જાહેરાત
તાજા સમાચાર
ગુજરાતમાં AI ઇકોસિસ્ટમને મળશે નવી ગતિઃ Automation Anywhere સાથે રૂ.100 કરોડ સુધીના સહયોગ માટે MoU. | ગુજરાત પોલીસનું સ્માર્ટ પોલિસિંગ તરફ મોટું પગલુંઃ 80 હજાર CCTV કેમેરા જોડવા દેશની સૌથી મોટી AI હેકાથોન. | લાખોટા લેકમાં 11 કાચબાના મોતથી ચકચારઃ દૂષિત પાણીની આશંકા, સેમ્પલ ગાંધીનગર મોકલાયા. | ભવનેશ્વર પાટિયા પાસે રહેણાક મકાનમાંથી રૂ.70 હજારનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપી ઝડપાયો. | રાણપરની સીમમાં LCBની મોટી રેડઃ રૂ.13.27 લાખનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો. | શું ભૂકંપ આવતા પહેલા સંકેત મળે છે? વૈજ્ઞાનિકોના સંશોધનમાં સામે આવી રસપ્રદ પેટર્ન. | દુનિયાના સૌથી મોટા ઓલ-ઇલેક્ટ્રિક વિમાને ભરી સફળ ઉડાન, 27 મિનિટની ફ્લાઇટનો વીજળી ખર્ચ માત્ર ₹480! | લાલપુરમાં ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો, 14 NSS સ્વયંસેવકો બન્યા ‘નિ-ક્ષય મિત્ર’ | જામનગરમાં ભગવાન નેમિનાથના જન્મ કલ્યાણકની ભક્તિભાવપૂર્વક ઉજવણી. | જામનગરની મોટી હવેલી વિદ્યાલયમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભાવભેર ઉજવણી |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૭ વાર જોવાયેલ 50 મિનિટ પેહલા

મારું શહેર ગુજરાત પોલીસનું સ્માર્ટ પોલિસિંગ તરફ મોટું પગલુંઃ 80 હજાર CCTV કેમેરા જોડવા દેશની સૌથી મોટી AI હેકાથોન.

ગુજરાત પોલીસનું સ્માર્ટ પોલિસિંગ તરફ મોટું પગલુંઃ 80 હજાર CCTV કેમેરા જોડવા દેશની સૌથી મોટી AI હેકાથોન.

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક, ઝડપી અને અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ‘ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026’ અંતર્ગત દેશની સૌથી મોટી CCTV ઇન્ટિગ્રેશન અને AI આધારિત વિડિયો એનાલિટિક્સ હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વાસ્તવિક પોલીસિંગ પડકારોના સ્માર્ટ સોલ્યુશન્સ તૈયાર કરવાનો છે. રાજ્ય પોલીસ વડા શ્રી જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ હેકાથોનમાં દેશભરના ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, ટેક્નોલોજી કંપનીઓ, ડેવલપર્સ અને સંશોધકોને ભાગ લેવાની તક મળશે.

આ હેકાથોનની સૌથી મોટી વિશેષતા એ છે કે ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગો અને અલગ-અલગ વેન્ડર્સના પ્લેટફોર્મ પર કાર્યરત 80 હજારથી વધુ CCTV કેમેરાને એક જ ઇન્ટિગ્રેટેડ નેટવર્ક સાથે જોડવા સક્ષમ સોલ્યુશન વિકસાવવામાં આવશે. અલગ-અલગ VMS પ્લેટફોર્મ, ટેક્નોલોજી અને નેટવર્ક આર્કિટેક્ચર વચ્ચે સંકલન કરીને રાજ્ય માટે વધુ મજબૂત પબ્લિક સેફ્ટી ઇકોસિસ્ટમ ઊભી કરવાનો પ્રયાસ થશે. આ ટેક્નોલોજીના માધ્યમથી શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો અને અસામાન્ય ગતિવિધિઓની રિયલ-ટાઇમ ઓળખ કરી તાત્કાલિક એલર્ટ આપી શકાય તેવી વ્યવસ્થા વિકસાવવાનો ઉદ્દેશ છે. સાથે જ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન, વ્હીકલ ટ્રેકિંગ, વોચલિસ્ટ મેચિંગ અને અલગ-અલગ કેમેરામાંથી એક જ વ્યક્તિ કે વાહનની શોધ જેવી ક્ષમતાઓનું પણ પરીક્ષણ કરવામાં આવશે.

આ સ્પર્ધાની બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે સ્પર્ધકોને માત્ર પ્રેઝન્ટેશન કે ડેમો સુધી મર્યાદિત રાખવામાં નહીં આવે, પરંતુ લાઇવ CCTV કેમેરા ફીડ્સ પર વાસ્તવિક પબ્લિક સેફ્ટી સિનારિયો સાથે સોલ્યુશનનું પરીક્ષણ કરવાની તક મળશે. આયોજકોના જણાવ્યા મુજબ દેશમાં પહેલીવાર આ પ્રકારની હેકાથોનમાં સ્પર્ધકો વાસ્તવિક પરિસ્થિતિને અનુરૂપ લાઇવ પ્રોડક્શન એન્વાયર્નમેન્ટમાં પોતાની ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે. સમગ્ર સ્પર્ધા બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં ઓપન ઇનોવેશન ચેલેન્જ હેઠળ બે કેટેગરીમાં ટીમોની પસંદગી થશે. એક કેટેગરીમાં વિદ્યાર્થીઓ અને નાના-મધ્યમ સ્ટાર્ટઅપ્સ, જ્યારે બીજી કેટેગરીમાં મોટા સ્ટાર્ટઅપ્સ અને સ્થાપિત ટેક્નોલોજી કંપનીઓ ભાગ લઈ શકશે.

સ્પર્ધાના બીજા તબક્કા એટલે કે ફિનાલેમાં પ્રથમ તબક્કામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટોચની 6 ટીમો વાસ્તવિક પોલીસિંગ સિનારિયો સાથે લાઇવ પ્રોડક્શન એન્વાયર્નમેન્ટમાં પોતાના સોલ્યુશન્સનું ડેમોન્સ્ટ્રેશન આપશે. વિજેતા પ્રતિભાશાળી ટીમોને કુલ રૂ.37 લાખના રોકડ પુરસ્કારો આપવામાં આવશે. આ હેકાથોન માત્ર સ્પર્ધા નહીં પરંતુ પોલીસિંગ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ ઇનોવેશનને જોડવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. આ આયોજનમાં ગુજરાતના i-Hub સાથે ટેક્નોલોજી પાર્ટનરશિપ તેમજ DA-IICT અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) સાથે નોલેજ પાર્ટનરશિપનો સહયોગ છે. એટલે AI, સાયબર ટેક્નોલોજી, વિડિયો એનાલિટિક્સ અને ફોરેન્સિક ક્ષેત્રના નિષ્ણાતોનો પણ સહયોગ મળવાની શક્યતા છે.

હાલમાં હેકાથોનની શરૂઆત સંભવિત રીતે સપ્ટેમ્બર 2026માં થવાની માહિતી આપવામાં આવી છે. તેમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને ટેક્નોલોજી કંપનીઓ માટે પાત્રતા, નિયમો અને ગાઇડલાઇન્સની માહિતી ગુજરાત પોલીસના સત્તાવાર પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સમગ્ર પહેલ સફળ થાય તો રાજ્યના હજારો CCTV કેમેરામાંથી મળતી માહિતીનો વધુ સુવ્યવસ્થિત અને ઝડપી ઉપયોગ કરીને ગુનાખોરી રોકવા, શંકાસ્પદ ગતિવિધિઓની વહેલી ઓળખ કરવા અને જાહેર સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળી શકે છે. ગુજરાત પોલીસનું આ પગલું પરંપરાગત પોલીસિંગમાંથી ડેટા અને AI આધારિત પ્રો-એક્ટિવ સ્માર્ટ પોલિસિંગ તરફના પરિવર્તન તરીકે મહત્વપૂર્ણ બની શકે છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ