જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં નવનિયુક્ત શાસનાધિકારી ડૉ. બીનાબેન દવેનું સ્વાગત. | શારદીય નવરાત્રીના આઠમા નોરતે મા મહાગૌરીની આરાધના માતાની ઉપાસનાથી સુખ, શાંતિ, પવિત્રતા અને સદાચારની પ્રેરણા. | જામનગરમાં ગેરકાયદેસર ફટાકડાના જથ્થા પર SOGનો દરોડો. | જામનગરમાં નવરાત્રીને લઈ પોલીસ એક્શનમાં. | 18 ઓક્ટોબર, રવિવારનું રાશિફળ. | રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૪૯ વાર જોવાયેલ • 4 મહિના પેહલા

મારું શહેર ભોગાતમાં પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો: પશુઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાર્યવાહી.

ભોગાતમાં પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો: પશુઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાર્યવાહી.

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં દુધાળા પશુઓના આરોગ્યને નુકસાન પહોંચાડી શકે તેવા પ્રતિબંધિત ઇન્જેક્શનોના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ થયો છે. જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને 275 પ્રતિબંધિત ઇન્જેક્શન કબજે કર્યા હતા, જેની કુલ કિંમત રૂ. 27,500 હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ એસ.ઓ.જી.ની પેટ્રોલિંગ ટીમને ભોગાત ગામમાં આવેલી "બંસી ટ્રેડર્સ" નામની કરિયાણાની દુકાનમાં પ્રતિબંધિત ઇન્જેક્શનોનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દુકાન પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી પશુઓમાં દૂધ ઉત્પાદન વધારવા માટે ઉપયોગમાં લેવાતા અને પ્રાણી કલ્યાણના નિયમો હેઠળ પ્રતિબંધિત ગણાતા ઇન્જેક્શનોનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી 275 ઇન્જેક્શન કબજે કરીને કુલ રૂ. 27,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે દુકાન સંચાલક ભરતભાઈ આલાભાઈ વરૂ વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

 

પશુચિકિત્સા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવા ઇન્જેક્શનોનો ઉપયોગ પશુઓ પાસેથી વધુ દૂધ મેળવવાના હેતુથી કરવામાં આવે છે, પરંતુ તેના કારણે પશુઓને ગંભીર શારીરિક પીડા સહન કરવી પડે છે. લાંબા ગાળે પશુઓના આરોગ્ય પર પણ તેની ગંભીર અસર પડે છે. એટલું જ નહીં, આવા પશુઓનું દૂધ માનવ સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની શકે છે.

આ કાર્યવાહી દ્વારા દેવભૂમિ દ્વારકા પોલીસ અને એસ.ઓ.જી.એ પશુ કલ્યાણ પ્રત્યે પોતાની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે. પશુઓ પર થતી ક્રૂરતા અને પ્રતિબંધિત દવાઓના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

પોલીસે પશુપાલકો અને વેપારીઓને પણ અપીલ કરી છે કે તેઓ વધુ નફાની લાલચમાં આવી આવા પ્રતિબંધિત ઇન્જેક્શનોનો ઉપયોગ કે વેચાણ ન કરે, અન્યથા કડક કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને ઇન્જેક્શનનો સપ્લાય ક્યાંથી થતો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ