જાહેરાત
તાજા સમાચાર
જામનગરના નાઘેડી GIDC વિસ્તારમાં દારૂના મોટા જથ્થા પર SMCનો દરોડો. | ઘુમલી ગામે મહેશ્વરી મેઘવાળ સમાજના 56 ભાઈ-બહેનોનું અઢી દિવસનું કઠોર તપ. | જામનગરના સાગરકાંઠા અને ટાપુ વિસ્તારોમાં મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ. | ગુજરાતમાં 68 લાખથી વધુ મતદારોના નામ હટાવાયા બાદ હવે ફરી ચકાસણીની કવાયત. | ભાણવડની દ્વારકાધીશ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા. | વર્ષો પહેલા પરણેલા દંપતી પણ હવે મેરેજ સર્ટિફિકેટની લાઈનમાં, ગુજરાતમાં કેમ વધી અરજીઓ? | સૂરજકરાડી ખાતે ધારાસભ્ય પબુભા માણેકે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. | ભાણવડ અને પોરબંદરના પ્રોહીબીશન ગુનામાં 5 માસથી નાસતા આરોપીની ધરપકડ. | જામનગરમાં વાહનચોરી ગેંગનો પર્દાફાશ, 8 મોટરસાયકલ સાથે એક આરોપી ઝડપાયો. | એશિયન ગેમ્સમાં ભારતનો ‘ગોલ્ડન પંચ’, મલેશિયાને 5-1થી હરાવી ગોલ્ડ મેડલ. |
પાછા મુખ્ય સમાચાર પર
હેલ્થ ૧૦૦ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

હેલ્થ પાલીતાણા હોસ્પિટલમાં કથિત મોટું કૌભાંડ: ટાંકી બની જ નહીં છતાં ₹50.43 લાખનું બિલ રજૂ કરાયું.

પાલીતાણા હોસ્પિટલમાં કથિત મોટું કૌભાંડ: ટાંકી બની જ નહીં છતાં ₹50.43 લાખનું બિલ રજૂ કરાયું.

2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકીના કામમાં ગેરરીતિનો આક્ષેપ; બે ઈજનેરો સામે FIR અને સસ્પેન્શનના આદેશ, કોન્ટ્રાક્ટર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી

પાલીતાણા હોસ્પિટલમાં સરકારી વિકાસકાર્યમાં ગંભીર ગેરરીતિનો કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલ પરિસરમાં 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકીનું નિર્માણ થયું જ ન હોવા છતાં રૂ. 50.43 લાખનું બિલ રજૂ કરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. મામલો સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પાલીતાણા હોસ્પિટલની સ્થળ મુલાકાત દરમિયાન મંજૂર કરાયેલી ભૂગર્ભ પાણીની ટાંકી અંગે તપાસ કરવામાં આવી હતી. સ્થળ પર ટાંકીનું કામ જોવા ન મળતાં સમગ્ર મામલે શંકા ઉપજી હતી. ત્યારબાદ તપાસ કરતાં ટાંકીનું કામ થયું જ ન હોવા છતાં રૂ. 50.43 લાખનું બિલ વડી કચેરીમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.

અધિકારીઓ સામે કડક કાર્યવાહી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોગ્ય મંત્રી દ્વારા તાત્કાલિક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાલીતાણા હોસ્પિટલ તથા પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ (PIU)ના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

બોગસ બિલ રજૂ કરવાની પ્રક્રિયામાં સંડોવણીના આક્ષેપોને પગલે ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર મેહુલ દવે તથા નાયબ કાર્યપાલક ઈજનેર એન.વી. કાલીયા સામે ક્રિમિનલ પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ફરજમાં ગંભીર ગેરરીતિ બદલ બંને ઈજનેરોને સસ્પેન્ડ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

કોન્ટ્રાક્ટર એજન્સી સામે પણ કાર્યવાહી

આ સમગ્ર મામલે સંડોવાયેલી હોવાનું જણાવાતી સુરતની 'ધર્મનંદન કન્સ્ટ્રકશન' એજન્સીને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાલ સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ અધિકારી કે કર્મચારીની ભૂમિકા રહી છે કે કેમ, બિલની પ્રક્રિયા કયા તબક્કે થઈ અને સ્થળ પર કામ થયા વિના બિલ વડી કચેરી સુધી કેવી રીતે પહોંચ્યું તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

આ ઘટનાએ સરકારી બાંધકામ અને વિકાસકાર્યોમાં સ્થળ પરની ચકાસણી, બિલની મંજૂરી તથા અધિકારીઓની દેખરેખની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. જો તપાસમાં ગેરરીતિઓ સાબિત થાય છે, તો જવાબદાર લોકો સામે વધુ કડક કાર્યવાહી થઈ શકે છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ