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

હાલ માટે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યો છે, જોકે હવામાનમાં અચાનક ફેરફાર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્રને સતત નજર રાખવા સૂચના આપવામાં આવી છે.

SEOC દ્વારા જિલ્લા તંત્રને તાકીદ

સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, મામલતદારો અને સંબંધિત વિભાગોને પૂર્વ તૈયારી રાખવા કડક સૂચનાઓ આપી છે.

તંત્રને રસ્તા પર જોખમી સ્થિતિમાં આવેલા વૃક્ષો, નબળા વીજ થાંભલા, હોર્ડિંગ્સ અને કામચલાઉ માળખાં તાત્કાલિક દૂર કરવા આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, જર્જરિત મકાનોમાં રહેતા લોકોને અગાઉથી સલામત સ્થળે ખસેડી શેલ્ટર હોમમાં રહેવા, ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સૂચના આપવામાં આવી છે.

કોઝવે અને પુલો પર ખાસ નજર

પાણી ફરી વળવાની શક્યતા ધરાવતા કોઝવે અને જર્જરિત પુલો પર વાહનોની અવરજવર જરૂરી હોય ત્યારે તાત્કાલિક બંધ કરાવવા તેમજ ભારે વાહનોને વિકલ્પ માર્ગે ડાયવર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે.

24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત

તમામ જિલ્લાઓમાં 24x7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને કોઈપણ આપત્તિની સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ મળી રહે તે માટે તમામ લાઇન વિભાગોને સજ્જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

બચાવ ટીમો સ્ટેન્ડબાય

રાજ્યભરમાં આપદા મિત્ર, GRD, હોમગાર્ડ, SRD, NCC, NSS કેડેટ્સ, ફાયર બ્રિગેડ, રેસ્ક્યૂ બોટ્સ તેમજ NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે જેથી કોઈપણ ઇમરજન્સી સમયે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય.

હવામાન વિભાગે આગામી કલાકોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા વ્યક્ત કરતાં નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો અને પૂરપ્રવણ વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ