જાહેરાત
તાજા સમાચાર
જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ | ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો દાવો: હોર્મુઝને ગણાવ્યો ‘નવો અમેરિકન વિસ્તાર’, નકશો શેર કરતાં ખળભળાટ. | મુંબઈ 3.0: 124 ગામોને જોડીને રાયગઢમાં બનશે ભવિષ્યનું સ્માર્ટ સિટી. | ગોંડલના ભોજપરામાં ખાદ્ય તેલમાં ભેળસેળનો પર્દાફાશ, 2,695 કિલો શંકાસ્પદ તેલ જપ્ત. | ગુજરાતમાં 11 મુખ્ય ‘લાયન કોરિડોર’ની ઓળખઃ ગીરથી બરડા સુધી સિંહોની સુરક્ષિત અવરજવર માટે મહત્વપૂર્ણ પગલું. | અમેરિકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ટેક્નોલોજી ફોકસ: સેમીકન્ડક્ટરથી AI, હેલ્થટેક અને ગેમિંગ સુધી ઉદ્યોગ અગ્રણીઓ સાથે મંથન. | ભાણવડના કલ્યાણપુરમાં જુગાર અને દારૂ સામે પોલીસની કાર્યવાહી. | મહુવામાં અન્ન-પુરવઠા વિભાગની સઘન તપાસઃ રૂ. 2.38 લાખનો બિનઅધિકૃત ઘઉંનો જથ્થો જપ્ત. | ગુજરાતમાં પંચાયત અને મહેસૂલી તલાટીની કામગીરી અલગ-અલગઃ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. | ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૬૭ વાર જોવાયેલ 46 મિનિટ પેહલા

મારું શહેર જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા પંચાયત ખાતે આજે શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ હતી. શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વર્ષાબેન માકડીયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રંજનબેન જીવાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી વિપુલ મહેતા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં જિલ્લાના શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓની અમલવારી, શાળાઓની કામગીરી તથા શૈક્ષણિક વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી પગલાં અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ અને અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે માટે અસરકારક આયોજન સાથે કામગીરી આગળ વધારવા પર ભાર મૂકાયો હતો. શાળાકીય સ્તરે આવતી મુશ્કેલીઓનું સમયસર નિરાકરણ આવે અને શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો થાય તે દિશામાં પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને શૈક્ષણિક પરિણામો સુધારવા, શાળાકીય વ્યવસ્થામાં ગુણવત્તાસભર સુધારા લાવવા તથા સરકારની શિક્ષણલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે સંકલિત પ્રયાસો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

શિક્ષણ સમિતિની બેઠકમાં લેવાયેલા માર્ગદર્શન અને ચર્ચાના આધારે જિલ્લાના શૈક્ષણિક વિકાસને વધુ ગતિ આપવા તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આયોજનબદ્ધ રીતે કામગીરી આગળ ધપાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ