જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં દહેજ માટે રૂ. 3 કરોડની માંગણીનો ગંભીર આક્ષેપ: પરણીતાએ પતિ સહિત છ સાસરીયાઓ સામે નોંધાવી ફરિયાદ. | પોરબંદર-નવી બંદર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ફરજ પર જઈ રહેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલનું ઘટનાસ્થળે જ મોત. | બંધ મકાનને તસ્કરોનું નિશાન: જામનગરમાં મહિલા સફાઈ કામદારના ઘરમાંથી રૂ. 2.77 લાખની રોકડ અને દાગીનાની ચોરી. | વિધવા સહાયના નામે વિશ્વાસઘાત: જામનગરમાં 74 વર્ષીય વૃદ્ધાના ઘરમાં ઘૂસી રૂ.1.29 લાખના સોનાના દાગીના ચોરી, રિક્ષાચાલક સહિત ત્રણ સામે ફરિયાદ. | જામનગરના પંચવટી સર્કલ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, પોલીસે ઓળખ માટે તપાસ શરૂ કરી. | મોન્સૂન ફિશિંગ પ્રતિબંધનો ભંગ: જામનગર નજીક દરિયામાં માછીમારી કરનાર સામે ગુનો નોંધાયો. | પીઠડ ગામે જૂની અદાવતનો વિસ્ફોટ: પરિવાર પર 6 શખ્સોનો હુમલો, મહિલા સહિત ત્રણને ઈજા. | 'તેરા તુજકો અર્પણ' હેઠળ જામનગર પોલીસની પ્રશંસનીય કામગીરી: બિનવારસુ હાલતમાં મળી આવેલી રૂ. 3 લાખની કાર મૂળ માલિકને પરત અપાઈ. | ત્રણ રાજ્યોમાં પેટાચૂંટણીનો શંખનાદ:ત્રણ વિધાનસભા બેઠકો પર 30 જુલાઈએ મતદાન, 3 ઓગસ્ટે પરિણામ | મોદીએ જાપાનના વડાપ્રધાન તાકાઈચીને 'નાની બહેન' કહીને આવકાર્યા |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૧૨ વાર જોવાયેલ એક કલાક પેહલા

ક્રાઇમ પીઠડ ગામે જૂની અદાવતનો વિસ્ફોટ: પરિવાર પર 6 શખ્સોનો હુમલો, મહિલા સહિત ત્રણને ઈજા.

પીઠડ ગામે જૂની અદાવતનો વિસ્ફોટ: પરિવાર પર 6 શખ્સોનો હુમલો, મહિલા સહિત ત્રણને ઈજા.

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામમાં જૂની અદાવતને લઈને એક પરિવાર પર છ શખ્સોએ હુમલો કરી મારામારી, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે જોડિયા પોલીસ સ્ટેશનમાં છ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, પીઠડ ગામે રહેતી સલમાબેન ફૈજાનભાઈ જુમાણીના ભાઈ મજીદના પુત્ર રેહાન દ્વારા અગાઉ આરોપી રસીકભાઈ રામભાઈ સોઢીયાની વાડીમાંથી એક ગલૂડિયું લાવવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને બંને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલી રહ્યું હતું. આ જ જૂની અદાવતના કારણે રસીકભાઈ સોઢીયા પોતાના ભાઈઓ અશોકભાઈ સોઢીયા અને ચેતનભાઈ સોઢીયા સાથે ફરિયાદીના ઘરે પહોંચી ગયા હતા.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્રણેય આરોપીઓએ ફરિયાદીના પરિવાર સાથે ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન વધુ ત્રણ શખ્સો અંકિતભાઈ બાબુભાઈ સોઢીયા, અર્જુનભાઈ રસીકભાઈ સોઢીયા અને જયદીપભાઈ અશોકભાઈ સોઢીયા પણ ઘટનાસ્થળે પહોંચી જતા વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું.

આક્ષેપ મુજબ, તમામ છ આરોપીઓએ મળીને સલમાબેન અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન રસીકભાઈએ ફરિયાદીના છાતીના ભાગે લાત મારી હતી, જ્યારે ચેતનભાઈએ લોખંડના પાઈપ વડે પેટના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત ફરિયાદીની માતા રોશનબેનને ઝાપટ મારવામાં આવી હતી તેમજ માતા અને ભાભી શેહનાઝબેન સાથે પણ મારામારી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.

બનાવ બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પોલીસને જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

આ બનાવ અંગે જોડિયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 115(2), 351(3), 352, 54 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ છ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ