જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૧૨ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર ભાણવડના ઘુમલી વિસ્તારમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે યુવક ઝડપાયો.

ભાણવડના ઘુમલી વિસ્તારમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે યુવક ઝડપાયો.

ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી બીડી વિસ્તારમાંથી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે એક યુવકને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ગેરકાયદેસર હથિયાર કબજે કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઝડપાયેલા આરોપીની ઓળખ અશોકભાઈ ઉર્ફે શામળો રાયદેભાઈ ગીગાભાઈ સોલંકી (ઉંમર 23 વર્ષ) તરીકે થઈ છે. તે ભાણવડ તાલુકાના ટીંબડી, સામાકાંઠે વિસ્તારનો રહેવાસી છે.

એસ.ઓ.જી.ની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી દેશી હાથ બનાવટની ઉપરથી ભરવાની જામગરી બંદૂક મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ.1,500 હોવાનું પોલીસે જણાવ્યું છે.

આરોપી પાસેથી કબજે કરાયેલા ગેરકાયદેસર હથિયારને જપ્ત કરી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ